________________
~ ૮ : શરણ કોને અપાય અને કોણ આપી શકે ? -8 —— ૮૫
કા૨ણે અગર સ્વાર્થના કા૨ણે માને છે-પૂજે છે, તે માર્ગના નાશક છે. ગુરુની આજ્ઞા માનવી એ વિધાન છે, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી આજ્ઞા કરે તો ?
85
સભા । માનવી.
જ
તો એ જ રીતે માબાપની પણ આજ્ઞા માનવાનું વિધાન છે, કેમકે-એમાં જ ઉભયનું હિત છે. પરિણામે હિતકારી આજ્ઞા ક૨વામાં મા-બાપનું હિત છે ને એવા આજ્ઞાપાલનમાં બાળકનું હિત છે ! હિતકર આજ્ઞા ન કરે એ બાળકનાં મા-બાપ બાળકના ઘાતક છે અને હિતકર આજ્ઞા ન માને એ બાળક ગુન્હેગાર છે. બાળક ઉન્માર્ગે ન જાય એ માટે મા-બાપને આજ્ઞા કરવાની છે. હેતુ બરાબર સમજો. શાસ્ત્ર કહ્યું કે-ગુરુ શિષ્યને સારણા (ભૂલેલું યાદ કરી આપવું), વારણા (અશુભ કાર્યથી રોકવું) ચોયણા (પ્રેરણા કરીને જાગ્રત કરવું), પડીચોયણા (વારંવાર પ્રેરણા કરીને જાગ્રત આદિ કરવો), વિગેરે ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે. માબાપ પણ યોગ્ય આજ્ઞા ન કરે તો દોષના ભાગીદાર છે. ગુરુ તથા માતાપિતાની આજ્ઞાનો હેતુ એ હોય કે-શિષ્ય તથા બાળક સન્માર્ગે જાય અને ઉન્માર્ગથી બચી જાય. ગુરુ કે માતાપિતા શિષ્ય કે બાળકના સન્માર્ગમાં વિઘ્ન ન કરે.
યોગ્ય આજ્ઞાના પાલનનું બાળક તથા શિષ્ય માટે વિધાન કર્યું. એ વિધાનને આઘું મૂકીને વર્તવાનો સમય આવે ત્યાં શું કરવું ? ગુરુ તથા માતાપિતા અહિતકર આજ્ઞા કરે, તો એમણે એમનું તો બગાડ્યું પણ એવી આજ્ઞાનું પાલન કરનાર પોતાનું તથા ગુરુ અગર માતા-પિતાનું (પોતાના માલિકનું) પણ બગાડે છે. પોતાના ગુરુ તથા મા-બાપનું પણ ભૂંડું ન થાય એ ઇરાદે એમની કરેલી અહિતકર આજ્ઞા ન માનવી, એ શિષ્ય તથા પુત્રની ફરજ છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી આજ્ઞા ગુરુ તથા માબાપ કરે, એ જાણવા છતાં શિષ્ય અથવા બાળક (પુત્ર) માને, તો પોતાના આત્માના ઘાત સાથે, ગુરુ અથવા માબાપના આત્માનો પણ ઘાત ક૨ના૨ થાય છે. યોગ્ય આજ્ઞા કરવામાં માતાપિતાનું, પોતાનું તથા પોતાના બાળકનું પણ કલ્યાણ સમાયેલું છે અને યોગ્ય આજ્ઞાનું પાલન કરવામાં બાળકનું પણ કલ્યાણ સમાયેલું છે, માટે શ્રી જિનેશ્વરદેવે એ વિધાન કર્યું.
પુત્ર માબાપની ભક્તિ કરે, સેવા કરે, બધું કરે. શાસ્ત્રે કહ્યું કે-માતાપિતાની આજ્ઞા ન માને તે પુત્ર જ નથી, પણ સાથે સાથે જ શાસ્ત્ર એ સંભળાવી દીધું કેએ જ માતાપિતા અહિતકર આજ્ઞા કરે અને એ આજ્ઞાને જો બાળક અહિતકર જાણે છતાં માને, તો એ બાળક પોતાનું બગાડવા સાથે માબાપનો પણ ઘાતક થાય છે. આ ન સમજીએ તો શાસ્ત્રની ચાવી હાથમાં ન આવે.