________________
૧૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
-
168
* જૈનમાં આટલી તો યોગ્યતા જરૂર હોય કે - તે આત્માદિકને નહિ માનનારાને સાંભળે જ નહિ; જૈનનું નાનું પણ બાળક એવાની તો પડખે પણ ન જ જાય, પણ “આત્મા, પુણ્ય, પાપ તથા પરલોકને માનીએ છીએ.” એમ દંભથી કહેનારાઓને તો એ દંભથી અજાણ હોય ત્યાં સુધી સાંભળે છે અને એમ કહેનારાઓ ત્યાં ગોટાળા વાળે છે, એટલે ત્યાં જનતા ફસાય છે; માટે ટીકાકાર મહર્ષિએ એવાને ખુલ્લા પાડનારું સ્વરૂપ બતાવ્યું કે-અંગીકાર ન કરવાને કારણે જેના જીવનમાં પરલોકને સુધારનારી ક્રિયાઓનો આદર ન હોય તે નાસ્તિક; કેમકે-એ હૃદયથી પરલોકને માનતો જ નથી; મોઢે ભલે કહેતો હોય. જો માનતો હોય તો પરલોકને સુધારનારી ક્રિયા કરવાનું દિલ કેમ ન હોય ? ' '
લેવડદેવડ બરાબર કરનાર વેપારીની સ્થિતિ નરમ આવી જાય એ બંને બે હાથ જોડીને કહે કે-“હાલ નથી અને એ સ્થિતિને પામેલો વેપારી ‘દેવાળું કાઢવું કોને ગમે ?' એમ કહે તો તો એનું એ કથન સત્ય મનાય, પણ “જા ! જા ! માગે છે શું ?' આવું કહીને ઊભો રહેનાર અને પાછો ઉપરથી “દેવાળું કાઢવું કોને ગમે ?” એમ કહેતો હોય; તો તેવા કથનથી એ વ્યક્તિને દેવાળું કાઢવાનું નથી ગમતું એમ કેમ મનાય ? તેમ હૃદયમાં નહિ માનવાથી જેઓ પરલોક સુધારવાની ક્રિયા નથી કરતા તે નાસ્તિક છે. જૈન સંઘમાં થતી “શાસ્ત્રવિહિત ધર્મક્રિયાઓ વર્તમાન સમયમાં જરૂરની નથી' - એમ પરલોક આદિને હૃદયપૂર્વક માનનારો કહી શકે ખરો ? અને કહે તો તે કેવો મનાય અને કેવો કહેવાય ?
સભા: નાસ્તિક જ. દુનિયાની ચીજોની જરૂર અને ધર્મક્રિયાઓની નહિ?
દુનિયાની કોઈ વસ્તુ માટે, જરૂરત નથી એમ કોઈ કહે છે ? નહિ જ, ઊલટી આજે તો ખાનપાન અને રંગરાગ આદિની ચીજોની જરૂરિયાત તો વધારે મનાય છે. ગૃહસ્થ તરીકે આટલી આટલી ચીજો તો જોઈએ જ, એમ આજે મનાય છે. અમુક વિના ન જ ચાલે, એ માન્યતાને લઈને તો આજે ફરજિયાત અનેક પાપોનો ઉમેરો થયો છે. ત્રીસની આવકમાં પચાસનો વ્યય કરનાર પણ સિત્તેરની આવક થયે નેવુંનો વ્યય કરે છે, એટલે એની ત્રુટિ તો કાયમ જ રહે છે. આવક વધે એટલે કપડાં સારાં જોઈએ, અમુક અમુક તો જોઈએ જ, આ માન્યતા છે. જે જમાનામાં દુનિયાની ક્રિયાની જરૂરિયાતો વધે છે, તે જમાનામાં “આજે ધર્મક્રિયાની શી જરૂર ?' - એમ ધર્મગુરુ કહે અગર બીજો કોઈ કહે છે કેમ નભાવાય ? જે સમયમાં દુન્યવી વસ્તુની જરૂરિયાત