________________
કરનારને જ તત્ત્વજ્ઞાની કહીએ. આવા મુનિસુવ્રત પ્રભુની કૃપાથી (તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરી) અતે આત્માના શુદ્ધ આનંદઘન સ્વરૂપને પ્રાપ્ત કરી શકી.
૨૦મા સ્તવનમાં એક-એક દર્શનની પક્ષસાપેક્ષમર્યાદાઓ દર્શાવી છે, તો ૨૧મા સ્તવનમાં આ જ દર્શનો પરમાત્માના અંગરૂપ બની આત્મદર્શનમાં કઈ રીતે સહાયક બને છે, તેનું દર્શન કરાવ્યું છે.
કવિ આ સ્તવનના પ્રારંભમાં જ કહે છે; છ દર્શનને જિનેશ્વરદેવના અંગ જાણો. આ છ દર્શનની પ્રભુ અંગમાં સ્થાપના કરો. નમિનાથ ભગવાનના ઉપાસકો છ દર્શનની આરાધના કરનારા હોય છે.
સર્વપ્રથમ સાંખ્ય અને યોગદર્શનની વાત કરતા કવિ કહે છે; જિનેશ્વરદેવના ચરણકમળ સમા સાંપ્યું અને યોગ એ બે દર્શનને વખાણું છું. આ બન્ને દર્શનો આત્માની સત્તાનું વિવરણ કરી આત્માની સ્થાપના કરે છે, માટે તેઓ દેહમાં જેમ ચરણ (પગ) ગતિ કરવામાં આધારૂપ હોય છે, એ રીતે આ ચરણો આત્માના સ્વીકા૨ ક૨વા દ્વારા
સાધનાપ્રદેશમાં ગતિ કરાવે છે.
કરી હતી. હવે સમપુરુષ અથવા આગમપુરુષમાં વિવિધ અંગોની સ્થાપના દર્શાવે છે. કેવળ સૂત્રને આધારે અર્થ કરનાર એકાંતમાં સરી જાય છે. અનેકાંતદૃષ્ટિવાળા ચૂર્ણા, ભાષ્ય, નિર્યુક્તિ, વૃત્તિ અને અનુભવ તેમ જ પરંપરાના આ અંગો છે. આ અંગોને જે છેદે છે, તે દુર્વ્યવ્ય છે. આ આગમપુરુષ-સમયપુરુષના ધ્યાન માટે મુદ્રા', બીજ ધારણા અક્ષર આદિનો ન્યાસ, કરવાપૂર્વક તેમજ અર્થના વિનિયોગપૂર્વક આરાધના કરે તે માર્ગને યોગ્ય રીતે પામે છે, ક્રિયાઅવંચકપણું પામી છેતરાયા વગર મોક્ષમાર્ગને પામે છે.
તે
આ સમગ્ર વાત માટે આનંદઘનજી જેવા મહાપુરુષ પણ કહે છે, ‘હું શાસ્ત્રને આધારે વિચારીને બોલું છું. મને એવા સદ્ગુરુનો યોગ મળતો નથી. ક્રિયા કરવા છતાં પણ ઉપર વર્ણવી એવી અવંચક ધ્યાનની ક્રિયા સાધી શકાતી નથી, તેનો વિષાદ ચિત્તમાં વ્યાપ્ત થયેલ છે. એ માટે હે પ્રભુ ! તમારી આગળ ઊભો રહ્યો છું. હે પ્રભુ ! તમે મને તમારા આગમ (સમય) અનુસારના ચારિત્રરૂપ (ચરણસેવા) સેવા દેજો, કે
જેમ કરીને આનંદઘનપદ પામીએ.'
કવિ પાંચમા દર્શન તરીકે લોકાયતિકને જિનવરની કુક્ષિરૂપે સ્થાપે છે. લોકાયનિક શબ્દનો એક પ્રચલિત અર્થ નાસ્તિક છે. પરંતુ તેના અર્થ અંગે ઘણી મીમાંસા થઈ છે. ‘લોકાયત’ નામનું પુસ્તક પણ ‘લોકાયત’ શબ્દની અર્થવિચારણા માટે લખાયું છે. ‘લોકાયત’ શબ્દથી ગોશાલકનો નિયતિવાદથી માંડી લોકપ્રચલિત આચારો, ગણપતિ ઉપાસક મતો જેવા અર્થ સૂચવાયા છે. વળી, દેવગુરુ બૃહસ્પતિનો મત પણ ‘લોકાયત’ મત તરીકે સ્વીકૃત છે.
આત્માને પરમાત્માથી ભેદરૂપ એટલે નશ્વર માનતા સુગત (બૌદ્ધ) અને આત્માને અભેદરૂપ માનતા મીમાંસક જિનેશ્વરદેવના બે હા છે. બૌદ્ધદર્શનથી વૈરાગ્યનું પોષણ થાય છે, તો વેદાંતથી સિદ્ધસ્વરૂપ સાથેનું અનુસંધાન થાય છે. આ દર્શનની સમજણથી લોક અને અલોકનુંમૂક્યો છે. બીજા સ્તવનમાં આ છ દર્શનોમાં રહેલા અમુકઅમુક તત્ત્વો સ્વરૂપ પણ સમજાય છે. આત્મદર્શનમાં કઈ રીતે સહાયક બની શકે, તે દર્શાવ્યું છે, એટલું જ નહિ એથી આગળ વધી સમયપુરુષ (આગમપુરુષ)ની ઉપાસનાને અનેકાંતમાર્ગમાં સ્થિરતા આપનારી દર્શાવી છે. વળી, આ કાળમાં આ સાધના દુર્લભ બની છે તેનો વિષાદ દર્શાવી અંતે પરમાત્માની ઉપાસના જ આ કાળમાં સહાયક છે, એવા ભાવ સાથે સમાપ્ત થાય છે. આ બન્ને વોમાં આનંદધનજીએ ભક્તિની સાથે અનેકાંતની ખૂબ સુંદર રીતે પ્રસ્થાપના કરી છે એટલું જ નહિ. અનેક માર્ગો જ્યાં અંત પામે એવા અધ્યાત્મતત્ત્વની સુંદર ભૂમિકા રચી આપે છે. પરિશિષ્ટ :૧.
