________________
253 --- ૨૧ : સંઘ અને સાગર વચ્ચે સમાનતા -21 – ૨૫૩ મૂકીને ત્રણ પૈસા ઉપાડી લે ! સામાન્ય માણસ તો એમ કરે, પણ લક્ષ્મીવાનને એ શોભે ? મનોવૃત્તિ કેવી ? શાક માટે બે આના કાઢે, ચા-દૂધ માટે ચાર આના કાઢે અને મંદિરમાં એક પૈસો જ કાઢે એ કઈ મનોદશા? કહો કે, “જ્યાં જોઈએ ત્યાં લક્ષ્મી લઈ જાઓ.' માણસ વિશ્વાસુ હોય, સારે માર્ગે વાપરનાર છે, એવું લાગતું હોય; તો માંગે તેમ આપવું જોઈએ. એકલા શ્રીમંતો માટે જ આ વાત નથી, પણ દરેકને માટે છે સામાન્ય માણસ પણ પોતાનો ફાળો આપી શકે છે. ચા, પાન, બીડીનો બચાવ કરીને પણ આપી શકે છે. બધા જ જો પૂછતા જાય અને યથાશક્તિ મદદરૂપ થતા જાય તો એક પણ ધર્મરક્ષક ખાતું ન સીદાય. અનેક પુણ્યશાળી આત્માઓની હયાતીમાં એક પણ પુણ્યક્ષેત્ર ન જ સીદવું જોઈએ. અસ્તુ.