________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
કાર્યવાહીને ઉન્નતિની કાર્યવાહી તરીકે ઓળખાવવાનું ડહાપણ કરવું છે અને પાછા પોતે શ્રી જૈનશાસનમાં છે એમ મનાવવું છે, તેઓ માટે શ્રી જૈનશાસનમાં જરા પણ સ્થાન નથી.
એદી કોણ અને ઉદ્યમી કોણ ?
અત્યારની બધી કળાઓ અને વિજ્ઞાનીઓથી શોધાયેલી બધી શોધો, ભગવાન શ્રી મહાવી૨દેવની દૃષ્ટિ બહાર હતી, એવું તો તે જ કહી શકે, કે જેને ભગવાન શ્રી મહાવી૨દેવની સર્વજ્ઞતામાં શંકા હોય ! વર્ષોની મહેનત પછી જે જે વસ્તુઓનું સંશોધન થયું તે વસ્તુમાત્ર પ્રભુને તો હાથમાં રહેલા આમળાની માફક સાક્ષાત્ હતી; તે તારકની કૈવલ્યદૃષ્ટિથી એમાંનું કશું જ પરોક્ષ ન હતું; છતાં તે તારકે તે વસ્તુઓ પ્રત્યે વિશ્વને ન જોડ્યું, એમાં કાંઈ હેતુ તો હશે જ ને ? અને તે હેતુ એ જ કે-વિશ્વના જીવો, પાપપ્રવૃત્તિમાં મગ્ન થઈ સંસારસાગરમાં ડૂબી ન જાય. અરે, અત્યારે તો હવે એ શોધ કરનારા લોકોના જ પોકાર ઊઠી રહ્યા છે. કે - આજે જે સાધનો પેદા કર્યાં, તે જ સાધનો જીવનમાં બાધારૂપ થયાં. બધા લોકોને એક સેકન્ડમાં ખલાસ કરવા હોય, તો આજે કેટલી વાર ? એવી તમામ સામગ્રી આજે તૈયાર થઈ છે, પણ પાપની સામગ્રી વધારે મેળવવાથી પરિણામ શું આવે ? એવી સામગ્રી મેળવી આપવાનું કારણ શું ? ‘એક માનવીને મારવો કેવી રીતે ?’ એ માટે અનેક વિચાર કરવા પડે એ સ્થિતિ સારી કે સેંકડો માણસોને એક સેકંડમાં ખલાસ કરાય એવી સામગ્રી પૂરી પાડવી એ સારી ?
૧૭૪
174
આ લોકો તો માને છે કે પૂર્વે આવું જ્ઞાન નહોતું. એમની આ માન્યતા જોઈને ભગવાનના શાસનથી સુપરિચિત આત્માઓ તો કહે છે કે, ‘આ કૂવાના દેડકાઓને કશું ભાન જ નથી, દુનિયાની બધીયે ચીજો ભગવાન શ્રી મહાવીરદેવને હસ્તામલકવત્ હતી; દુનિયાની એકેએક વસ્તુ, વસ્તુના એકેએક ધર્મ અને જીવોના એકેએક પરિણામ પણ પ્રભુને દૃષ્ટિ સમક્ષ હતા, છતાં અમુક અમુક ઉપાદેય તરીકે પ્રકાશમાં ન મૂક્યું, એનો હેતુ હશે કે નહિ ?' એ હેતુને તો આજના અર્થકામના ઉપાસકો યાદ જ નથી કરતા.
વિજ્ઞાન વધવાથી આત્મા આગળ વધી રહ્યો છે, એમ માનો છો ? દિ’ ઊગ્યે જે નવાં કા૨ખાનાંઓ, નવા યંત્રો, નવા સાંચાઓ, નવી ધમાલો ઊભી થાય, તે ચડતીની નિશાની છે કે પડતીની ? કહેવું જ પડશે કે પડતીની. છતાં પણ આ લોકો તો કહે છે કે, જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરતાં પહેલાં હવે સાધુઓએ વિજ્ઞાન શીખવું પડશે અને એને અનુસરીને સિદ્ધાંતની વાતો યોજવી પડશે. જો તેઓ આવું કરશે તો જ સિદ્ધાંતવેદીઓ કામ કરી શકશે.' વળી એમ પણ કહે છે કે‘આપણી