________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
તીર્થંકરની અર્થરૂપે વાણી અને ગણધર ભગવંતોની સૂત્રરૂપે ગૂંથણી એવા અગિયાર અંગસૂત્રોમાં સાતમા સ્થાને ઉપાસક દશાંગ સૂત્ર છે. અંગસૂત્ર હંમેશાં ધ્રુવ હોય એટલે કે હોય જ. ઉપાસક દશાંગ તેમાંનું એક છે. આ સૂત્ર ફક્ત શ્રાવકના જીવનચરિત્ર આલેખવા માટે જ છે, જેમાં શ્રાવકોનો જ અધિકાર છે. શ્રાવકનાં નામ બદલાય પણ ૭મું અંગસૂત્ર શ્રાવકોનું જ રહે. તીર્થં ક૨, ગાધર, સાધુ-સાધ્વીઓના હૈયે જેના નામ હોય તે
શ્રાવકોના જીવન કેવા હોય? મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા ત્યારે ઉત્કૃષ્ટ શ્રાવકની સંખ્યા ૧ લાખ ૫૯ હજાર હતી. તેમાંના સર્વશ્રેષ્ઠ (top ten) આ દશ શ્રાવકો-આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુરાતક, કુંડńલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા તથા શાલિહીપિતા છે. આ દશ મુખ્ય શ્રાવકોના જીવનનું તાદેશ ચિત્ર (આલેખન) ૧૦ અધ્યયનમાં છે.
ઉપાસક દશાંગનું ગાથા પરિમાણ ૩૨ અક્ષરની એક ગાથા ગણતાં ૮૧૨ ગાથા છે. અસ્વાધ્યાય છોડીને પહેલા અને ચોથા પ્રહરમાં સ્વાધ્યાય થાય તેવું કાલિક સૂત્ર છે.
દશે શ્રાવકોના અયનમાં એક સરખી સર્વ સામાન્ય વાત એ છે કે તેઓ ધનસંપન્ન, સમૃદ્ધ અને વૈભવશાળી હતા. સંયોગવશ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું મિલન થાય છે, જીવનમાં પરિવર્તન આવે છે. શ્રાવક ધર્મનો સ્વીકાર કરે છે, જીવનને મર્યાદિત ને સીમિત બનાવે છે. દર્શ શ્રાવકે ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. ૨૦ વર્ષ સુધી શ્રાવક-ધર્મનું પાલન કર્યું, તેમાં છેલ્લાં છ વર્ષ ગૃહસ્થ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લઈને આત્મસાધના કરી અંતે એક માસનો સંથા૨ો ક૨ીને સમાધિમરણ થયું, પ્રથમ દેવલોકગમન ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી મુક્તિ ગમન કરશે.
દશ અધ્યયનમાંથી મેં અધ્યયનમાં-૯ અને ૧૦મામાં કોઈ વિશેષતા નથી. તેમની ધર્મસાધનામાં પુણ્યાનુયોગે કોઈ ઉપસર્ગ ન આવ્યો. વિશેષતાવાળા અધ્યયનમાં આનંદ શ્રાવકની દૃઢતા, કામદેવની વ્રતની દઢતા, કુંડકૌલિકની તત્ત્વની સમજણ, સકડાલપુત્રની સરળતા અને મહાશતકની પત્નીનો પ્રતિકૂળ સંયોગ છતાં ધર્મોપાસનામાં દઢતા રાખીએ પ્રેરણાદાયી અધ્યયનો છે.
જિનશાસન ગુદ્દાપ્રધાન છે, વૈષપ્રધાન નથી તે આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીના વ્યવહાર પરથી સિદ્ધ થાય છે. આનંદ શ્રાવકના આમરણાંત અનશનના સમાચાર મળતાં જ ગૌતમસ્વામીનું સ્વયં ત્યાં જવું, ત્યાં ગયા પછી આનંદની શારીરિક અશક્તિ અને ભાવોના વેગ નિહાળી તેની નિકટ જવું, તેના અવધિજ્ઞાન વિષયક વાર્તા લાપ કરવો વગેરે પ્રસંગો ગૌતમસ્વામીની ગુણ દૃષ્ટિને પ્રગટ કરે છે.
આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની વિશાળતા વિષયક શંકા થતાં અત્યંત સરળતાથી પ્રભુ પાસે તેનું સમાધાન કરવું, એટલું જ નહીં પરંતુ એક ગૃહસ્થના ઘરે જઈ ક્ષમાયાચના કરવી એ ગૌતમસ્વામીની મહાન સ૨ળતા, નમ્રતા અને પ્રભુ પ્રત્યેની સાચી
૨૫
નિષ્ઠાને અંતરશ્રદ્ધા છતી કરે છે. અહીં ઉલ્લેખનીય તો એ છે કે ગૌતમ સ્વામી પોતે ૧૪ પૂર્વધારી, દ્વાદશાંગીના ધારક, ૪ જ્ઞાનના ધણી, ૫૦,૦૦૦ સાધુઓના નાયક, ૮૦ વર્ષની ઉંમર, ૩૦ વર્ષનો દીક્ષાપય અને છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. આવા જ્ઞાની, તપસ્વી, ઉત્તમ પદના ધારક હોવા છતાં પણ સ્ખલના થઈ શકે છે. ત્યારે કોઈ પણ જાતનો આગ્રહ રાખ્યા વિના સત્ય સ્વીકારી, ક્ષમાયાચના કરી તે તેમનો ઉત્તમ ગુણ છે.
મહાશતક સિવાય નવે શ્રાવકોનું પારિવારિક જીવન સુખી હતું. તેઓએ તેમની પત્નીને ધર્મ કરવા માટે, તીર્થંકરના દર્શન કરવા માટે કોઈ જાતનું દબાણ કર્યું નથી પણ પ્રેરણા આપી છે. જે આજે ઘણી જ અનુકરણીય લાગે છે. ઘરના પ્રત્યેક સદસ્યોને યોગ્ય પ્રેરણા આપી બાર પ્રતધારી શ્રાવક બનાવવા જોઈએ તો જ મહાવીરનું શાસન ૨૧,૦૦૦ વર્ષ સુધી ટકી શકશે.
મુનિદર્શન માટે સામાન્ય નિયમ એટલે કે પાંચ અભિગમ જાણવા યોગ્ય છે. જે સચિત્તત્યાગ, અચિત્તનો વિવેક, મુખ ઉપર રૂમાલ અથવા પત્તિ, હાથ જોડવા, મનની સ્થિરતા છે.
વર્તમાનમાં ગૃહસ્થ સાધકો માટે આનંદ આદિ દશે શ્રાવકનું જીવન દિશાસૂચક છે. પોતાના ઘરમાં કેવળ ભોગ વિલાસ યોગ્ય જ વાતાવરણ ન રાખતાં, સાધના યોગ્ય સ્વતંત્ર સ્થાન રાખવું જોઈએ.
દર્શ શ્રાવકો પાસે કરોડોની સોનામહોર હોવા છતાં પ્રચુર સંપત્તિ અને ગૌધન હોવા છતાં તેમને મહાપરિગ્રહી શ્રાવક કહ્યા નથી, અલ્પ પરિચહી શ્રાવક કહ્યા કારણકે વ્રત સ્વીકારતી વખતે તેમની પાસે જેટલો પરિગ્રહ હતો તેમાં જ સંતોષ રાખ્યો. ઈચ્છાઓને સંયમિત કરી માટે સીમિત પરિગ્રહવાળા કહેવાય છે. અને જ્યારે પોતાને નિવૃત્ત થવું હતું તે સમયે છોડી પણ શક્યા. વ્યક્તિએ પોતાની નિવૃત્તિ સમયની એક મર્યાદા રાખવી જોઈએ. સાંસારિક અને સામાજિક જવાબદારીમાંથી નિવૃત્તિ લઈ સ્વેચ્છાથી ઘર-ધંધાનો કારભાર પુત્રને સોંપી વાનપ્રસ્થાશ્રમને ધર્મારાધનાથી શોભાવવો જોઈએ, જે આ દશે શ્રાવકોનાં અધ્યયન ચિંતન-મનન કરાવે છે.
બીજા અધ્યયનમાં કામદેવ શ્રાવકને ધર્મ સાધનામાં દેવકૃત ઉપસર્ગ આવ્યો. દેવે પિશાચ, હાથી અને સર્પનું વૈક્રિય રૂપ કરી કામદેવને ધર્મશ્રદ્ધાથી વિચલિત કરવા માટે પ્રયત્નો કર્યા પણ દેવ તેમાં સફળ થયો નહીં. ધર્મ કરનાર વ્યક્તિને કોઈ પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી. પરંતુ ધર્મશ્રદ્ધા એ વ્યક્તિને પ્રતિકૂળતામાં સહન ક૨વાની ક્ષમતા અને સમજણ આપી ધર્મમાં દૃઢ બનાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ કામદેવનું અધ્યયન છે. એવા પ્રિયધર્મીને દૃઢધર્મી શ્રાવકના વખાણ ખુદ ભગવાન મહાવીર કરે છે. એક શ્રાવક્રનું ઉદાહરણ સાધુ-સાધ્વી માટે પ્રેરક બને એ કાંઈ નાનીસૂની વાત નથી.
ચુલનીપિતા, સુરાદેવ, શુધ્ધશતક અને સકડાલપુત્ર એ ચારેય શ્રાવકને દેવકૃત ઉપસર્ગ આવ્યો. દેવે ક્રમશઃ ત્રણ પુત્રવધ કર્યા શ્રી ઉપાસક દશાંગ સૂત્ર