________________
આનંદઘનજીના સ્તવનોમાં અનેકાંત
I ડૉ. અભય દોશી
[ ડૉ. અભય દોશી – મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. જૈન ધર્મ-ચિંતન અને સાહિત્યના ઊંડા અભ્યાસી અને
સંશોધક છે. જૈન સંશોધકોને પીએચ. ડી. કરાવનાર આ વિદ્વાનનું ચોવીસી સાહિત્ય પરનું પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. પ્રસ્તુત અંકમાં આનંદધનજીના વનોમાં અનેકાન્તવાદ વિષે તેમણે વિષદ ચર્ચા કરી છે. ]
સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થયેલા આનંદથનજીની એક મર્મી સર્જક તરીકે ખ્યાત છે. તેમના પદોમાં અલૌકિક અનુભવની અભિવ્યક્તિ જોવા મળે છે. રાજસ્થાન-ગુજરાતની સરહદ પર વિચરતા આ સાધક મુનિ સંપ્રદાય અને દર્શનના ભેદથી પર થઈ આત્મતત્ત્વની, અનહદની ધૂન લગાવીને બેઠેલા સંતપુરુષ છે. એમના પર્દાની અભિવ્યક્તિમાં નિર્ગુણ સંત પરંપરાનો પ્રભાવ જોઈ શકાય છે.
કવિની ‘પદબહુતરી’ પ્રસિદ્ધ રચના છે. તો એ સાથે જ એમની બીજી પ્રસિદ્ધ રચના ‘ચોવીસી’ નામે સુવિખ્યાત છે. આજે આપણને કવિને હાથે સર્જાયેલા ૨૨ સ્તવનો જ ઉપલબ્ધ થાય છે. આ સ્તવનોમાં કવિએ ભક્તિની સાથે જ તત્ત્વજ્ઞાનની રસભરી લલિત રીતે પ્રસ્તુતિ. કરી છે. કવિ અનેકાંતદર્શનના આકંઠ અભ્યાસી છે. આથી કવિની અનેક રચનાઓમાં અનેકાંતવાદનું નિરૂપણૢ સહજ રીતે આવે છે. દસમા
શીતલનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્મામાં પરસ્પર વિરોધી
ગુણોનો અનેકાંતદૃષ્ટિએ સુભગ સમન્વય દર્શાવ્યો છે. આવા અનેક સ્થળો ચોવીસીનાં સ્તવનોમાં જોઈ શકાય. એમ છતાં, કવિનું ૨૦મું અને ૨૧મું સ્તવન દાર્શનિક ભૂમિકાએ અનેકાંતવાદની રજૂઆત
કરે છે.
વીસમા મુનિસુવ્રતસ્વામી સ્તવનનો પ્રારંભ સાધકના પ્રશ્નથી થાય છે.
'આતમતત્ત્વ કર્યું જાશું? જગતગુરુ ! એ વિચાર મુજ કહી હે જગતગુરુ પ્રભુ ! આત્મતત્ત્વ કેવી રીતે પાયું તેનો માર્ગ દર્શાવો. સાધક બીજી કડીમાં આ આત્મતત્ત્વ જાણવાની તાસાનું કારણ દર્શાવતા કહે છે કે આત્મતત્ત્વને જાણ્યા વિના જીવ નિર્માણ સમાધિ પામતો નથી.
ભારતીય પરંપરામાં જે વિવિધ દર્શનો આત્મતત્ત્વ અંગેના પોતાના મતો ધરાવે છે, તેની વાત કરતાં કવિ કહે છેઃ
કેટલાક વેદાંત આદિ દર્શનવાળા આત્માને બંધરહિત માને છે, પણ વ્યવહારમાં તેઓ ક્રિયા કરતા દેખાય છે. તેઓને આ ક્રિયાનું ફ્ળ કોણ ભોગવે એવું પૂછવામાં આવે તો તેઓ રીસાય છે.
વળી, નાસ્તિકમતવાળા કહે છે કે જડ અને ચેતનમાં કોઈ ભેદ નથી, બંનેમાં આત્મતત્ત્વ એક છે. સ્થાવર અને જંગમ સરખા છે, આવા મતને માનીએ તો સુખ અને દુઃખના સંક૨ (મિશ્રણ)નો દોષ આવે છે, માટે આ મતને મનમાં વિચાર કરી પરીક્ષા કરો.
વળી, વૈદાંતદર્શનવાળા કહે છે; આત્મા કેવળ નિત્ય છે, અને તેઓ આવી વાત કરી આત્મદર્શનમાં વીન થાય છે. પણ તેમાં કરેલાં કર્મનો નાશ અને નિહ કરેલા કર્મની પ્રાપ્તિનો દોષ આવે છે, તે મનુષ્ય
૨૬૯
જોઈ શકતો નથી.
આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો પ્રત્યક્ષમાં જોવાતા
કાર્ય-કારણભાવ ઘટી શકે નહિ . દા. ત. સોનારૂપી પદાર્થમાંથી તાર
બનાવવામાં આવ્યો, તારમાંથી કડી બનાવી દેવાઈ એટલે કે તારરૂપી કારણમાંથી કડીરૂપ કાર્ય ઉત્પન્ન થયું.
પરંતુ, જો તાર સદાકાળ નિત્ય માનવામાં આવે, એક જ સ્વરૂપમાં રહેનાર માનવામાં આવે તો તેમાંથી કડી કઈ રીતે નિષ્પન્ન થઈ શકે ?
એટલે આત્મા આત્મસ્વરૂપે સુવર્ણની જેમ નિત્ય છે, પરંતુ કડી અને તાર જેવા વિવિધ પર્યાયો-પરિણામો ભવ અપેક્ષાએ ધારણ કરે છે. આમ, આત્મા સંયોગ અનુસાર વિવિધ પરિણામ ધારણ કરે છે, માટે તે એકાંત નિત્ય નથી.
વળી સુગત એટલે કે બૌદ્ધદર્શનવાળા કહે છે કે, આત્મા શિશક છે. જો આત્માને કેવળ ક્ષણિક માનવામાં આવે તો, આત્માને બંધમોક્ષ,
સુખ-દુઃખ આદિ સંભવી શકતા નથી. આ વિચારને બરાબર મનમાં બેસાડો. વળી, લોકાયતિક વગેરે દર્શનવાળા કહે છે કે પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ. આ ચાર ભૂતથી વિભિન્ન આત્મા જેવું કાંઈ છે નહિ. આવું કહેનાર મત તો અંધ મનુષ્ય જેવો છે. અંધ મનુષ્ય જેમ બાજુમાં હેયા ગાયને જોઈ ન શકે, અને કહે કે આ જગતમાં ગાર્ડ નથી, તો ગાડું નથી, એ વાતને કેવી રીતે માની શકાય?
આવા વિવિધ મતોને લીધે સાધક ભ્રમમાં પડ્યો છે. ચિત્તસમાધિને
માટે આત્મતત્ત્વનું દર્શન જરૂરી હોવાથી ફરી પ્રશ્ન પૂછે છે કે, હે પ્રભુ! તમારા સિવાય આત્મતત્ત્વનું દર્શન કરાવવા કોઈ સમર્થ નથી. આપ જ સમાધિનું કારણ એવા આત્મદર્શનનું તત્ત્વ કહો. અહીં કવિ પરસ્પર વિરોધી વેદાંત, બૌદ્ધ અને લોકાયતિક દર્શનની વાત રજૂ કરી તેમના દોર્ષો દર્શાવી દાર્શનિક રીતે અનેકાંત'ની સ્થાપના કરી ચૂક્યા છે. તેઓ ભિન્નાભિન્ન, નિત્યાનિત્ય એવી આત્મતત્ત્વની ઓળખાણ પ્રભુમુખે આપી શક્યા હોત, પરંતુ આનંદધન કેવળ દાર્શનિક વાદ-વિવાદથી સંતોષ પામે એવા સાધક નથી, તેઓ સાધકને સાધનાના ગર્ભમાં પ્રવેશ કરાવવા ઈચ્છે છે. દાર્શનિક ભૂમિકામાં અટવાતા સાધકને દર્શનથી ઉપર લઈ જઈ શુદ્ધ અધ્યાત્મના ક્ષેત્રમાં વિહાર કરાવતી અનુભવોગીની વાણીનો મધુરસ્પર્શ જુઓ;
‘વલતું જગતગુરુ ઈણિ પરે ભાખેં, પક્ષપાત સવિ છંડી
રાગદ્વેષ મોઢ વર્જિત, આતમ શું આ મંડી.' યુનિ “આતમધ્યાન કરે જો કોઈ, સૌ ફિરિ ઈણમાં નાવે, વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્તચાવે,' મુનિ. સાધકના હૃદયની જીજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુ કહે છે; હે સાધક, આ કે તે મતનો પક્ષપાત છોડી દઈ, રાગદ્વેષ અને મોહથી વિત એવા શુદ્ધ આત્મતત્ત્વની લગની લગાવ, રઢ માંડ. એનું જ એક પ્રણિધાન કર. આવા શુદ્ધ આત્માનું પ્રણિધાન કરનારા સાધક ફરી આ ચર્ચામાં આવતા નથી. તેઓ આત્મતત્ત્વની અનુપમ ચર્નશામાં ડૂબેલા હોવાથી, આ સર્વે દાર્શનિક વાર્તાને વાજાળ-કેવળ ચર્ચારૂપ જ માને છે. આવો વિવેક કરી જેઓ આ કે તે પણ ગ્રહણ ન કરતા આત્માના પક્ષને ગ્રહણ આનંદદાનજીના સ્તવનોમાં અનેકાંત