________________
૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ !
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૮, સોમવાર, તા. ૨૩-૧૨-૧૯૨૯
♦ કયો સમુદાય શ્રીસંઘ કહેવાય ?
• આજે સાધુ પાસે આજ્ઞા મનાવનાર કેવા છે ?
♦ ઉપકારી પુરુષોએ બાંધેલી મર્યાદાઓ ઉપકારને માટે છે !
• આજનું ધાર્મિક શિક્ષણ કેમ ફળતું નથી ?
♦ કથાનુયોગમાં આવતી વાતોને ખોટી કહેનાર અજ્ઞાની છે !
♦ શ્રી સંઘ દુન્યવી સ્વાર્થ ન જુએ :
૭ અયોગ્ય વાતો ફેલાવનાર શ્રી સંઘમાં રહેવા જરાય અધિકારી નથી :
♦ વ્યવહારકુશળતા અને ધર્મકુશળતાને કંઈ સંબંધ નથી. :
♦ ઉપકારપરાયણતાનું ઉત્તમ ઉદાહરણ :
૦. આવા વાતાવરણમાં વૈરાગ્ય આવે એ જ આશ્ચર્ય :
૭ ઇતરને બતાવો કે જૈન સંઘ તો ત્યાગી છે :
9
કર્યો સમુદાય શ્રીસંઘ કહેવાય ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો ગણી, શ્રીસંઘનું સ્વરૂપ બતાવનારી ગાથાઓ દ્વારા અનેક ઉપમાઓથી શ્રીસંઘની સ્તુતિ કરે છે.
સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને સૌથી પહેલી ઉપમા નગરની આપી છે. ધર્મી આત્માઓને વસવા માટે શ્રીસંઘ, એ સુંદર નગરરૂપ છે. શ્રીસંઘરૂપ નગર ચિરકાળ રહો અને જયવંતુ વર્ષો-એવી એકેએક કલ્યાણના અર્થી આત્માઓની અભિલાષા હોવી જ જોઈએ. ધર્માત્માઓને રહેવા માટે જો કોઈ સ્થાન હોય તો તે શ્રીસંઘ રૂપ નગર છે. શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તર ગુણરૂપી સુંદર ભવનો છે, શ્રુતજ્ઞાન રત્નરૂપ લક્ષ્મી છે, સમ્યગ્દર્શનરૂપી વિશાળ શેરીઓ છે અને રક્ષણ માટે ફરતો અખંડ ચારિત્રરૂપ કિલ્લો છે. આવા શ્રીસંઘરૂપ નગરમાં ધર્મની હાનિ હોય ? જે સ્થાનમાં ધર્મીને રક્ષણ ન મળે, તે સ્થાનમાં વસ્તુતઃ સંઘ જ નથી, એમ કહેવાય.
જે શ્રીસંઘરૂપ નગરમાં ઉત્તર ગુણોરૂપી ભવ્ય ભવનો હ૨કોઈ આત્માને