________________
૧૭ : સંઘ કોની પડખે રહે ? - 17
અને અનેકને સન્માર્ગે ચડાવવા એ જ તેનું એક ધ્યેય હતું ! પ્રભુના સમયમાં પણ ચડનારા પડતા હતા. કોઈવાર પડાય, ત્યારે કોઈવાર ચડાય. પડવાની બીકે બાળકને ચાલવા કે ચડવા ન દેનાર. માબાપ એ બાળકના હિતના ઘાતક છે. એ તો ચાલતાં પગ પણ છૂંદાય, ઢીંચણ પણ છૂંદાય, નાક પણ છૂંદાય અને કપાળ પણ ટિચાય તોય ચલાવાય તો જ ચાલતાં આવડે; એ રીતે મોક્ષમાર્ગે ચડનારને, પડવાની બીકે નહિ ચડવા દેનારા, એના આત્મહિતના ઘાતક છે.
209
૨૦૯
જે વાત ન બેસે તેં અહીં બોલજો; બહાર જઈને બીજાઓ વાતને વિરુદ્ધ રૂપમાં ફેલાવે છે, માટે સૂચવું છું કે તમે ભ્રમમાં ન પડો. પૂછવાની દરેકને છૂટ છે. ચોથા આરામાં તો ધર્મની આરાધના સહેલી હતી; અત્યારે તે કઠિન છે; કેમકે સારા વિચા૨ ટકવાનો સંભવ ઓછો છે. આ બે કલાકના વિચારને, પછીના બાવીસ કલાક અને તેમાં પણ વિરુદ્ધ વાતાવરણ ફેરવે નહિ તે માટે રોજ ભલામણ કરું છું કે ન સમજાય તે પૂછજો. પચાસ જણ ચડતા હોય એમાંથી એક પડે, એ જોઈને બીજા એમ કહે કે ભાઈ ! સાચવીને ચડો.' પણ એમ ન કહી શકે કે ‘ચડો જ નહિ !' કારણ કે એમ કહેવું એ મૂર્ખતા છે. સ્ટીમરો ઘણીયે ડૂબી, પણ દરિયાની મુસાફરી કંઈ અટકી ? રેલ્વે તથા મોટરોના અકસ્માત આજે ઘણાયે થાય છે, પણ એ બધાની મુસાફરી ચાલુ જ છે. મુસાફરીમાં સાવધ રહેવાનું કહે છે પણ મુસાફરી બંધ‘કરવાનું કોઈ જ નથી કહેતું. જ્યાં ડૂબી મરવાનું છે, ત્યાં તો બચાવ કરે છે કે - ‘ડૂબનારનું ભાગ્ય.’ અને અહીં તો કહે છે કે વસ્તુ જ ન જોઈએ.' આવી બુદ્ધિવાળાઓને કહેવા કેવા ?
'
ધર્મીની દલાલી તો એ હોય કે ‘ભાઈ ! પડ્યા ? હોય, કર્મોદયથી પડાય, પણ પડતાં પડતાં પણ ચડો. ચડવાનું ચાલુ રાખો !' પણ આ તો દલીલ જ જુદી. એવી કોલસાની દલાલી કોણ કરે ? કોઈ દેખાતો ઝવેરી પણ વિપરીત દલાલી કરતો હોય, તો માનવું કે એ કોલસાનો વેપારી છે.
વર્તનસ્વાતંત્ર્ય ઉપર જો મદાર બાંધતા હોય, તો તેઓ પોતે જ સંઘ બહારની શિક્ષાને યોગ્ય છે. કેમ કે -વિચારને બહાર મૂક્યા એ વર્તન છે. ખોટા વિચાર ફેલાવવાનું વર્તન કરનારાઓ સંઘમાં જ ક્યાં છે કે જેથી તેઓ સાચાઓને સંઘબહાર મૂકવાની ભયંકર ધૃષ્ટતા કરે છે ? એવી ધૃષ્ટતા કરનારાઓ તો પોતાના જ હાથે પોતાની જાતને સંઘબહારની જાત તરીકે જાહેર કરે છે. સંયમ નહિ લઈ શકનારા જ્યારે સંયમ લેનારને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ ગ્રહોની ગણતરીમાં પણ નથી આવતા, પણ અંધકારની ઉપમાને જ લાયક થાય છે.