________________
116
૧૧૬
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – તો સાંભળ્યું-એમ કહેવાય કે નથી સાંભળ્યું એમ જ કહેવાય ? અને નથી સાંભળ્યું એની જ આ પંચાયત છે. હૃદયમાં સંયમધર્મ વસ્યો નથી, એની જ આ બધી ધાંધલ છે. વસ્યો હોય તો જન્મીને સમજે ત્યારથી મરે ત્યાં સુધી આ જાપ હોય, ઘરમાં શિક્ષણ પણ એ હોય; આજનું બહારનું શિક્ષણ તો પેટ ભરવા માટે છે, કે જે પેટ તો એક દિવસ ફૂટવા તથા સળગી જવા સર્જાયું છે ! ખરું શિક્ષણ તો આ છે અને એ શિક્ષણનું તો ઠેકાણું પણ નથી. પડવાની ભાવનાવાળા પણ ચડે ક્યારે ?
તમને સાધુપુરુષો તો ઘણા મળ્યા, પણ તમે એમનો સદુપયોગ કર્યો કે દુરુપયોગ ? છોકરો ગરીબ મટી લાખો લાવે તે ગમે, નવી દુનિયાનું નવું લાવે તે ગમે, પણ ઓઘી લે એ ન ગમે, એનું કારણ ? જે નહોતું એ લે ત્યાં વાંધો શો? નવું લેવા-લાવવાની ભાવના ક્યાં ગઈ? આજ તો કોઈ સંયમ માટે તૈયાર થાય એટલે બધા કહે કે-“ઓળખ્યો, એ તો દેવાળિયો, અરે ! કાલે તો મારે ત્યાં આંટા મારતો હતો.” - વિગેરે વિગેરે અછતા દોષો પણ ઊભા કરે. પણ કોઈ પૂછે કેતેં શું કર્યું એ તો કહે ! તમે-અમે ટકે શેર વેચાણા એ યાદ નથી ? આવ્યા ક્યાંથી ? નિગોદમાં કિંમત શી હતી ? એવા પણ તમે જો આવા બન્યા, તો કાલનો આંટા મારનારો આજે સાધુ બને, એમાં લાંછન શું છે ?'
શ્રી સંઘના હૃદયમાં શું હોય ? એ બોલે શું ? રથરૂપ બનવાને બદલે જુદા બનાય, એ કેમ પાલવે ? “હજારોને ચડાવશું તો કો'ક દિવસ અમે પણ ચડશુંએવી શ્રી સંઘની ભાવના હોય. ધર્મની ભાવનાથી ધર્મ કરવા આવનારની પૂર્વકરણી તરફ જોઈ, શ્રીસંઘ તેને ધર્મ કરવાની સહાય કરવાને બદલે, તું યોગ્ય નથી એમ કહે ? દવા લેવા આવે એને જોઈને વૈદ્ય એમ કહે કે-“તું તો રોગી છે. માટે ચાલ્યો જા ?' આમ કહેનાર વૈદ્યને ડાહ્યો આદમી તો કહી દે કે-એ રોગી હતો માટે તો આવ્યો ! તાવ તથા ખાંસી ન હોત તો શું કરવા આવતા ?'
શ્રી જિનેશ્વરદેવ એ ધનવંતરી વૈદ્ય જેવા છે. એના અભાવમાં “શ્રીસંઘ' એ પણ વૈદ્ય જેવો છે. એ સંઘવેદ્ય તે રોગી પર મહેરબાની કરે કે ચીડિયાં કરે ? પચીસમા તીર્થકર જેવા થઈને બેસવાની ઇચ્છા રાખનાર કેવા હોય ? અત્યારનું વાતાવરણ ઘણું વિરૂપ છે, માટે હવે વ્યક્તિગત તૈયારી કરવી પડશે; સમષ્ટિગતની વાત બહુ મુશ્કેલ છે. પથ્થરના ઢગલામાં છુપાયેલા-ઢંકાયેલા હીરાને વીણીવીણીને અલગ કરવા પડશે. હિરાનો નાનો ઢગલો અલગ બનાવાય, તો પથ્થરનો મોટો ઢગલો એની મેળે કિંમત વગરનો થઈ જાય. જો પથ્થર ભેગા હીરા પડ્યા રહ્યા, તો હીરા પણ પથ્થર ભેગા પથ્થરની કિંમતે