________________
15. '
– ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ - 11.
૧૨૫ મેળવવા માટે પૂજીએ છીએ. તેથી જેમ દેવ, ગુરુ તથા ધર્મમાં પણ ‘સુનો વિચાર કરાય, તેમ સંઘ માટે પણ “સુ'નો વિચાર કરવો જોઈએ. સુસંઘને જ સંઘ તરીકે પૂજાય. કુસંઘનો ત્યાગ કરવો, એમાં કોઈ પણ જાતની હરકત છે જ નહિ. ધર્મનાશક સમુદાયોને સંઘ તરીકે માનનારાઓ પોતાના સમ્યકત્વનો નાશ કરી મિથ્યાત્વને ગાઢ કરે છે. મંદિરની જરૂર નથી, મૂર્તિની જરૂર નથી, સાધુની જરૂર નથી અને સામાયિક, પ્રતિક્રમણ વિગેરેની પણ જરૂર નથી-આ પ્રમાણે કહેનારાઓને અગર એવાઓને ઉત્તેજન આપનારા સમુદાયને શ્રીસંઘ તરીકે માનનારા માટે તો, જે શાસનનો નાશ સાડા અઢાર હજાર વર્ષ પછી થવાનો છે, તે આજે જ થયો એમ કહેવું પડે ! બીજો ઉપાય જ શો ? શ્રી જિનમંદિર આદિને ભારરૂપ માનનારા અને તેઓને ઉત્તેજન આપનારા, એ શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહી શકતા જ નથી. - સંયમની વાતમાં એમ કબૂલ કરીએ કે-“બધા રાજી હોય તો જ સંયમ લેવાય અને એક પણ નારાજ હોય ત્યાં સુધી સંયમ લેવાય જ નહિ', તો પરિણામ શું આવે એ વિચાર્યું છે ? સંયમ લેવા નીકળનારની પાછળ કોઈ પણ નારાજ ન જ હોય, એવું માનો છો ? કોઈ પણ રાજી ન હોય એ બને, પણ એક પણ નારાજ ન હોય એ બને? નહિ જ ! અને જો એ ન બને, તો છે તેટલા સાધુનું આયુષ્ય પૂરું થાય, પછી શાસનનું શું ?” પણ એ લોકોને શાસનની ચિંતા જ ક્યાં છે ? . કેટલાક તો કહે છે કે-“શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલવાનું છે એમ ભગવાન કહી ગયા છે, તો શાસન રહેશે જ. એના માટે ચિંતા શી ?” પણ એ ખબર નથી કે ભગવાન એ પણ કહી ગયા છે કે-શાસનનો નાશ કરનાર ને રોકનારા પણ જીવતા અને જાગતા રહેવાના છે અને પાખંડીઓનાં પાખંડને તોડનારા પણ જીવશે માટે જ શાસન રહેશે.' આ રીતના વસ્તસ્વરૂપને નહિ સમજી શકનારા અને સમજાવવા છતાં પણ સમજવા નહિ ઇચ્છનારા સમુદાયને શ્રીસંઘ તરીકે કોઈપણ રીતે માની શકાય જ નહિ. - શ્રીસંઘની આજ્ઞા શ્રી તીર્થંકરદેવની જેમ માનીએ પણ શ્રીસંઘની હોય તો! સાધુ પૂજ્ય ખરા, પણ મહાવ્રતધારી અને સૂત્રાનુસારી હોય તો ! કંચનકામિનીના ત્યાગી હોય તો જ !! જે ઉસૂત્રભાષી ન હોય તેની જ આજ્ઞા મનાય; પણ ગપ્પાં મારે તો સાધુ તરીકે ઓળખાતાની પણ આજ્ઞા ન જ મનાય. જે મુનિવર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વળગીને બોલે, તે જ મુનિવરની આજ્ઞા પ્રમાણ ! સાધર્મિક પૂજ્ય ખરો, પણ સાધર્મિક હોય તો ! તેમજ પ્રભુશાસનના