________________
145
- ૧૨ સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12
- ૧૪૫
સંખ્યાબળના નામે શંભુમેળો ન જોઈએ:
સભઃ સગવડ પૂરી પાડવાથી સંખ્યાબળ વધે કે નહિ ?
સંખ્યાબળનો ઇન્કાર નથી, પણ કેવી સંખ્યા વધારવી છે ? સંખ્યા એવી રીતે વધારાય, કે જેથી આનો (આગમનો-ધર્મનો) નાશ થાય. એવી સંખ્યા વધારવી શું કામની કે જે ચાર વધેલા બીજા ચાલીસને ધર્મથી પતિત કરે ?
મુંબઈનો સંઘ મોટો, વસ્તી આશરે વીસ હજારની, તે એકત્ર થાય અને એક જણ આગમની વાત કરે અને એક આગમ વિરુદ્ધ વાત કરે, એવે વખતે એકત્રિત થયેલામાંથી મોટી સંખ્યા જો આગમ વિરુદ્ધ વાત તરફ ઢળતી હોય, તો એવી મોટી પણ સંખ્યા શું કામની ? એવી જાતના સંખ્યાબળ કરતાં થોડા પણ આગમ તરફ જ ઢળનારા હોય એ સારાને ? માટે સંખ્યાની ગણતરીમાં ભલે મોટો ભાગ હોય, પણ આને (આગમને) ન માને તો શું કામનો ? એવાઓથી જુદા પડવાની જરૂર છે.
“કંદમૂળમાં અનંતા જીવો છે” - “અપકાયમાં અસંખ્યાતા જીવો છે' - આ શાસ્ત્રીય વાતને હમ્બગ કહી ધર્મની મશ્કરી કરનારા ટોળાથી રાજી થવાનું કશું જ કારણ નથી. એવા ટોળાથી તો અલગ જ થવું યોગ્ય છે. કારણ કે-ઇતરનું તો કોઈ ન માને, પણ આ તો પોતાને જૈન જણાવે, તેમાં પણ ગ્રેજ્યુએટ, સોલિસિટર, બૅરિસ્ટર અને બાર એટ લૉ-કહેવરાવે અને પછી ધર્મથી વિરુદ્ધ બોલે, એટલે બીજું શું સમજે ? થોડાં વર્ષો પહેલાં પ્રાશ્ચાત્યોને પણ જૈનસાહિત્યના વાંચનથી એ અસર થઈ હતી કે-જો આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી મહારાજ જેવા સદ્ગુરુ સાક્ષાત્ મળે, તો એમના શિષ્ય થઈએ.” એવા આજે નથી જણાતા, કારણ કે, જૈન નામધારીઓ ત્યાં પહોંચી ગયા ! આવી સંખ્યા પાંચ લાખની હોય તો પણ નકામી. એના કરતાં પચાસ હજાર સારા. નાની સંખ્યા પણ જો માર્ગચુસ્ત રહે તો એ ઉત્તમ, મોટી સંખ્યા પણ આગમસિદ્ધ વસ્તુને માનવાની ના પાડે તો તે નકામું. સંખ્યાનો એકલો શંભુમેળો કરવો નકામો છે. પોતાથી અમલ ન થાય, રક્ષામાં ભોગ ન અપાય, પણ રક્ષામાં કલ્યાણ તો માનવું જ જોઈએ ને ? લજ્જાથી શીલ પાળનાર પણ તરી જાય છે? - કમળની સુગંધ લેતાં આજના જીવોને આવડતી નથી. બ્રહ્મચર્યનો શુદ્ધ આદર્શ જૈનસમાજમાં કેવો મજાનો ખીલેલો છે ? જે અંગમાં વધુ ખરાબી છે તેને