________________
237
–
– ૨૦ ? ત્યારે મૌન કેમ રહેવાય ?- 20
–
૨૩૭
પણ કેમ કરાય ? ન જ કરાય અને જો શાસ્ત્ર કે શાસ્ત્રને ગૂંથનાર, સમજાવનાર સામે જેની કુદષ્ટિ હોય, તે તો સંઘની વ્યક્તિ પણ ન જ ગણાય. જેની આવી દિશા છે, તે સંઘરૂપ તો નથી. પણ સંઘમાં ગણાતી વ્યક્તિ પણ નથી. આ શાસ્ત્ર પ્રત્યે, એના રચયિતા પ્રત્યે, શાસ્ત્રસંગત અર્થ કરનાર પ્રત્યે, અર્થાત્ શાસ્ત્રના લખનાર, વાંચનાર કે કહેનાર પ્રત્યે આજના ઉચ્છંખલોને કુદૃષ્ટિ કરવાનું કારણ હોય, તો એક જ અને તે એ જ છે કે, આ શાસ્ત્રમાં મૂળ તથા ઉત્તરગુણોને પોષવાની અને એને બાધક વસ્તુઓનો ત્યાગ કરવાની જ ભાવના ઉપદેશાયેલી છે; કારણ કે, લખનાર મહર્ષિઓએ પણ તે જ લખ્યું છે અને વાંચનાર વાંચે છે. પણ તે જ માટે લખનારા પણ એમને ભયંકર લાગે છે, જેમાં લખાયું છે તે પણ ભયંકર લાગે છે અને વાંચનારા પણ ભયંકર લાગે છે. એવી વ્યક્તિઓ એ સંઘની વ્યક્તિઓ તરીકે શ્રીસંઘમાં કઈ રીતે હોઈ શકે ?
જે ચર્ચા આજે ઊભી થઈ છે, તેના મૂળ તત્ત્વ તરફ જવું પડશે ને ? વસ્તુને વસ્તુગતે સમજવામાં આવે તો મૂંઝવણ થાય જ નહિ. ઘણાના મનમાં તો હજી એમ છે કે, “આપણે આપણું કરવું, કોઈ ગમે તેમ કરે, તેમાં આપણે શું ? પણ એ વાજબી નથી. મંદિર બંધાવનારે તો તારવા માટે બંધાવ્યું, છતાં પણ અમુક ન આવે તો એનું એ જાણે. એને ભાવના થાય તો આવે, અને ન આવવું હોય તો એનું એ જાણે. ઉપાશ્રયમાં પણ એને ફાવે તો આવે, નહિ તો ન આવે તો એનું એ. જાણે. એને ધર્મક્રિયા કરવી હોય તો કરે અને ન કરે તો એનું ભાગ્ય, પણ જેઓ મંદિરે તથા ઉપાશ્રયે જતા હોય અને ધર્મક્રિયા કરતા હોય, તેઓને - ઉપદ્રવ કરે તો તે કેમ નભાવાય ? મંદિરમાં આવનારાનું, ઉપાશ્રયમાં આવનારાનું તથા ધર્મક્રિયા કરનારાનું ભાગ્ય જે એવું, કે જેથી તેઓને ઉપદ્રવ કરવાની બુદ્ધિ થઈ. એમ વિચારી આપણે તો ચૂપ જ રહેવું ?” આ જાતની મનોવૃત્તિ હોવાથી જ આ સ્થિતિ આવી છે. . શાસ્ત્રોને ભસ્મીભૂત કરવાની વાતો કરવા જેવી સ્થિતિ આવી, તેનું કારણ પણ એ જ છે. “હશે હવે-હશે હવે. એનું એ જાણે, આપણે શું ?” આવી ક્ષુદ્ર ભાવનાના યોગે જ આ દશા આવીને ઊભી રહી છે. - શ્રી જિનેશ્વરદેવના ધર્મને પામેલા અહિંસક, શાંત અને સમતાના નિધિ હોય એ વાત સાચી, પણ તેનામાં આત્મઘાતક નિર્માલ્યતા તો ન જ હોવી જોઈએ. આ ધર્મ તો વીરનો છે, પણ કાયરનો નથી. જે સેવ્ય છે તેનો ઘાત થાય ત્યાં સુધી જેના પેટનું પાણી પણ ન હાલે, તેને સાચો વીર કેમ મનાય ? પાળવો ધર્મ વીરનો અને જેની આરાધના કરીએ તે આખી વસ્તુનો નાશ કરવાની વાતો