________________
247 - ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા - ૧ – ૨૪૭
તત્ત્વષ્ટાની વાતો કરનારને તત્ત્વની ખબર પણ ન હોય, પછી એવાઓની સાથે વાત પણ શું થાય ? તત્ત્વના અભ્યાસની વાત તેઓને રૂચે નહિ; જે વાત કહેવામાં આવે તે તેમણે કરવી નહિ; મહાપુરુષોએ જે ક્રમે અને જે વિધિએ જેનું જેનું અધ્યયન કરવાનું કહ્યું, તે ક્રમે અને તે વિધિએ તેનું તેનું અધ્યયન કરવું, એ તેમને પાલવે નહિ; ઉપકારી પુરુષો જેનો નિષેધ કરે, તે કરવાની તેમની પહેલી જ ઇચ્છા. આ રીતે “શાસ્ત્ર કે શાસ્ત્રકાર મહર્ષિઓ જે ફરમાવે તે માનવું જ નહિ એવો જ્યાં કદાગ્રહ હોય, ત્યાં શું થાય ? જેઓ બધી વાતોમાં “અમે કાંઈ કમ નથી' એમ માને તેઓનો ઉદય શી રીતે થાય ?
બાકી આ દર્શનની તો એવી સુંદર ખૂબી છે કે, જો યોગ્ય ચાવી હાથમાં આવી જાય, તો નામ માત્ર ભ્રમણા ન રહે. વસ્તુમાત્રનો ભાવ જૈનદર્શને સમજાવી દીધો છે. આવા અનુપમ શાસનની ચાવી જો ગુરુગમ દ્વારા હસ્તગત થઈ જાય, તો તે એક જ ચાવીથી બધા જ તાળાં ખૂલી જાય તેમ છે; જરા પણ ફેરફાર આવે તેમ નથી. પણ આજ તો જરા પણ જ્ઞાન ન હોવા છતાં સ્વતંત્રતાનો ડોળ કરવો છે. કોઈપણ સંસ્થામાં તે તે ડીગ્રી વગરનાને વ્યવહારમાં પણ દાખલ કરે નહિ, તો પછી અહીં યોગ્યતાના અભાવવાળા, અર્થ અને કામની પાછળ ગાંડાતૂર બની એની ભીખ માંગનારા, ચા અને પાન માટે ભીખ માંગનારા અને કિંમતરહિતપણે ભટકનારા પામરો એલફેલ બોલે, એનો અર્થ શો ? વાત વાતમાં “અમે શ્રીસંઘ છીએ, અમને શ્રી તીર્થંકરદેવો પણ નમે, માટે અમારી આજ્ઞા સાધુઓએ પણ માનવી જ જોઈએ. આ જમાનામાં તો અમે કહીએ એ જ ખરું, અત્યારના સંયોગોમાં આગમ બાજુ ઉપર રાખવા જોઈએ' આ પ્રમાણે બોલનારાઓને કહી દેવું જોઈએ કે, “જબાન ઉપર કાબૂ રાખતાં શીખો અને ખોટો આડંબર ન કરો. કોરી મતિકલ્પનાથી ધર્મ નહિ જ પમાય !” પૂ. શ્રી આત્મારામજી મહારાજનો એક પ્રસંગ - આજે શુદ્ધિ-અશુદ્ધિની ચર્ચાઓ પણ મતિકલ્પનાના આધારે જ કરવામાં આવે છે. આજના સ્વંતત્રવારીઓની દશા જ કોઈ વિલક્ષણ છે; અને અતિશય ભયંકર છે. કારણ કે, તેઓ પોતાની મતિકલ્પનાથી જે વસ્તુને શુદ્ધ માને તે શુદ્ધ અને અશુદ્ધ માને તે અશુદ્ધ. આવી મતિકલ્પનાવાળાઓ કદી જ ધર્મ ન પામે. એ તો બિચારા ધર્મનો ઘાત કરી કરીને દુર્ગતિમાં જવા જ સરજાયેલા છે. એવાના સહવાસીઓની પણ પ્રાય એ જ દશા હોય છે. દુરાગ્રહી બનેલા તે ચામ જૂની માફક ચોંટે ત્યાંથી ઊખડે જ નહિ. એમના પણ, પણ, પણનો આરો જ