________________
શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત જોઈએ કે તેઓ આ ભાગ્યવંતી ભારતભૂમિના ચળકતા કહીનર (હીરા) હતા; તે કેણ? તે કે “કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ. 2 આ પ્રમાણે (પીટસને) મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમ જ એવો એક પણ વિષય (બાબત) અવશિષ્ટ (બાકી રહેલા) નથી, કે જેની ઉપર તેઓશ્રીએ પિતાની લેખિની (કલમ; લેખણ) ન ચલાવી હોય. વળી તે જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ચરિત્રાદિના અપૂર્વ, પુષ્કલ ગ્રંથના બનાવનારા, બાલબ્રહ્મચારી, સદ્ગુણસંપન્ન, મહા પ્રતિભાશાલી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે “અન્યાગ વ્યવદ દ્વાત્રિશિકા” નામના ન્યાયગર્ભિત સ્તુતિગ્રંથમાં ત્રિશલાનંદન, કાશ્યપગોત્રીય, ચરમ તીર્થકર, વર્તમાન જિનશાસનાધિરાજ, સમતાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે
I ૩પનાતિવૃત્ત I. अन्योऽन्यपक्षप्रतिपक्षमावाद-यथा परे मत्सरिणः प्रवादाः नयामशेषानविशेषमिच्छन्-न पक्षपाती समयस्तथा ते ॥१॥
સ્પષ્યાર્થ–હે પ્રભો! બીજા દશનો એક બીજાના મતનું ખંડન કરવામાં બહાદુરી માની રહ્યા છે. અને એકેક નયના વિચારને (ગેરવ્યાજબી છતાં) વ્યાજબી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દષ્ટાંત તરીકે સમજવું કે-એકલા આજુસૂત્ર નય નામના ચેથા નયના વિચારને આધારે બોદ્ધ દર્શન પ્રકટ થયું. બીજા સંગ્રહ નયમાંથી વેદાંત મત પ્રકટ થયા. તથા પહેલા નૈગમ નયમાંથી સાંખ્ય યોગમત અને વૈશેષિક મત (આ બે દર્શન) પ્રકટ થયા. અને શબ્દ નયમાંથી શબ્દ-બ્રહ્મજ્ઞાનીને મત પ્રકટ થયો. પરંતુ જેન પ્રવચન એ એક ઉત્તમ પ્રવચન છે કે, જે સર્વ નયોથી ગુંથાએલું છે. એટલે તમામ નોને ભેગા કરીને દરેક પદાર્થના નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપને જણાવે છે, માટે જ તે બીજા બધાં પ્રવચનમાં અગ્રગણ્ય અને શ્રેષ્ઠ છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. આ બાબતમાં જુઓ સાક્ષિ પાક:
(શાર્દૂ વિદિતવૃત્ત) बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात् ।
सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः ॥ ૧–(૧) જન્મ-વિ. સં ૧૧૪૫ કાર્તિક સુદી ૧૫ ધંધુકા. (૨) નામ ચાંગદેવ, (૩) દીક્ષા-વિ સં૦ ૧૧૫૦માં શ્રી દેવચંદ્રસૂરિજીની પાસે, નામ મુનિશ્રી સોમચંદ્ર. (૪) સૂરિપદ, વિ.સં ૧૧૬૬ અખાત્રીજ. વિજયમુદૂ, નામ શ્રી હેમચંદ્રસૂરિજી. (૫) મરણ વિ.સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની ઉંમરે. (૬) ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્ર, દયાશ્રય કાવ્ય, ગશાસ્ત્ર, અન્યાગ વ્યવચ્છેદ કાત્રિશિકા વગેરે ગ્રંથોની તેમણે રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org