________________
૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15
૧૭૩
તેની સામે થઈ એમ કહેવામાં આવે કે - “આજે ધર્મક્રિયાઓની જરૂર નથી પણ દુન્યવી ક્રિયાઓની જરૂર છે ! આનું નામ નાસ્તિકતા નહિ તો બીજું શું?
જ્યાં પાપક્રિયાઓની પુષ્ટિ માટે ધર્મક્રિયાઓનો વિરોધ અને તે ક્રિયાઓના નાશ માટે સતત પ્રયત્ન કરાય, ત્યાં નાસ્તિકતા સિવાય બીજું કલ્પી પણ શું શકાય ? આવી રીતની આત્મકલ્યાણનાશક પ્રવૃત્તિ કરનારાઓને નાસ્તિક તરીકે ઓળખાવાય એથી મૂંઝાનારાઓ, ખરેખર જ, કોઈ કુગુરુના જ શરણે પડેલા છે, એમ કહી શકાય અને એથી જ તેઓ પોતે માનેલા ગુરુની મહત્તા સાચવી રાખવા માટે, સત્ય વસ્તુને ઊંધા સ્વરૂપમાં ફેલાવવાનો ધંધો આદરી બેઠા છે; અન્યથા “બધાને જ નાસ્તિક કહેવામાં આવ્યા' એવી ખોટી વાતો બહાર જ કેમ આવે ? “શાસ્ત્રકાર મહર્ષિએ કરેલી વ્યાખ્યા જેને લાગુ પડે, તે નાસ્તિકની કોટિમાં ગણાય” એમાં આટલો ઘોંઘાટ શો ? અને એવો ઘોંઘાટ કરવાથી ફાયદો પણં શો થવાનો છે ? આવા ઘોંઘાટોથી કોઈ જ ફાયદો માનતા હોય, તો તેઓ અહીં સફળ જ નહિ થઈ શકે – એમ મારે સાફ સાફ જણાવી જ દેવું જોઈએ.
શ્રી જિનેશ્વરદેવનો સાધુ જરૂર જગતના જીવોને આગળ વધારવા ઇચ્છે, પણ કઈ દિશામાં ?” એ આત્મકલ્યાણના અર્થીઓએ સમજવું જોઈએ તથા સમજાવનારે પણ અર્થીને સમજાવવું જ જોઈએ; અને એ સમજાવવા માટે હું ઉચિત પ્રયત્નો કરી રહ્યો છું અને હવે પછી પણ કરીશ જ. કેટલાક કહે છે કેઆસ્તિક નથી એમ ભલે કહેવાય, પણ નાસ્તિક છે એમ કેમ કહેવાય ?' મારે કહેવુ છે કે તેઓએ સમજવું જ જોઈએ કે ટીકાકાર મહર્ષિને પણ “નાસ્તિક માટે નાસ્તિક' શબ્દનો જ પ્રયોગ કરવો પડ્યો છે.” એટલે કલ્યાણના અર્થીએ પણ મિથ્યાત્વાદિ માટે તેમ બોલવું જ પડે. . જેઓને ધર્મક્રિયાહીન બનવું છે અને બીજાને પણ ધર્મક્રિયાહીન બનાવવા છે, તેઓ હવે કોઈ પણ રીતે આસ્તિકની કોટિમાં રહી શકે તેમ નથી. “સંયમ અને (સંસારનો) ત્યાગ, એ શ્રી જૈનશાસનનું મૂળ છે” એમ કહેવું નથી, અને પોતાને જૈનશાસનના અંગ તરીકે ઓળખાવવા છે' - એ કેમ ચાલી શકે ? દુનિયા જે માર્ગે આગળ વધે છે, તે માર્ગે આગળ વધવાનું આ શાસ્ત્રનું વિધાન નથી, છતાં તેઓને એવું વિધાન કરવું છે અને પોતાને પ્રભુશાસનને માનનારા કહેવરાવવા છે, એ કોઈ પણ રીતે નભે તેમ નથી. આ શાસન તો દુનિયાની ચાલ આરંભાદિની પ્રવૃત્તિને વિકૃતાવસ્થા માને છે, અને એને પરિણામે ભવિષ્યમાં દુર્ગતિનું સર્જન થાય એમ માને છે. જે લોકોને અવનતિની