________________
૧૦ : સંઘ અને સાધુનું પરીક્ષક તત્ત્વ -10
છે અને જેની કશી પણ કિંમત ન હોય તેને માલદાર બનેલો જુએ છે, એટલું જ નહિ પણ તેને સલામ ભરી, આજીજી કરી તેની ગુલામી કરે છે, ‘પણ કાલનો ચોર આજે સારો બને' એ વાતને તેઓ નથી માનતા, એ જ ખૂબી છે ! તેઓ કર્મની થીયરીને અને આત્માની સ્વરૂપસત્તાને માનતા નથી, એ સૂચવે છે કેતેઓમાંથી વસ્તુતઃ સંઘત્વ નાશ પામ્યું છે.
111
૧૧૧
શ્રી કૃષ્ણ મહારાજાએ દાંડી પિટાવી ત્યારે એમ નહોતું કહ્યું કે-‘જેનામાં કોઈ પણ જાતનો દોષ ન હોય તે જ આવે !' કેમકે-એ જાણતા હતા કે-દોષ તો હોય જ, દોષ છે માટે તો નીકળે છે; દોષ ન થાય તે માટે તો દીક્ષા છે. કષાય હતા, મોહ હતો, સંસારના વિષયોની વાસના હતી, એ બધાને જીતવાને માટે તો આ સ્થાન છે; આ દીક્ષા એ ઉપાય છે. ભણેલા માટે નિશાળની જરૂર નથી, નિશાળની જરૂર તો અભણ માટે છે..
સંઘના આપેલા ત્રીજા રૂપકમાં જરા વધારે વાત છે, વજન વધારે છે, એ રૂપકમાં ફરજ વધે છે. ફરજની માત્રા વધે છે, સ્પષ્ટતા વધારે થાય છે. સાધનહીન ભટકતાને અરણ્યમાંથી મોક્ષે પહોંચાડવા શ્રીસંઘ ૨થરૂપ બને. હવે કોઈ પૂછે કે-એ અરણ્યમાં શું કરતો ?' ત્યાં તો એ બધું કરતો હતો; માનો કેખાતર પાડીને ખાતો હતો; હિંસાથી જીવન નિભાવતો હતો, જૂઠું-એ તો એનો આચાર હતો, ચોરીને તો એ જરૂરનું સાધન માનતો હતો, એની ઇન્દ્રિયો એવી બહેકેલી હતી કે એને મા-બહેનનું પણ ભાન નહોતું રહેતું, એની લાલસા એવી તીવ્ર હતી કે-જેનો કોઈ સુમાર નહોતો અને એના ગુસ્સાનો પાર નહોતો, પણ અંગ્રે· સદ્ગુરુના યોગે ધર્મ સાંભળ્યો, એ એને ગમ્યો અને એને એ ધર્મ · મેળવવાની ભાવાન થઈ; તેથી એ આવવાને તૈયાર થયો, તો શ્રીસંઘ તેવા આત્માને રથરૂપ બની લઈ જાય, પણ તેના દોષો ગણાવવા ન બેસે ! પૂર્વના દોષોં ગણાવી-‘તું ભાવનાવાળો થવા છતાં પણ ધર્મ માટે લાયક જ નથી’-એવું કહેવાની ધૃષ્ટતા સંઘથી ન જ થાય.
પૂર્વે ભયંકર પાપી હોવા છતાં પણ સદ્ગુરુના યોગે ધર્મને પામીને પોતે તરી ગયાનાં અને પરને તારી ગયાનાં દૃષ્ટાંતો કાંઈ ઓછાં નથી ! માટે જ પાપીને પણ ધર્મી થવામાં સહાય કરે, તે જ શ્રીસંઘ છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તરત જ સમજાય તેમ છે કે-શ્રી સંઘની પૂજ્યતાનો હેતુ જ એ છે, પણ એ વિચારે તો ને ?
શ્રી દૃઢપ્રહારી અને ખેડૂતનું દૃષ્ટાંત ઃ
દૃઢપ્રહારીને છેલ્લી ઘડીએ વૈરાગ્ય થયો છે. થોડીવાર પહેલાં તો એણે ચાર