________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે-“મિથ્યાદષ્ટિ અગર દુરાગ્રહી પાસે આગમ ધરવું તે આંધળા પાસે આરસી ધરવા જેવું છે. સંસારના પીપાસુ પાસે શાસ્ત્રની વાતો કરવી, તે બહેરા પાસે ગીત ગાવા જેવું છે.”
૧૦૦
શ્રીસંઘ, એ દુન્યવી સ્વાર્થ ન જુવે
મ
ઃ
100
શ્રીસંઘના સ્વરૂપની પાંચ ગાથા કહી, તેમાં નગરની, ચક્રની અને.રથ્ની ઉપમાની ત્રણ ગાથા અને કમળની ઉપમાની બે ગાથા છે. આમાં 'પણ સર્વવિરતિ, દેશિવરિત અને સમ્યક્ત્વ આવે છે. કોઈપણ ગ્રંથ વાંચો, ત્યાં સર્વવિરતિનું ધ્યેય પહેલું જ આવે. એ ધ્યેય પહેલું ન નીકળે, એ શક્ય જ નથી. દુનિયાના કોઈ પણ ગ્રંથમાંથી એ કાઢી શકાય. શાસ્ત્રે કહ્યું કે-‘મિથ્યાશ્રુત પણ સમ્યગ્દષ્ટિના હાથમાં આવે તો એમાંથી એ સમ્યજ્ઞાન મેળવે.” સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાના દરેક વ્યવહારને આત્મલાભમાં પલટાવે. જ્યારે આજના ઉશૃંખલો ધર્મવ્યવહારને પાપમાં લઈ જાય છે; પાપ માટે પલટાવે છે; કેમ કે, તેઓની દૃષ્ટિ જ ફરી ગયેલી છે.
માતાપિતાની આજ્ઞા માનવી'-માત્ર આટલી અધૂરી વાતથી ઘણા માર્ગભ્રષ્ટ થયા. માબાપ પરદેશ મોકલે અને કોઈને ભળાવે અને કહે કે-‘આને બાપ જેવો માનજે અને એની સલાહથી ચાલજે.' પછી મધ્યદરિયે પેલા સલાહકાર આવીને સાગરમાં કૂદી પડવાનું કહે, તો માનો ખરા કે ? માબાપે તો સારા માની ભળાવ્યા, પણ પાપી નીકળે તો એનો હુકમ તમે પણ માનો ? નહિ જ. મધ્યદરિયે દરિયામાં ફેંકી દેવા માટે તો માબાપે એને નહોતા ભળાવ્યા, એટલું તો તમે પણ સમજો છો. એ રીતે અનંતજ્ઞાનીએ પણ જ્યાં માબાપ વિગેરેની આજ્ઞા માનવાની કહી, ત્યાં એ ‘કેવા માબાપની ?’-એ વિચારણીય છે કે નહિ ? આત્માની કતલ કરનારા નાલાયકોને શરણે, શ્રી જિનેશ્વરદેવ કદી પણ સોંપે ખરા ? શ્રી જિનેશ્વરદેવના સેવક તરીકે એમની આજ્ઞા તમને બરાબર સમજાવવાનો અમને હક્ક છે અને અમારું એ કામ પણ છે, અને એ જ કા૨ણે આટલું કહેવું પડે છે.
શાસ્ત્ર કહ્યું કે-ઉત્સૂત્રભાષીની વાણી સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા.’ શ્રી જિનેશ્વરદેવની વાણીથી વિપરીત કહેનાર, ગમે તેવા વિદ્વાન હોય તોયે નકામા ! એની વિદ્વત્તાને એની સાથે જ જવા દો. એની વિદ્વત્તાનો લાભ લેવાની વાત કરવી, એ આત્માના નાશની વાત કરવા જેવી છે. આવા કા૨ણે તો જ્ઞાની જ્ઞાન સાથે લઈ ગયા. જે જ્ઞાન પાછળ ઝેર રૂપે પરિણમે, તેવા જ્ઞાનને જ્ઞાની કૃપણ થઈને નહિ, પણ દયાળુ થઈને સાથે લઈ ગયા.