________________
કાયમી છે, પણ તેના કાર્યોમાં જે ફેરફાર થાય છે તે હંગામી છે. કાયમી નથી. તે અજ૨-અમર છે અને નથી પણ.
તત્ત્વાર્થોકવાર્તીકા (૧૧૬) માં આચાર્ય વિદ્યાનંદી (ઈસુની અગિયારમી સદી) સત્યના સ્વભાવને સમજાવવા એક ઉદાહરણ આપે છે. કળશમાં જો આપણે મહાસાગરનું પાણી ભરીએ તો તે કળશને આપણે ન તો મહાસાગર કહી શકીએ અને ન તો માત્ર કળશનું પાણી કહી શકીએ, પણ તેને માત્ર મહાસાગરનો ભાગ કહી શકીએ, મહાસાગરનું પાણી કહી શકીએ. તેથી કોઈપણ ધર્મની વિચાસરણી જો કે પૂર્ણ સત્યમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેને પૂર્ણ સત્ય પણ ન કહેવાય અને અસત્ય પણ ન કહેવાય.
સત્તરમી સદીના જૈન સાધુ યોવિજયગાની (શાની) અનેકાંતવાદથી આગળ જઈને મધ્યસ્થ માટે દલીલ કરે છે. આ પરિસ્થિતિએ તેમને બીજા ધર્મના માનવીઓના ગુર્ણાના વખાણ
કરવા શક્તિમાન બનાવ્યા કે જે જૈન ન હતા.
અનેકાંતવાદે જૈન ધર્મના વિકાસમાં અને તેને બચાવવા મોટું યોગદાન આપ્યું છે એટલું જ નહીં તેને રાજદરબારમાં સ્થાન અપાવ્યું છે.
જૈન ગ્રંથ પ્રબંધકાામણી પ્રમાણે રાજા સિદ્ધરાજ જયસિંહને પ્રબુદ્ધ થવાની ઈચ્છા થઈ અને જીવનમાં મુક્તિ મળે, શાંતિ થાય, તેવી ભાવના જાગી. તેશે પોતાના રાજ્યના બધા જ ધર્મગુરુઓને બોલાવીને, તેઓને સાંભળ્યા. બધાએ જ પોતપોતાનો જ ધર્મ સાચો ધર્મ છે અને બીજા ધર્મો ધતિંગ છે એવી દલીલો કરી. આ ધર્મગુરુઓમાં જૈન ધર્મના ગુરુ હેમચંદ્રાચાર્યને પણ આમંત્રણ મળેલું. છેવટે સિદ્ધરાજે તેમને બોલાવ્યા અને જૈન ધર્મ વિષે વાત કરવાનું કહ્યું, તેમાંથી બોધ આપવાનું અને જૈન ધર્મ બીજા કરતાં કેમ અલગ પડે છે તે જણાવવા કહ્યું. ત્યારે હેમચંદ્રાચાર્યે બીજા ધર્મના ધર્મગુરુઓ જેવી વાત ન કરતાં એક સુંદર વાત (બોધકથા) કહી. તે પ્રમાણે એક રોગી માણસ હતો. તેને બધાએ જાત જાતના ઓસડિયા અને વનસ્પતિ ખાવાના સૂચનો કર્યા, એ રોગીએ તે પ્રમાણે કર્યું અને તેનો રોગ મટી ગયું, પણ તેને એ ખબર ન પડી કે ખરેખર કઈ વનસ્પતિએ, કે કઈ જડીબુટ્ટીએ તેનો રોગ મટાડી દીધો. આ નાની બોધકથાનો સંદેશો એ છે કે હકીકતમાં રોગીને એ ખબર ન પડી કે શેનાથી તેનો રોગ મટી ગયો. પરંતુ તે નિરોગી થઈ ગયું. તે હકીકત બની ગઈ. તેવી રીતે ડાઘા મનુષ્યોએ બધા જ ધર્મોને માન આપીને મુક્તિ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. ન જાણે તે બધામાંથી કર્યો ધર્મ તેને મુક્તિ અપાવી શકે. રાજા જયસિંહ હેમચંદ્રાચાર્યના અનેકાંતવાદની બોધકથા સાંભળી ખૂબ જે આનંદિત થઈ ગયો અને તેને દૃઢ પણે મનમાં વિચાર આવ્યો કે જૈન ધર્મ જ ધર્મ છે. તેમણે ત્યારપછી જૈનધર્મ અંગીકાર કર્યો અને હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુપદે સ્થાપ્યા. હેમચંદ્રાચાર્યે પછી ‘સિદ્ધહેમ’ નામનો ગ્રંથ રચ્યો, જે ગુજરાતી ભાષાનો પ્રથમ ગ્રંથ છે, જે તે વખતની ગુજરાતની પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. આ ગ્રંથ જ્યારે પૂર્ણપણે રચાઈ ગયો ત્યારે તેને હાથીની અંબાડી પર રાખી શહે૨માં ફે૨વીને તેનું બહુમાન કર્યું.
