________________
233 -- ૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે - 19 –– ૨૩૩ એટલું જ નહિ પણ એકને બદલે એક લાખ આરોપો વહોરીને પણ, આપણે હવે એમને એ બતાવી દેવું જોઈએ કે, “હવે અમારી સાથે તેમને સ્થાન નથી, તે નથી જ.'
ગઈ કાલે મેં પત્રિકા વાંચી નહોતી, આજે મને ઘણાએ વાંચવાનો આગ્રહ કર્યો છે, માટે હવે જરૂર અહીં વંચાશે. શા માટે ? જૈનશાસ્ત્રનું ખૂન કઈ ઢબે કરવામાં આવે છે, તે કાઢીને બતાવવા માટે વંચાવીશ. એ લેખના મૂળમાં શું છે, તે બધું તમને બતાવવાની મારી ફરજ છે. એ વાંચવું, એ પણ ફરજ છે. વ્યાખ્યાનનું એ પણ એક સ્વરૂપ છે. એ માટે છાપું પણ વંચાય. જેને જચે તે જ આવે; જેને ગરજ ન હોય, ગમતું ન હોય તે ન આવે ! એ વાંચીને તમામ વસ્તુ સમજાવીશું, એના લખનાર માટે પણ જે રીતે યોગ્ય લાગશે તે રીતે ઉચિત ટીકા કરીશ. સાંભળવું ગમે તે જ આવે, ન ગમે તેણે આવવું જ નહિ ! અમને સન્માર્ગે દોરનાર છે” એમ સમજે અને પોતાને સન્માર્ગે દોરાવાની જરૂર લાગે તો જ આવે ! એને આવવાનો અધિકાર છે; એમ ન લાગે તેને પણ વસ્તુને સમજવા માટે આવવાનો તથા સભ્યતાથી પ્રશ્ન કરવા માટે આવવાનો પણ અધિકાર છે, પણ “ઘોંઘાટ” તથા “ધમાલ” કરનારાઓને અહીં આવવાનો અધિકાર નથી.
મારો મુદ્દો એકજ છે. તમારે હવે ‘નાસ્તિક” શબ્દનું ઓજાર તીણું બનાવવું પડશે ! એ ઓજાર એમને માટે અસરકારક નીવડવું જોઈએ. એના યોગે તેઓને વિચાર કરવાની ફરજ પડે કે, “આ ઓજારના આટલા કડક ઉપયોગનું કારણ - શું? એ જ કે નાસ્તિકો પણ સમજી લે કે, “હવે અમારું સ્થાન ગયું.”
એ સમજે તો છે જ કે, “હવે અમારું સ્થાન ગયું, પહેલાં તો આગળ બેસી શકતા હતા, સમાજના નાયક તરીકે માન મેળવતા હતા, ડોળ, દંભ અને પ્રપંચ નભતો હતો, પણ હવે એ નહિ બને. જનતા જાગૃત થઈ ગઈ છે, કારણ કે સાધુઓ એમને ઓળખી ગયા છે. પીછાણી ગયા છે. આથી તેઓ શાસ્ત્રનો પ્રકાશ જનતા ઉપર ફેંકી રહ્યા છે !” - આપણે એમને એમ ચેતવવા છે કે, “હજી થોભો ! નહિ તો હવે દીવાલ એવી ચણાશે કે વગર મહેનતે પાછા પડવું પડશે. બેસવા તો શું, પણ ઊભા રહેવાનું સ્થાન પણ નહિ મળે.” શાસ્ત્રકારોને ઇંદ્રજાળીઆ કહેનારાઓ કહે છે કે, “સાધુ, મંદિર, મૂર્તિ અને આગમ નહિ નભે તથા ધર્મક્રિયાઓ પણ નહિ નભે !” એવાઓને સંભળાવી દેવું જોઈએ કે, “હવે તો તમે જ નહિ નભો.” શ્રી જિનેશ્વરદેવના જયવંતા શાસનમાં, પરમ તારક શ્રી જિનમંદિરો, શ્રી જિનમૂર્તિઓ, શ્રી જિનાગમો તથા સાધુઓ તો આ ભરતક્ષેત્રમાં પણ હજી