________________
૯૯
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ * ઉચ્છંખલા ટોળાને શ્રી તીર્થંકરદેવની સાથે બેસવું છે ! આચાર-વિચારનું ઠેકાણું નથી અને કહેવરાવવું છે-શ્રી તીર્થકર જેવું, એ તો ખૂબી છે !! આપણે જનતાને સમજાવવા માગીએ છીએ કે-અમારા શ્રી તીર્થંકરદેવ તે હતા, કે જે સંયમંધર થયા પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી પલાંઠી વાળીને જમીન ઉપર બેઠા નથી, જેમણે અનુપમ દાન દીધું છે : જેમણે ઘોર સંયમ પાળ્યું છે. જેમણે ઉત્કટ તપ આદર્યો છે અને ઉત્તમોત્તમ ભાવનામાં જેઓ મેરૂની માફક અડગ રહ્યા છે. એ રીતે અનંતજ્ઞાન મેળવ્યું છે. ત્યાર બાદ ધર્મતીર્થની સ્થાપના કરી છે. તે તીર્થની સેવામાં જે હૃદયપૂર્વક માને તે જ શ્રીસંઘમાં ગણી શકાય છે. જેને-“ચોવીસ સો વર્ષ પહેલાં ભગવાન મહાવીર થયા, એ વખતની વાતો આજ નહિ ચાલે–આ વિચાર આવ્યો, તે સ્વયંમેવ સંઘ બહાર થઈ ગયા છે. આ વીસમી સદીનું જ્ઞાન ભગવાન મહાવીરદેવને ન હતું એમ ન માનતા. એ ઉપકારી તો બધું જ જાણતા હતા. એ જ કારણે તે પરમ ઉપકારીએ જે વસ્તુ જે કાળે નાશ પામવાની હતી, તે વસ્તુને તે રૂપે પણ કહી. યથાખ્યાતું ચારિત્ર સૌથી ઊંચું, પણ કહ્યું કે-શ્રી જખ્ખસ્વામીજી પછી એ ચારિત્ર નહિ રહે. આથી શ્રી જબૂસ્વામીજી પછી સાધુપણું નથી, એમ ન માનતા. જે કાળે જેટલી વસ્તુથી આરાધના થઈ શકે, તેટલી જ કહી છે.
પ્રભુના શાસનમાં ચારિત્ર પાંચ પ્રકારનાં, પણ વર્તમાનમાં અમલ બે ચારિત્રનો ! જ્ઞાન પાંચ પ્રકારનાં પણ વર્તમાનમાં પ્રાપ્તિ ત્રણ જ્ઞાનની જ થઈ શકે. સાધુ પાંચ પ્રકારના, પણ વર્તમાનમાં બે પ્રકારના જ સાધુ હોઈ શકે. આમ બધામાં ભેદ પાડ્યો. શ્રાવકપણું કોઈ પાળી શકે નહિ, માટે આનંદ-કામદેવ જેવું શ્રાવકપણું પાળે એ જ શ્રાવક એમ ન કહ્યું! શ્રી ગૌતમસ્વામીજી મહારાજ જેવું મુનિપણું પાળે, એ જ સાધુ એમ પણ ન કહ્યું ! શ્રી ચંદનબાળા જેવી સાધ્વી એ જ સાધ્વી અને શ્રી શ્રેણિક મહારાજ જેવા હોય એ જ સમ્યગુદૃષ્ટિ તથા શ્રી સુલસા જેવી હોય એ જ શ્રાવિકા પણ બીજી નહિ-એમ ન કહ્યું. જો એમ કહ્યું હોત, તો તમે અને અમે હોત નહિ ! આવા તો તે ઉપકારી હતા. આજનું ધાર્મિક શિક્ષણ શાથી ફળતું નથી ?
સભા: આ કાળમાં અવધિજ્ઞાન ખરું ?
થઈ શકે. વસ્તુ છે, પણ શ્રુતજ્ઞાન પચાવવાની તાકાત નથી, ત્યાં અવધિની ક્યાં વાત કરવી ? કોઈને થાય એવો ઇન્કાર નથી, કેમકે-વસ્તુ છે, પણ આજ તો ચાર ચોપડી ભણેલો પોતાને વિદ્વાન ગણાવવા માગે છે, જરા પણ