________________
૧૯૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
– 1 અમારું શું થાત ?' એમ એ જ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે, પણ તે મહાપુરુષના ભાવને સ્પર્શ કરવો હોય તો ને ?
“હૃદયથી પણ, જૈનશાસન પામ્યા વગર મુક્તિ મળી જાય છે એવા અર્થમાં આ ગાથાને ઘટાવનારાઓને પૂછવું જોઈએ કે જો એમ જ હતું તો પછી . ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વેદાંતી મટીને જૈન કેમ બન્યા ?” તે પોતે ચૌદ વિદ્યાના પારગામી હતા, મહાપંડિત હતા અને એ જ્ઞાનના યોગે તો તેઓને એવી પ્રતિજ્ઞા હતી કે – “કોઈએ પણ ઉચ્ચારેલા કોઈ પણ શાસ્ત્રના ભાવને જો હું ન સમજી શકું, તો તે ઉચ્ચાર કરનારનો હું શિષ્ય થાઉં.' એક વખત શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની પણ તેઓ મિથ્યાત્વના યોગે અવગણના કરી આવ્યા હતા; એવા તો એ ગાઢ મિથ્યાષ્ટિ હતા, પણ પ્રભુનું શાસન પામ્યા પછી તો તેઓશ્રીએ પોતે જ સૂચવ્યું કે-આત્મકલ્યાણ તો એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જ છે.” આમ સૂચવીને પોતે જ એકેએક મિથ્યાદર્શનનું ખંડન કર્યું.
આજના આડંબરી લોકો કહે છે તેવું જ જો ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પોતે માનતા હોત, તો પોતે પરમ જૈન બનીને એકેએક ઇતરદર્શનનું ખંડન કરત ? નહિ જ ! પણ કર્યું છે અને એથી “સેવરો' આ આદિ પદવાળી ગાથામાં તેઓશ્રી એમ જ કહે છે કે કોઈ જાતે યાને જન્મ શ્વેતાંબર હોય, દિગમ્બર હોય, બૌદ્ધ હોય, ગમે તે હોય, પણ જે સમભાવને પામે તે જ મુક્તિ મેળવે અને સમભાવને ન પામે તે મુક્તિ ન મેળવે !આથી શ્વેતાંબર કહેવરાવવા છતાં પણ જે શ્રી જિનેશ્વરદેવને કે તેમનાં આગમોને ન માને, તેને મુક્તિ ન જ મળે.” એ નિશ્ચિત છે અને સ્પષ્ટ છે કે “જાતે ગમે તે હોય, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલી મુખ્ય વસ્તુ પમાય તો જ કેવળજ્ઞાન થાય.”
ક્ષપકશ્રેણિ વગર કેવળજ્ઞાન ન થાય : અપ્રમાદયુક્ત સર્વવિરતિ વગર ક્ષપકશ્રેણિ ન આવે, સમ્યકત્વ વગર સર્વવિરતિ ન આવે, મિથ્યાત્વ ગયા વગર સમ્યકત્વ ન આવે, અપૂર્વકરણ કરી ગ્રંથિભેદ વગેરે કર્યા વગર મિથ્યાત્વ જાય નહિ અને તે વિના શુદ્ધ સમ્યકત્વ આવે નહિ. આથી એ સ્પષ્ટ જ છે કે – કારણ હોય તેને જ કારણ તરીકે સ્વીકારી શકાય.
કોઈને ઝાડ દેખીને અથવા કોઈને મડદું દેખીને અથવા બીજી કોઈ વસ્તુને જોઈને કોઈ પણ આત્માને વૈરાગ્ય આવે. હૃદયમાં સંસારની અસારતા ભાસે, પણ એ કંઈ વૈરાગ્યનું પ્રબળ કારણ નથી. કારણ કે એથી વૈરાગ્ય જ થાય એવો નિયમ નથી. શ્રી વીતરાગની મૂર્તિ દેખીને તો એકેએક પુણ્યશાળી આત્માને