અનેકાંતવાદ પ્રમાણે આપણે સત્યના બધા જ સ્વરૂપોનો સ્વીકા૨ ક૨વો ઘટે. તો જ પૂર્ણ સ્વરૂપની ઝાંખી થઈ શકે. આપણે સત્યને જોતાં નથી પણ સત્યના પડછાયાને જોઈએ છીએ. સત્યના પ્રબુદ્ધ સંપા
૨૫૨
પડછાયાને પણ પૂર્ણપણે જોવો હોય તો આપણે અનેકાંતવાદને માર્ગે જ ચાલવું પડે, જે જીવન માટે રોયલરોડ છે.
મહાવીર ભગવાને તેમના અનુયાયીઓને બીજા ધર્મોનો અભ્યાસ કરવાનું કહ્યું. બીજા ધર્મનો અભ્યાસ કરવાથી આપણે આપણા ધર્મની વિચાસરણીને સ્વચ્છ, સુંદર અને મહાન બનાવી શકીએ, તેમાં જો ઉણપ હોય તે દૂર કરી તેને પરિપૂર્ણ અને શ્રેષ્ઠ બનાવી શકીએ.
અનેકાંતવાદ ધર્મોની વિચાસરણીની લડાઈઓમાં માનતો નથી. આવી વિચારસરણીની લડાઈને પણ તે માનસિક, વૈચારિક હિંસા જ માને છે અને આ અહિંસાનું ગુરુ શિખર છે. અહિંસાનું છેલ્લું પગથિયું ગણાય.
ધર્મોની વિચારસરણીની લડાઈ છેવટે શારીરિક, રાજકીય, ધાર્મિક અને સામાજિક લડાઈ અને છેવટે મહાલડાઈ સુધી માનવજાતને લઈ જાય છે, જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ. મારો ધર્મ અથવા તમારો ધર્મ છેવટે દુનિયાને ભયંકર યાતનાઓની ખાઈમાં ધકેલી દે છે.
હતાંગ ગ્રંથ કહે છે કે જે લોકો પોતાના જ ધર્મની વિચારસરણીની પ્રશંસા કરે છે અને બીજા ધર્મની વિચારસરણીની નિંદા કરે છે તે સત્યને કુરૂપ બનાવે છે. જેમ વિજય ધર્મસૂરી મહારાજે કહ્યું છે તેમ હું નથી જેન, નથી હિન્દુ, નથી યુધિષ્ઠિર, નથી શૈવધર્મી કે વૈષ્ણવધર્મી પણ હું શાંતિના માર્ગનો પ્રવાસી છું.
અનેકાંતવાદ આ દુનિયાના કેટલાંય પ્રશ્નો હલ કરી શકે છે. આજે પર્યાવરણના પ્રશ્નો ઊભા થયા છે. તે માટે પણ અનેકાંતવાદ પાસે ઉકેલ છે. આ પ્રશ્ને શા માટે ઊભા થયા છે ? તે એટલા માટે ઊભા થયા છે કેમકે માનવીએ કુદરતના અને માનવીના ભાગલા પાડ્યા છે. માનવી વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાને ભૂલી ગયો છે, જે કોઈને પણ ધિક્કારતી નથી અને બધાને પોતાના સ્વજન ગણે છે. માનવજાત અને કુદરત અલગ-અલગ નથી. ન્યાય, લોકશાહી, વિચારો, મુક્ત કરવાની સ્વતંત્રતા, સર્વધર્મ સમભાવની પાછળ જો કોઈ સિદ્ધાંત બળ આપતો હોય તો તે અનેકાંતવાદ છે.
દુનિયાને સુખ, શાંતિ અપાવે એવો જો સિદ્ધાંત હોય તો તે મહાસિદ્ધાંત અનેકાંતવાદ છે. એક જૈન આચાર્યે કહેલ છે કે હું એકાંતવાદને નમસ્કાર કરું છું કારણ કે તેણે અનેકાંતવાદને જન્મ આપ્યો છે. અંધશ્રદ્ધા અને ગે૨માર્ગે દોરનાર ધર્મના જ્ઞાને, આપણા જીવનને માન નહીં આપવાની અને બીજાના મંતવ્યોને સહન નહીં કરવાની નિષ્ફળતાએ આપણને ખતરનાક વળાંક પર લાવી મુક્યા છે. હજુ પણ સમય ચાલ્યો ગયો નથી. આપણે બાજી સુધારી શકીએ છીએ, જો અનેકાંતવાદને પૂર્ણ રીતે અનુસરીએ.
દુનિયામાં શાંતિ સ્થાપની હોય તો, અનેકાંતવાદ મોટું યોગદાન આપી શકે છે.
અનેકાંતવાદ ધર્મોની એકતરફી ભૂલોથી દૂર રહે છે અને બધા ધર્મોની પરસ્પર વિરોધી વિચારસણીને માનભેર ગ્રહણ કરે છે અને તેમાં સાપેક્ષ સત્યની બહુ પાયાની બહુલતા છે અને તેથી તે દુનિયાને નંદનવન બનાવવા સમર્થ છે.
અનેકાંતવાદનો અર્થ એવો નથી થતો કે તે અનિશ્ચિત છે.