________________
૯ : જૈન સંઘ એટલે ત્યાગની મૂર્તિ ! - 9
ધર્માત્માંઓનો ધર્મ જેઓથી ન ખમાતો હોય, તેઓ માટે આર્યદેશ અનુકૂળ નથી. નવ્વાણું ટકા ખોટી વાતોને જે માણસો કાબૂમાં રાખી કામ ચલાવ્યે જાય, એ શું સંઘ છે ? શ્રીસંઘની ફરજ શી ? શ્રીસંઘ તો એ છે કે - જે શાસ્ત્રદૃષ્ટિએ યોગ્ય રીતનો નિવેડો લાવે અને શાસનના દ્રોહીઓને યોગ્ય શાસન કરી, શાસનની સઘળી સુપ્રવૃત્તિઓને પગભર કરે.
103
૧૦૩
વ્યવહારકુશળતા અને ધર્મકુશળતાને કંઈ સંબંધ નથી !
સંયમનો અર્થ આવે, તો એને માટે શ્રીસંઘ-‘કમાતા નથી આવડતું, ઊભા રહેવાની કોઈ જગ્યા ન હતી, કંઈ ઠેકાણું ન હતું,' આવું આવું ન કહે. વિચિત્ર પ્રકારના કર્મના ઉદયને સમજનારથી એમ બોલાય જ નહિ. કોઈની શક્તિ વ્યવહારમાં હીન હોય, પણ ધર્મમાં દીપી નીકળે. સારા સારા આત્માને પણ વિચિત્ર કર્મોદય હોય છે.
શ્રીકૃષ્ણ મહારાજાના પુત્ર અને શ્રી નેમનાથસ્વામીના શિષ્ય ઢંઢણકુમાર, એટલે સંસારી અવસ્થામાં ત્રણ ખંડના માલિકના પુત્ર અને સાધુપણામાં ત્રણ લોકના નાથના શિષ્ય ! કહો, કાંઈ કમ વ્યક્તિ ગણાય ? નહિ જ.
લોક પણ ભક્ત, પોતે પણ સુપાત્ર અને આપવાની ચીજનો પણ સંપૂર્ણ સદ્ભાવ તે છતાં પણ એ મહાપુરુષને અંતરાયનો ઉદય એવો કે આહાર જ ન મળે. નગરી સારી અને ધર્મી લોકો શક્તિસંપન્ન તથા ઉદાર છતાં પણ, મહર્ષિ શ્રી ઢંઢણકુમારને ભિક્ષા ન મળે. કહો, એ કેવો કર્યોદય !
એક માણસ એવો પણ હોય છે કે-જેને વ્યવહારનું બધું આવડે અને ‘નમો અરિહંતાĪ' - આ એક પદ ઉદ્યમ કરવા છતાં પણ ન આવડે. ચક્રવૃદ્ધિ વ્યાજ આંગળીના વેઢે ગણે, પણ પોતાનું નામ લખતાં ન આવડે. આવા પણ માણસો દેખાય છે. માટે કર્મની વિચિત્રતાને સમજો. વ્યવહારમાં શક્તિ ન હોય છતાં અહીં ધાર્યું કામ આપે, કોઈને એમ કહેવાનો અધિકાર નથી કે-વ્યવહારમાં કાંઈ નથી કરતો એ ત્યાં શું ઉકાળશે ? સંઘ તો ઊલટું એમ બોલે કે-‘ભલે લાંબો પરોપકાર ન કરે, પણ જિંદગી સુધી અનન્ત આત્માઓને અભયદાન આપવા સાથે આત્મહિત તો કરશે ને ?' શ્રીસંઘની આ માન્યતા હોય.
શ્રીસંઘની પાસે સંયમી માટે કોઈ કાંઈ કહેવા આવે, તો સંઘ તો એને કહે કે-‘આ બધું હોય પણ હવે શું છે ?’ લેણદાર આવે તો લેણું સંઘ આપી દે. સંઘ સામાને કાંઈ બોલવા દે તો બોલે ને ? અરે, સંઘ લેણું આપવા તૈયાર થાય તો સારો લેણદાર પણ લેણું લીધા વગર હાથ જોડીને જાય. આજે તો પોતાની જાતને આગેવાનો કહેવરાવનાર લેણદાર પાસે જાય અને હુકમનામાં