________________
1ss –– ૧૪: આસ્તિક કોણ? નાસ્તિક કોણ?-14 – ૧૯૩ વધેલી છે, વધી રહી છે, તે સમયમાં દુનિયાને મોહથી છોડાવનારી ક્રિયાઓની જરૂરિયાત વધારે છે કે ઓછી છે ? જેને ધર્મક્રિયાની જરૂરિયાત થોડી લાગે છે અગર બિલકુલ નથી લાગતી, એ સૂચવે છે કે તેનામાં સાચી પરલોકની માન્યતા જ નથી.
ધાડના સમાચાર મળે તો ખંભાતી તાળાં તો જોઈએ જ. પાપનો પ્રચાર ચાલુ હોય, વિષય-વાસના અને વિલાસો પગલે પગલે વધતા જતા હોય, તે વખતે, “ધર્મક્રિયાની જરૂર નથી' - એમ કેમ બોલાય ? દિ’ ઊગ્યે સરઘસ નીકળતાં હોય, દુન્યવી ઠાઠમાઠ વધતા જતા હોય, દુનિયા આખી જુદી જુદી દુન્યવી દિશામાં ખેંચાઈ રહી હોય, તે વખતે જીવોને ધર્મ તરફ ખેંચી રાખવા માટે ધર્મક્રિયાઓ જોઈએ કે નહિ ? ન કહે છે કે – “પરલોકની ક્રિયાની હાલ શી જરૂર છે ? જે લોકમાં જન્મ્યા તે લોકની ક્રિયા પૂરી થાય, પછી પરલોકની વાત.” તેની સામે કહેવું જ જોઈએ કે “જીવો ત્યાં સુધી, અર્થાત્ જન્મો ત્યાંથી મરો ત્યાં સુધી આ લોકની જરૂરિયાત તો મટવાની જ નથી, તો હવે પરલોકની ક્રિયા કરવાની રહી જ ક્યાં? એટલે ખુલ્લું જ કહોને કે – “અમારે પરલોકને સુધારનારી ક્રિયાઓનો ખપ જ નથી. વસ્તુત: તો તેવી કોઈ ક્રિયાઓમાં અમે માનતા પણ નથી !” માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા:. •
ગૃહસ્થોને એમ કહેવામાં આવે કે – “જો ભાઈ ! તમે ગૃહસ્થ છો, સંસારી છો, અમે તો સાધુ છીએ, અમારે ઘરબાર નથી એટલે કશાની જરૂર નથી. અમને ભૂખ લાગે તો ભીખ માગીને લાવીએ, તમારે તો બધું જાતે મેળવવાનું, તે મેળવ્યા પછી જ બને તો તમારે ધર્મ કરવો. એમાંથી પરવારો તો ફુરસદ મળે તો ધર્મ કરી લેવો, નહિ તો કાંઈ નહિ.” તો જે થોડા ઘણા પૂજા કરે છે, તેટલા પણ અમુક સમય પછી રહેશે નહિ. આજે ઘણા ધર્મક્રિયા કરનારા ઓછા થયા, એનું કારણ આવા ઉપદેશો પણ છે. માટે ઉપદેશકે પોતાનું સ્વરૂપ ન ભૂલવું જોઈએ. " “પોતાના સ્વરૂપને ભૂલી વિષયાસક્તિમાં પડેલા લોકો જેવો માગે તેવો ઉપદેશ આપવો' - એ તો માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા જ ગણાય. પૂજા, વ્યાખ્યાન, સામાયિક વગેરેમાં જે કાંઈ થોડી શુભ પ્રવૃત્તિ રહી છે, તે પણ ભૂંસી નાખવાની પ્રવૃત્તિ જો કોઈ કરે, તો તે આસ્તિક હોવાનો ડોળ કરવા છતાં પણ વસ્તુત: નાસ્તિક જ છે. આજે જે થોડી પણ ધર્મભાવના રહી છે કે – “દુખ વેિઠીને પણ જિનમંદિરમાં ચોખા તો લઈ જ જવા, સ્વાદ ઓછો કરાય તો વાંધો નહિ, પણ જ્યાં પૂજા કરું છું એ જિનમંદિરમાં રૂપિયો-બે રૂપિયા તો આપવા