________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
નાનું બાળક તો બાપ જ્યાં ઉતારે ત્યાં ઊતરે, જ્યાં મોકલે ત્યાં જાય, કેમકેએને ખાતરી છે કે આ બાપ છે. એ હરકત થાય ત્યાં તો મોકલે જ નહિ ! પણ એ જ બાળકને શંકા થાય કે - ઘ૨માં ઓરમાન માતા આવી છે અને બાપાજી એને આધીન છે, તો બાપ દીવાનખાનામાં મોકલે તો પણ બાળક એકદમ ત્યાં ન જાય! ‘રખે ત્યાં મારા ન ગોઠવ્યા હોય !' એવી શંકા એ બાળકમાં આવે ! બાળક તો બાપ મોકલે ત્યાં ચુપચાપ જાય, પણ જાણે કે-મા બીજી છે અને બાપાજી એમાં લીંન છે, તો પછી બાપાજી મોકલે ત્યાં એ બાળક ન જાય, મોકલે તો પણ આડે-અવળે ફરી આવીને ખોટું બોલે કે-જઈ આવ્યો, કેમકે-એને ડગલે ને પગલે કાવતરાની શંકા હોય. જેમ ગુરુમાં ગુરુતા, તેમ માબાપમાં માબાપપણું હોય તો આજ્ઞા માનવી. માબાપની યોગ્ય આજ્ઞા ન માને એ કુપુત્ર, પણ માબાપની અયોગ્ય આજ્ઞા માને એ પણ વાસ્તવિક રીતે કુપુત્ર છે !
૮૬
86
એક સૉલિસિટરનું કથન અને તેનો પ્રતિકાર
સભા એક સૉલિસિટર મને કહેતા હતા કે-‘રામવિજયને તો દુઃખગર્ભિત વૈરાગ્ય છે, માટે એની વાણી સચોટ છે; માટે એ સંસારને દુઃખમય કહી લોકને હેરાન કરે છે અને એથી એમનામાં કાંઈ મનુષ્યપ્રેમ નથી.' વૈરાગ્ય ત્રણ પ્રકારના છે : તેમાંથી એ સૉલિસિટર પોતાની જ્ઞાનચક્ષુથી મારા વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે ! વધુમાં એ સૉલિસિટર એમ પણ કહે છે કે - ‘દુ:ખગર્ભિત વૈરાગ્ય છે તેથી જ વાણી સચોટ છે.’ આ એક ન સમજી શકાય તેવી હકીકત છે, કારણ કે-એ સૉલિસિટરના કહેવા પ્રમાણે તો ‘જેની વાણી સચોટ તેનો વૈરાગ્ય દુઃખગર્ભિત' - આ પ્રમાણે માનવું પડે, પણ એ બને કેમ ?
શું તે સૉલિસિટર એમ મનાવવા માગે છે કે - ‘જેમ જેમ વાણી વધુ સચોટ, તેમ તેમ વૈરાગ્ય પણ વધુ દુઃખગર્ભિત ?' જો એમ જ કહેવા માગતા હોય, તો તો સર્વથી વધુ સચોટ વાણીથી સંસારની અસારતા અને સંયમની સુંદરતા બતાવતા પરમતારક શ્રી તીર્થંકરદેવના વૈરાગ્યને સર્વથી વધુ દુઃખગર્ભિત વેરાગ્ય કહેવાની ધૃષ્ટતા કરે છે ! ખરે જ, જો આવા પ્રકારની બુદ્ધિ તે ધરાવતા હોય તો મારી સમજ મુજબ તે એક દયાપાત્ર સૉલિસિટર છે, એમાં કશી જ શંકા નથી. આ એક બીજી વાત.
બીજી વાત : એ સૉલિસિટર કહે છે કે-‘સંસારને દુઃખમય કહી લોકને હેરાન કરે છે અને એથી એનામાં કાંઈ મનુષ્યપ્રેમ નથી ! આ વાત પણ એ