________________
૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16
સંસારતા૨ક છે, એની ભક્તિ ક૨વી જોઈએ.' મૂર્છા છોડ્યા વગર તેમની ભક્તિ થઈ શકતી નથી. જે લોકો આરંભ-સમારંભ પરિગ્રહ છોડી શકતા નથી; તેમને એ બધું છોડાવવા માટે આ જિનપૂજાની વિધિ છે. જેઓએ એ સઘળુંય છોડ્યું તેમને માટે નથી. અહીં એક પણ વાતનો આગ્રહ નથી. સાધુને પૂજા કરવાનું કહ્યું ? નહિ જ. પરંતુ સાધુને પણ મંદિરે જવાનું તો ખરું જ. જ્યારે અપ્રમત્તાવસ્થા આવે, ત્યારે એ પણ નહિ.
191
૧૯૧
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક પણ વાતમાં એકાંત નથી. પણ પોતાને ચોથે ગુણઠાણે ગણાવતો હોય. તિજોરીમાં એક કરોડ પડ્યા હોય, ગળામાં માણેકના હાર પહેર્યા હોય અને એમ કહી દે કે - ‘દ્રવ્યપૂજાની જરૂર નથી, હૃદયમાં મૂર્તિ છે' એ ન જ ચાલે. ગળામાં વળગાડેલા હીરા-માણેકરૂપ પથરામાં સચેમાર્ચ, તિજોરીના કોડમાં ગાંડાઘેલા થાય, એને દ્રવ્યપૂજનના આલંબન વિના કેમ ચાલે ? ઘ૨માં અરીસોં અને ફરનિયર આદિ તુચ્છ વસ્તુને જોઈ ગાંડોથેલો બનીને, પોતાની જાતને પણ ભૂલી જઈ નાચ્યા ક૨ના૨ને શ્રી જિનમૂર્તિ અને દ્રવ્યપૂજાનું આલંબન ન જોઈએ ? જોઈએ જ, છઠ્ઠ ગુણઠાણે હોય, ખાવાપીવાની બધી ક્રિયા કરે અને ધર્મક્રિયાની જરૂર નથી એમ કહે, એ કેમ ચાલે ? ધર્મક્રિયાની જરૂર નથી તો ખાવાની જરૂર શી ? શરીર ચાલ્યું ન જાય માટે ખાવું, તે રીતે ધર્મ ભુલાય નહિ માટે ધર્મક્રિયા પણ કરવી. એમાં વાંધો શો ?
પૂજા અનેક પ્રકારે કહી છે. આઠ પ્રકારે, સત્તર પ્રકારે, એકવીસ પ્રકારે, એકસો આઠ પ્રકારે-એમ અનેક પ્રકારે કહી, એ બધાનો હેતુ આરંભ, સમારંભ અને પરિગ્રહ આદિથી મુક્ત કરાવવાનો જ છે. ભગવાન તો વીતરાગ છે. એ. હીરાના હાર માગતા નથી, પણ જિનપૂજાની ક્રિયા, એ મૂર્છા છોડવાનું સાધન છે.
ર્યપૂજા આત્માને ઊંચે લઈ જનાર છે ઃ
આજનાઓ કહે છે કે - ‘ભગવાનની અંગરચના વડે ભગવાનને પરિગ્રહી બનાવી એમનો આદર્શ ભુલાવ્યો !' પણ આ સત્ય નથી. ‘હું એક હીરો પહેરું છું અને મારા ભગવાન લાખ હીરા પહેરે છે માટે પરિગ્રહી છે' - આવી ભાવના ભગવાનની અંગ૨ચના જોઈને કોઈને થાય છે ? જો થતી હોય તો તો તેઓનું કહેવું વિચારવા લાયક ગણાય ! પણ થતી જ નથી, ઊલટી- ‘કેવા પુણ્યશાળી પુરુષો પડ્યા છે, કે જે ભક્તિ પાછળ આટલો વ્યય કરી પોતાની લક્ષ્મીને સાર્થક કરે છે !’. આવી ભાવના તો જરૂર થાય છે.