________________
૨૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
234
હજારો વર્ષ જીવંતપણે રહેવાના છે. એ વાત તો હવે જૈનનાં બાળકો પણ બોલે ! ધર્મ જેટલો આરાધક આત્માઓનો રક્ષક છે, તેટલો જ વિરાધક આત્માઓનો ભક્ષક છે.
નાસ્તિક એ ગાળ નહિ પણ ઓળખાણ છે ઃ
સભા નાસ્તિક શબ્દ એ વીસમી સદીની ગાળ છે' એમ કહે છે તેનું શું ? વસ્તુના સ્વરૂપને ઓળખાવનાર શબ્દને ગાળ કહેનારાઓ અજ્ઞાન છે. અજ્ઞાન આત્માઓને સત્ય સમજાવું મુશ્કેલ છે. જેમને નાસ્તિકપણું નથી ખટકતું, એમને ‘નાસ્તિક' શબ્દ કેમ ખટકે છે ? લૂંટારા પણ સારા કે, એમને કોઈ લૂંટારા કહે તો ગાળ ન માને. લૂંટારા પણ કહે છે કે, ‘બરાબર, અમે લૂંટારા જ છીએ, કારણ કે, અમે લૂંટ કરીએ છીએ, ત્યારે આ લોકો તો કહે છે કે, અમે અમને ફાવે તેમ કરીએ, શાસ્ત્રોને સળગાવવાનું કહીએ, સાધુઓને કલંકિત કરીએ, પરલોક-બરલોક ન માનીએ, ગમે તે ખાઈએ-પીએ, ગમે તેમ કરીએ, નાટક, ચેટક, સિનેમા જોઈએ તથા અભક્ષ્મભક્ષણ કરીએ અને એમ કરવામાં વાંધો ન માનીએ, એના પ્રચારના પ્રયત્નો કરીએ; પણ અમને કોઈ નાસ્તિક કહે તે ન ચાલે. અમે એ સહન નહિ કરીએ.' આ બધું કેમ ચાલે ? આવાઓ આસ્તિક તરીકે ઓળખાઈ કલ્યાણાર્થી આત્માઓનું અહિત ન કરી શકે, એ માટે જ તેમના સ્વરૂપને છાજતો ‘શબ્દ-પ્રયોગ' આપણે કોઈપણ વ્યક્તિનું નામ દીધા વિના કરીએ છીએ. પણ જેઓ એવા,હોય, તેઓને તો એ શબ્દ ખટકે જ, કારણ કે, એવાઓને પોતે નાસ્તિક હોવા છતાં પણ, આસ્તિક તરીકે પૂજાવાના કોડ છે.
આ બધી પત્રિકાઓ ‘યુવક સંઘ’નાં નામથી નીકળે છે, એટલે એની તમામ જોખમદારી એના શિર ઉપર છે. હવે આપણે જનતાને જણાવી દેવું જોઈએ કે, ‘આવાં લખાણો ફેલાવનારાઓમાં જૈનત્વનું બુંદ પણ નથી.’
મૂળ તથા ઉત્તરગુણોને વિષય કરીને શ્રીસંઘરૂપ સાગરની ધૃતિરૂપ વેલાની વાત શરૂ કરી છે, એટલે એ વેલાના વિઘ્નને પણ સાથે સાથે દૂર કરી જ દેવાં જોઈએ.