આનંદઘનજીને 'લોકાયત' શબ્દથી કર્યો અર્થ અભિપ્રેત હશે. એ નિશ્ચિત કરવું અઘરૂં છે. પરંતુ ‘લોકાયત’ શબ્દથી કેવળ નાસ્તિકથી વિશેષ ચોક્કસ કવિને અભિપ્રેત હોવું જોઈએ.
કવિ કહે છે કે, આ દર્શનની આ સ્થાપના, તે તે દર્શનમાં સહેલા અંશોને આધારે કરવી. અથવા, આ સર્વદર્શનોમાં જિનેશ્વરપ્રભુનું તત્ત્વ અંશતઃ રહેલું છે, એમ સમજીને સ્થાપના કરવી. આ તત્ત્વવિચાર અતિગૂઢ છે, અને અમૃતની ધારા સમાન છે, માટે યોગ્ય ગુરુગમથી જ આ વિચાર યથાર્થ રીતે સમજીને આ અમૃતધારા સમાન તત્ત્વવિચારને પી શકાય.
જૈનદર્શન એ જિનેશ્વરદેવનું ઉત્તમ અંગ છે, એટલે કે મસ્તક છે. તે બહિરંગ અને અંતરંગ એમ બે પ્રકારે છે. આ છ દર્શનના અક્ષરોનો એટલે કે તેના શાસ્ત્રવિચારોનો યોગ્ય રીતે સમન્વયપૂર્વક સ્થાપના (ન્યાસ) કરવા દ્વારા ઉત્તમ સાધક ગુરુ ભગવંતના માર્ગદર્શન અનુસાર સાધના કરે છે. આ જિનેશ્વરદેવ અનેકાંતમય હોવાથી સર્વદર્શનો સમાય છે. અન્ય દર્શનોમાં જિનેશ્વરદેવ હોય અથવા ન પણ હોય. સાગરમાં બધી જ નદી સમાય છે, પરંતુ નદીમાં સાગર સમાતો નથી. આ જિનેશ્વરદેવની આરાધના કરવા માટે જિનસ્વરૂપ થઈને આરાધના કરવી જોઈએ. જે રીતે ઈચળ ભમરીનો ચટકો પામી ભમરી બની જાય છે. અને આવી ભમરીને લોકો જુએ છે, એ જ રીતે સાધક જિનેશ્વરમાં તન્મય બની સાધના કરે તો જિનસ્વરૂપ થાય.
હવે કવિએ પ્રથમ જિનેશ્વરદેવમાં વિવિધ દર્શનોની સ્થાપના રજૂ પ્રબુદ્ધ સંપા
૨૭૦
આમ, આનંદઘનજીએ આ બે સ્તવનોમાં છયે દર્શનોની અનેકાંતની ભૂમિકાએ માંડણી કરી છે. પ્રથમ વનમાં વિવિધ દર્શનોની મર્યાદા દર્શાવી, દર્શનથી પર થઈ આત્મતત્ત્વની ઉપાસના પર ભાર
૧. મુદ્રા-મંત્રશાસ્ત્ર અનુસાર અમુક ચોક્કસ શારીરિક મુદ્રાઓમાં ધ્યાન ધરવું, ૨. બીજ-પ્રત્યેક મંત્રના મંત્રશાસ્ત્રાનુસાર બીજમંત્રો હોય છે. અથવા દેવી-દેવતાઓના પણ બીજતંત્ર હોય છે. ૩. ારણા-મંત્રશાસ્ત્રોમાં તે તે મંત્રોની ધ્યાન કરવાની ચોક્કસ પતિ હોય છે, તેની પૂર્વતૈયારી રૂપે ધારણા કરવામાં આવે છે. ૪. ન્યાસ-અંગ પર અમુક અમુક મંત્રાયરોની સ્થાપના કરવી, તે રીતે મંત્રમય બની મંત્રની આરાધના કરવી. આ બન્ને ગાથાનો તાત્પર્યાર્થ એવો લાગે છે કે, જે રીતે અમુક મંત્રના ધ્યાનની આ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, પરંતુ સમગ્ર આગમશાસ્ત્રોના ધ્યાન માટેની વિશિષ્ટ પતિ માટેનો ગુરુગમ ઉપલબ્ધ નથી. વધુ રહસ્યાર્થ તો જ્ઞાની પુરુષો જ દર્શાવી શકે. સંદર્ભ સૂચિ :
(૧) ભક્તિરસઝરણા-ખંડ-૧, સ. અભયસાગરજી મ.સા.
(૨)
(૩)
(૪)
પ્રકાશક : પ્રાચીન શ્વેત રક્ષક સમિતિ, કપડવંજ (ક્રિ. ખેડા) આનંદઘન એક અધ્યયન છે. ડૉ. કુમારપાળ દેસાઈ પ્રકાશક : આદર્શ પ્રકાશન, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. લોકાયત
આનંદધન ચોવીસી-મુનિશ્રી કુંદકુંદવિજયજી મ.સા. (પછીથી આચાર્ય કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.)
ભક્તિ પ્રકાશન મંદિર, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯.