________________
૨૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
ma
અક્ષુબ્ધતા અને વિસ્તીર્ણતા-એ તો સાગરનું મૂળ સ્વરૂપ છે. ગમે તેવી સ્થિતિમાં પણ સાગર ક્ષોભ ન પામે, તેમ શ્રીસંઘ પણ ગમે તેવા પ્રસંગે અક્ષુબ્ધ જ હોય; ગમે તેવા પ્રસંગે પણ જો અક્ષુબ્ધ હોય તો જ શ્રીસંઘ ધારેલી ધારણા સાધી શકે. જે આત્મા ક્ષોભ પામી જાય, તે પ્રભુના શાસનને આરાધી શકતો નથી. શ્રીસંઘ તો પ્રભુના શાસનને આરાધનાર છે. વાતે વાતે જે ક્ષોભ પામે, ક્ષણે ક્ષણે જે મૂંઝાય, તે શ્રી જિનેશ્વરદેવના ફરમાનનો અમલ ન કરી શકે. સાગરની વિસ્તીર્ણતા જેમ અમેય છે, તેમ શ્રીસંઘના સ્વરૂપની વિસ્તીર્ણતા પણ અમેય જ છે. જેમ સાગરમાં વેલા એટલે પાણીની વૃદ્ધિ પ્રતિદિન હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં પણ ધૃતિરૂપ વેલાઓ પ્રતિદિન ઊછળતી હોય જ. જેમ સાગરમાં મગર આદિ અનેક જળજંતુઓ હોય, તેમ શ્રી સંઘરૂપ સાગરમાં પણ સ્વાધ્યાય યોગરૂપ અનેકવિધ મગર અને એના જેવા શક્તિસંપન્ન જળજંતુઓ હોય જ.
સાગરમાં જેમ પ્રતિદિન પાણીની વૃદ્ધિરૂપ વેલાઓ ચાલુ હોય, તેમ શ્રીસંઘરૂપ સાગરમાં સૂત્રકાર મહર્ષિ, ધૃતિરૂપ વેલાઓ જણાવે છે. “વૃતિ એટલે “ધીરજ' આ અર્થ પ્રચલિત છે, અને ધીરજ એ આત્માનો એક અમૂલ્ય ગુણ છે. એ ધીરજના અભાવે આત્મામાં ઉતાવળિયાપણું આવે છે અને એ ઉતાવળિયાપણાથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. પણ ઉતાવળિયાપણાના અભાવથી પ્રગટતી ધીરજ, તે આત્મા જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન ન કરે, ત્યાં સુધી આવી શકતી નથી. આ જ કારણે “વૃતિ શબ્દના સ્વરૂપને ઓળખાવતાં પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ આચાર્ય ભગવાન શ્રી મલયગિરિજી મહારાજા ફરમાવે છે કે –
વૃતિ એટલે મૂલગુણો અને ઉત્તરગુણોને વિષય કરતો તથા પ્રતિદિવસ ઉત્સાહ પામતો આત્માનો પરિણામ વિશેષ.” પાંચ મહાવ્રતો અને અષ્ટપ્રવચન માતા:
મૂલગુણોમાં પાંચ મહાવ્રતો આવે છે અને ઉત્તરગુણોમાં અષ્ટપ્રવચન માતા આવે છે. તે આ પ્રમાણે –
૧. “સર્વથા પ્રાણાતિપાત વિરમાણ” – એટલે મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રાણીના પ્રાણનો અતિપાત એટલે વિનાશ કરું નહિ, કરાવું નહિ અને કરનારનું અનુમોદન કરું નહિ. ૨. “સર્વથા મૃષાવાદ વિરમણ' એટલે મનથી, વચનથી અને કાયાથી અસત્ય બોલું નહિ, બોલાવવું નહિ અને. બોલનારનું १.. "धृतिः-मूलोत्तरगुणविषयः प्रतिदिवसमुत्सहमान आत्मपरिणामविशेषः ।"
- નંદિસૂત્ર, શ્લોક-૧૧ ટીકાન્તર્ગત.