________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
રાજ્ય જાય, જાન જાય, તે હા-પણ શરણે આવેલાને પાછો તો ન જ સોંપાય. શરણાગતને પાછો આપે એ ક્ષત્રિય કુળ-કલંક લગાડનારો કહેવાય. શ્રીસંઘ રાજા છે, એને શરણે ધર્માર્થી આવ્યો, પાછળથી અધર્મના માર્ગે નાખનારા એને પકડવા આવ્યા, તો શ્રીસંઘ શું કરે ? ધર્માર્થીને કિલ્લામાં સંતાડે, એને બચાવવા માટે બહાર પહેરો મૂકે. ‘અમે શું કરીએ !' એમ કહ્યું ન ચાલે. નગર બનનારે ઉત્તમ આત્માઓને રક્ષણ આપવું જોઈએ. એટલી શરત કે-એ નગરનું શરણ લેનારો-એ નગરમાં વાસ માગનારો, વિષય-કષાયરૂપ સંસારને છેદવાની ભાવનાવાળો જોઈયે.
૮૨
82
પાંચેય પરમેષ્ઠી દીક્ષાવાળા જ છે ઃ
સંસારને છેદવાની ભાવનાવાળો હોય, એ જ શ્રીસંઘ નગરમાં વાસ માગે; સંસાર છેદવાની ભાવનાવાળો કદાચ ન હોય, તો તેને પોષવાની ભાવનાવાળો તો ન જ જોઈયે; એ છેલ્લામાં છેલ્લી હદ છે. પાપને પોષવાની બુદ્ધિ તો એનામાં ન જ જોઈએ ! શરૂઆતમાં બનવાજોગ છે ક-સંસારનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એને છેદવાની ભાવના ન થાય; પણ એનામાં પાપને પોષવાની વૃત્તિ તો ન જ હોય; એટલે એ માર્ગાનુસા૨ી થયો માટે એ પણ સંઘનગરમાં આવી શકે.
ધર્માર્થીની સંસાર છેદવાની ભાવનાને પૂરી કરવા માટે, એને કિલ્લામાં રક્ષણ આપ્યા પછી, શ્રીસંઘ એ ચક્રનું કામ કરે. ભગવાનનું જ્યાં શાસન હોય, ત્યાં જ એ નગ૨. શાસન ન હોય ત્યાં એ નગરનો નાશ જ થયો છે, એમ સમજવું. શ્રીસંઘરૂપ નગર પોતાના આશ્રિતને રક્ષણ આપી પછી ચક્રનું કામ કરે. શ્રીસંઘ, એ ચક્ર બની આશ્રિતને સહાયક થાય. શ્રીસંઘ સંસાર છેદવામાં સહાયક કરે, પણ સંસારને પોષવાની વાતમાં કદી સામેલ ન થાય ! રક્ષણ આપીને પણ શ્રીસંઘ રક્ષિતનો સંસાર વધે તેવી કાર્યવાહી ન કરે. સંસારરૂપી અરણ્યમાં ભટકતા આત્માને મોક્ષ નગરે પહોંચાડવા માંડે શ્રીસંઘ રથનું કામ કરે. નગર તરીકે તો જે આવે તેને રાખે, આવે એના હાથમાં ચક્ર તરીકે બને પણ જંગલમાં ભૂલા પડેલા આત્મા માટે તો સંઘ એ ૨થ બને.
શ્રીસંઘને ચોથી ઉપમા કમળની આપી. આ ઉપમામાં સંઘ, સ્વરૂપની સ્પષ્ટતા પૂરી થાય છે. શ્રીસંઘના નાયકપદે સૂરિમહારાજા એટલે મુખ્ય તો એ જ કહેવાય. શ્રી અરિહંતદેવ તો નિર્વાણ પામ્યા. શ્રી સિદ્ધ ભગવાન પણ સઘળાંય કર્મોનો ક્ષય કરીને મુક્તિપદે બિરાજ્યા છે. ત્યારે હવે વર્તમાનમાં વિચરતા ‘આચાર્ય’, ‘ઉપાધ્યાય’ અને ‘મુનિવર’ - આ ત્રણ પુણ્યપુરુષો છે. આપણે ‘શ્રી અરિહંત, સિદ્ધપ૨માત્મા, આચાર્યદેવ, શ્રી ઉપાધ્યાય અને સાધુ મહારાજ' -