________________
179
૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15
૧૭૯
ધર્મક્રિયાને ગૌણપણે માને છે તેનું કારણ :
અહીં જે કહેવાય છે તે જેનામાં હોય તેને લાગુ પડે, મારામાં હોય તો મને પણ લાગુ પડે, ઇરાદાપૂર્વક કોઈને કહેવાની ભાવના જ નથી. મારી તો એ ઇચ્છા છે કે જગતમાં કોઈ નાસ્તિક ન હોય અને બધાને આસ્તિકનો ચાંદ અપાય તો સારું, પણ વર્ણન કરતાં જ્યાં એવું હોય ત્યાં લાગુ પડે એમાં ઉપાય નથી. અંગ પર ચીકાશ હોય અને ધૂળ લાગે એમાં દોષ કોનો ? પડનારને કાદવ લાગે એમાં વાંક કોનો ? ખામીવાળામાં ખામી હોય એમાં વર્ણન કરનારની ખામી ન મનાય. કેટલાક કહે છે કે ‘વાત તો બધી સાચી પણ રોજ કહીને કામ
શું ?' હું કહું છું કે તો પછી પાટે બેસવાનું કાંઈ પ્રયોજન રહેતું નથી. સાચાને સાચું અને ખોટાને ખોટું, કરણીયને કરણીય અને અકરણીયને અકરણીય જો કહેવું જ હોય તો, પાટે શા માટે બેસવું જોઈએ ? એમાંયે અમે તો શાસ્ત્રને આધીન. આ આગમમાં પંક્તિઓ આવે, તે છુપાવાય શી રીતે ? અહીં પાટે બેસીને આ આગમના અક્ષર છુપાવનાર તો ભયંકર ચોર કહેવાય. હાથમાં નીસૂત્ર હોય, તેમાં જે વાત આવે, ટીકાકાર મહર્ષિ જે વાતનો ભાવ સ્પષ્ટ કરતા હોય, ત્યાં તે વાતને ગળી જવાય શી રીતે ? ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા તો કહે છે કે ૧“ધર્મગ્રંથને ઓળવનાર પરમપદનો પ્રગટ ચોર છે અને તેઓથી મોક્ષમાર્ગનું વહન ન થઈ શકે.”
આ બધી વાતો ઉપરથી સ્પષ્ટ થઈ ગયું પરલોકને સુધારનારી ક્રિયાઓને ‘હૃદયપૂર્વક ન સ્વીકારવાથી તેના સ્થાને આ લોકની આરંભાદિ ક્રિયાઓને પ્રધાનપદ આપવું એ જ નાસ્તિકતા !' કેટલાક કહે છે કે - એ લોકો ગૌણપણે પણ ક્રિયા રાખે તો છે ને ! પણ ન રાખે તો તેઓનો ધડો પણ કોણ કરે ?’ જરૂર જ નથી’- એમ કહી દે તો જૈનનો નાનો બાળક પણ તેનું માને કે સાંભળે નહિ, એટલે એ ક્રિયાને ગૌણપણે પણ રાખવી તો પડે છે, પણ દુનિયાની ક્રિયાઓને પ્રધાનપદ આપે છે. પરિણામે જેમ જેમ દુનિયાની ક્રિયાઓ વધે, તેમ તેમ આ ક્રિયાઓ ઘસાતી જાય.
આ વિશ્વમાં લક્ષ્મી જ એક સાર છે, એને મેળવવી જ જોઈએ, એમાં જ આત્માનો ઉદય છે, એને પેદા કરવામાં ગમે તેમ કરવું પડે તોયે હ૨કત નહિ ’ આવું માનનારો દાતાર બને એમ માનો છો ? ‘શરીરથી જ બધું છે, માટે પહેલું શરીર'
૧. અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે;
પરમપદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે. ૬ ઢાળ-૧
- સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ-૧૨૫, ગાથાનું સ્તવન