________________
કર્મસિદ્ધાંત-જીવનનો ઉજાગર દૃષ્ટિકોણ
] છાયા શાહ
ડૉ. છાયાર્બન પી. શાહ પંડિત પ્રભુદાસ બેચરદાસના જીવન ઉપર પીએચ. ડી કર્યું છે. ગુજરાત વિદ્યાપીઠના જૈન કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે. પર્યુષણમાં યોજાતી વ્યાખ્યાનમાળામાં પ્રવચન આપે છે. સારા કવિયત્રી છે. તેમના બે કાવ્ય સંગ્રહ પ્રગટ થયા છે.સારા લેખક છે. તેમજ જૈન ધર્મના અભ્યાસુ છે.]
દરેક ભારતીય દાર્શનિક અને નૈતિક વિચારધારાએ કર્મવાદને એક યા બીજી રીતે સ્વીકાર્યો છે. વેદ તેને માયા કહે છે. વૈશેષિક તેને અદૃષ્ટ કહે છે. બૌદ્ધ દર્શન તેને વાસના કે અવિજ્ઞપ્તિ કહે છે. દરેકે પોતાની રીતે કર્મવાદનું પૃથ્થકરણ કર્યું છે. જૈનદર્શને કર્મસિદ્ધાંતનું તદ્દન આગવી શૈલીથી નિરૂપણ કર્યું છે. જૈન દર્શને કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ કાંતણ કર્યું છે. આથી ધૃતર દર્શનો પણ કોઈ મત-મતાંતર વગર એ વાત સ્વીકારે છે કે જૈન દર્શને કર્મ સિદ્ધાંતની જે બુદ્વિગમ્ય, હૃદયસ્પર્શી અને ન્યાયપુરઃસર સમાલોચના કરી છે તે અન્ય ક્યાંય નથી.
આમ તો જૈન દર્શનના આ કર્મ સિદ્ધાંતને સમજવી હોય તો પાત્રતા પામવી પડે. આરાધના કરવી પડે અને ઉપાસના આદરવી પડે. પરંતુ આ લેખમાં માત્ર એક સીમિત દૃષ્ટિકોણ રાખી આ કર્મ
સિદ્ધાંતની સમજ રોજીંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે ? જીવનની વિવિધ શંકાઓ અને સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરે છે? જીવનના મૂલ્યો કેવી રીતે સમજાવે છે, ઉન્નતિનો માર્ગ કેવી રીતે ભૂસે છે તેની વાત કરવી છે. કર્મ સિદ્ધાંતની વાસ્તવિકતાને સ્પર્શની
છે.
સિદ્ધાંતની આ સમજથી પેલી વ્યક્તિમાં નવી આશાનો સંચાર થાય છે. જેમ જેમ આ મળેલી સમજ અનુસાર સત્ત્તાના આચરણ દ્વારા પૂર્વબદ્ધ કર્મોને નિર્જરીત કરતો જાય છે તેમ તેમ તેના સફળ પરિણામો પ્રાપ્ત કરતો જાય છે. અંતે નિષ્ફળતાની વેદનામાંથી સંપૂર્ણ પણે મુક્ત થઈ આનંદનો આકાશમાં વિહરણ કરે છે.
વર્તમાન સમયમાં માનવી વધુ ને વધુ એકલો થતો જાય છે, આ યોગીની એકલતા નથી. મૉબાઈલ, કૉમ્પ્યુટર વગેરેના અતિરેકથી માનવી તદ્દન એકલો થતો જાય છે. માનવી સામાજિક પ્રાણી છે તે વાત ભૂલાતી જાય છે. અમુક હદ પછીની એકલતા અનેક અનર્થો ઊભા કરે છે. તે ભયભીત બનતો જાય છે. લઘુતાગ્રંથિથી પીડાય છે. ગુંગળામણ અનુભવે છે. દુ:ખી બનતો જાય છે. અહીં કર્મ સિદ્ધાંતની સમજ આખી બાજી પલટાવી શકે છે. કર્મ સિદ્ધાંત આવી વ્યક્તિ સામે આત્મશક્તિનું દર્પણ ધરી દે છે. આ દર્પણમાં તે વ્યક્તિને તેનું શક્તિમય સ્વરૂપ બતાવે છે. તેને પ્રતીતિ કરાવે છે કે તું કોઈ સામાન્ય પ્રાણી નથી. તારી અંદર રહેતો આત્મા અનંત શક્તિનો માલિક છે. તને જો અવધિજ્ઞાન થાય તો તારી આત્મા બન્નેય લોકમાં રહેતા રૂપી (પુદ્દગલ) પદાર્થોને જોઈ શકે છે. તને જો મન:પર્યવજ્ઞાન
થાય તો તારો આત્મા એડી દ્વીપના સંક્ષી પંચેન્દ્રિય જીવોના સમગ્ર મનોગત ભાવીને જાણી શકે છે. અંતે જો કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તો તે સર્વ ક્ષેત્ર, દ્રવ્ય અને કાળ એક સાથ સામટું ગ્રહી શકે છે. તારો આત્મા અનંત શક્તિનો માલિક છે. તો પછી તું આવી માસિક પીડાઓ શા માટે ભોગવે છે ? તારી અંદર રહેલા આત્મામાં તો ત્રણેય ભુવન પર સામ્રાજ્ય કરવાની શક્તિ રહેલી છે. માટે ‘ઊઠ', ઊભો થા. શાસ્ત્રકારોએ બતાવેલો પુરુષાર્થ આદરી પૂર્વબદ્ધ કર્મોને નિર્જરીત કર, શુભકર્મો બાંધી આત્મશક્તિને જાગૃત્ત કર.
દર્પણમાં પોતાના આત્માનો આવા વૈભવ જોઈ પેલી વ્યક્તિને પ્રથમવાર આનં દની પ્રતીતિ થાય છે. તે પોતાની એકલતાને આત્મશક્તિ જાગૃત કરવામાં પલટાવી નાખે છે. કર્મસિદ્ધાંત એને સમજાવી દે છે કે તારું હિત તારા હાથમાં જ છે. આવી સમજ પ્રાપ્ત થયા પછી તે વ્યક્તિ આત્મશક્તિ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા માંડે છે, જેમ જેમ આત્મશક્તિઓ પ્રાપ્ત થતી જાય છે તેમ તેમ બધી જ માનસિક પીડાઓમાંથી બહાર નીકળતો જાય છે અને નિજાનંદમાં મસ્ત બનતો જાય છે.
જૈન દર્શન અનુસા૨ ‘કર્મ’ એટલે કોઈ કર્તવ્ય, ક્રિયા કે પુરુષકૃત પ્રયત્ન નહીં, પરંતુ કર્મ એટલે માત્ર ‘પુદ્ગલ પરમાણુઓનો પિંડ', માત્ર ભૌતિક પુદ્ગોનો જથ્થો, જે આત્માની શક્તિઓને આવરી વે છે. આચ્છાદિત કરે છે અને તેના વિપાકી ભોગવવા મજબુર કરે છે. કર્મ સિદ્ધાંતની આ વ્યાખ્યા ધ્યાનમાં રાખીને એ સિદ્ધાંત વાસ્તવિક રીતે કેવી રીતે સાંપ્રત સમયમાં ઉપયોગી છે, તેની ચર્ચા કરીશું.
સાંપ્રત સમય માત્ર ભૌતિક પ્રગતિને પોતાનું લક્ષ્યાંક માને છે. તેની આડઅસર રૂપે માનવી કેટલીક સમસ્યાનો ભોગ બન્યો છે.
પહેલી સમસ્યા છે “નિષ્ફળતા'. સાંપ્રત સમયમાં ભૌતિક સુખો પામવાની ઘેલછામાં વ્યક્તિ શક્તિથી ઉપર પામવાનો પ્રયત્ન કરે છે. પરિગ્રહ તેને અંધ બનાવે છે. ગજા ઉપરાંત પામવાની ઘેલછા તેને ક્યારેક નિષ્ફળ બનાવે છે, વ્યક્તિને જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે તે બધી રીતે ભાંગી પડે છે. તેની પ્રવૃત્તિ નિષ્ઠાણ બની જાય છે. પોતાની જાતે જ આશાના દ્વાર બંધ કરી દઈ, નિરાશાના બંધ બારણે તદ્દન એકલો બની જઈ ગુંગળામણ અનુભવે છે. આવા સમયે કર્મ સિદ્ધાંતની સમજ તેને હાથ પકડીને બહાર લાવે છે. તેને સમજાવે છે કે તેને મળેલ નિષ્ફળતા એ પોતે જ બાંધેલા કર્મોનો વિપાક છે. ઉદયમાં આવેલા કર્મોનો બીજો કોઈ પ્રત્યાઘાત આપવાને બદલે તેને સમતા અને સ્થિરતાથી સહન કરી લેવાનું કહે છે. પૂર્વે બાંધેલા કર્મને, સત્કૃત્યોના આચરણથી નિર્જરીત કરી શકાય છે. એ રીતે આ નિષ્ફળતાને સફળતામાં ફેરવવી એ તારા હાથમાં જ છે. કર્મ
૨૦૩
ઐતિહાંતની સમજ વ્યક્તિને અંધશ્રદ્ધાના વમળમાંથી બહાર કાઢે છે. વ્યક્તિ પોતાના વિઘ્નો, સમસ્યા, મુસીબતો વગેરેથી મુક્તિ પામવા ક્યારેક ચમત્કાર, દોરા, ધાગા, ભોગ વગેરે અંધશ્રદ્ધાના રવાડે ચઢી જાય છે. તેમાં ક્યારેક પૈસા, પ્રતિષ્ઠા ગુમાવે છે તો ક્યારેક નિર્દોષ જીવોનો ભોગ આપે છે. આવી વ્યક્તિ જો કર્મસિદ્ધાંત સમજે તો આ અંધશ્રદ્ધાનો ભોગ બને જ નહીં. પોતે જ બાંધેલા ક્રમ પોતે ભોગવી રહ્યો છે, એટલું જ નહીં પણ સત્કૃત્યો કરીને પૂર્વબંધકૃત કર્મોને તે શુભકર્મમાં પરિવર્તીત કરી શકે છે. એ રીતે પોતાના વિઘ્નોને પોતે જ સફળ રીતે દૂર કરી શકે છે. આવી સમજ મળતા તે સ્વયં જ જાગૃત થઈ જાય છે.
કર્મસિધ્ધાંત- જીવનનો પ્ટિકોણ