Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 296
________________ અનેકાંતવાદઃ સાત નયોનું વૈચારિક મેઘધનુષ ] ડૉ. રતનબેન ખીમજી છાડવા જૈન ધાર્મિક બૉર્ડની પરીક્ષાઓ આપી વિશારદ' જેવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર રતનબૈન ધાર્મિક દર્શન-ચિંતનનો બહોળો અનુભવ ધરાવે છે. શ્રી જીવદયા મંડળીના મુખપત્રના માનદ તંત્રી. છે. પ્રાચીન હસ્તપ્રતો ઉકેલવાની વિદ્યામાં પારંગત છે. પ્રસ્તુત લેખમાં તેમણે સાત નયોને સમજાવ્યા છે.] જૈનદર્શનનો અંતના અનેકાન્તવાદ છે. એના પાયા પર જ સમગ્ર જૈન સિદ્ધાંતો રચાયેલાં છે. ઉપ્પનેઈવા, વિગમેઈવા, ધ્રુવેઈવા આ ત્રિપદીને સાંભળી વિશિષ્ટ જ્ઞાની ગણધર ચૌદપૂર્વોની રચના કરી લે છે. આ ત્રિપદીમાં જે તત્ત્વ સમાયેલું છે તે અનેકાન્ત છે. આ દૃષ્ટિથી સમગ્ર જૈન વાડ્મયનો આધાર અનેકાન્ત છે. એ પ્રમાણિત થઈ જાય છે. વસ્તુ અનંતધર્માત્મક છે. એના અસંખ્ય પહેલું છે. આવી સ્થિતિમાં કોઈ એક શબ્દ દ્વારા કોઈ એક ધર્મના કથનથી વસ્તુનું સમગ્ર સ્વરૂપ પ્રતિપાદિત કરી શકાતું નથી. ત્યારે સમગ્ર સ્વરૂપનું પ્રામાણિક પ્રતિપાદન કરવા માટે એક જ ઉપાય છે કે વસ્તુના કોઈ એક ધર્મને મુખ્ય રૂપથી કહેવામાં આવે અને શેષ ધર્મોને ગૌણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે. અર્થાત્ અપેક્ષા અથવા અનપેક્ષાથી વસ્તુ-તત્ત્વની સિદ્ધિ કરી શકાય. તેને અનેકાન્ત દષ્ટિ કહેવાય. અનેકાન્ત દૃષ્ટિ વિરાટ વસ્તુ તત્ત્વને જાણવા માટેનો એ પ્રકાર છે, જે વિવક્ષિત ધર્મને જાણીને પણ અન્ય ધર્મોનો નિષેધ નથી કરતો. એને ગૌણ અથવા અવિવક્ષિત કરી દે છે. આવી રીતે અનેકાન્ત દ્વારા સમગ્ર વસ્તુનું મુખ્ય-ગૌણ ભાવથી કથન થાય છે. તેમાં કોઈ પણ અંશ છુટતો નથી. આ અનેકાન્તવાદને સાપેક્ષવાદ પણ કહ્યો છે નૈગમનય સામાન્ય વિશેષગ્રાહી દૃષ્ટિકોણનું પ્રતિપાદન કરે છે. વેદાન્તને મતે સત ને જ કહેવાય જે વૈકાલિક હોય, જ્યારે ન્યાયવૈશેષિક દર્શનની માન્યતા છે કે આત્મા આદિ પદાર્થો વૈકાલિક સત્ છે પણ બધા કાર્યદ્રવ્યો ત્રૈકાલિક સત્ નથી. તેઓ પ્રથમ અસત્ હોય પણા પછી સતુ થાય અને પાછા અસત્ થઈ જાય. વળી કેટલાક પદાર્થો માત્ર સામાન્ય છે તો કેટલાક માત્ર વિશેષ છે અને કેટલાક સામાન્ય વિશેષ છે. પણ વેદાંતની જેમ જે કાંઈ સત્ છે તે માત્ર સામાન્ય જ છે એમ ન્યાય-વૈશેષિકો માનતા નથી. વૈશેષિકોના આ મંતવ્યને જૈનદર્શને નૈગમનય કહ્યો છે એટલે કે તેઓ સામાન્ય અને વિશેષ બન્નેને માને છે; માત્ર સામાન્ય કે વિશેષને નહિ, પરંતુ આમ છતાં તેઓ એક જ વસ્તુને સામાન્ય-વિશેષાત્મક માનતા નથી જેવી રીતે જૈનદર્શન માને છે. જૈનદર્શન અનુસાર સામાન્ય વિના વિશેષ ન હોઈ શકે. અને વિશેષ વિના સામાન્ય ન હોઈ શકે. આથી બંને પરસ્પરાશ્રિત હોઈ સ્વતંત્ર નથી; પણ એક જ વસ્તુના બે પાસા છે. - નયવાદ વેદાંતની જેમ સાંખ્ય પણ સતુને જૈકાલિક જ માને છે. આથી તેમના મતે કોઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી. પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંખ્યોની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવા નવા પરિણામો આર્વિભૂત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોનો સમન્વય એક જ પ્રકૃતિમાં હોવાથી બધા એકરૂપ છે. આથી કોઈ પણ વસ્તુનો ક્યાંય પણ અભાવ નથી. સર્વસર્વાત્મક એવી માન્યતા સાંખ્યોની છે. તેમના આ વાદને સકાર્યવાદ કહેવામાં આવે છે. આની વિરૂદ્ધ નૈયાયિકો, વૈશેષિકો અને બૌદ્ધો અસતકાર્યવાદી છે. તેમને મને કાર્ય જો ઉત્પત્તિની પહેલા પણ સત્ હોય તો તેના ઉત્પાદનો પ્રયત્ન વ્યર્થ લેખાય માટે કાર્યને તેની ઉત્પત્તિની પૂર્વે અને વિનાશની પછી અસત્ જ માનવું પડે. જ આ બન્ને વિરોધી મંતવ્યોનો સમન્વય જૈનદર્શને એનેકાન્ત દૃષ્ટિ વર્લ્ડ દ્રવ્ય-પર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે તે છતાં પર્યાયરૂપે સન્ માનવું જોઈએ. જેમ કે માટી એની એ જ છતાં તેમાંથી નવા નવા પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ જ હોય છતાં નવા નવા અનેકાન્તવાદ: સાત નોનું વૈચારિક મેઘધનુષ શ્રમણ ભગવાન મહાવીરે સત્યની શોધ માટે સાપેક્ષ દૃષ્ટિનું નિર્ધારણ કર્યું હતું. સાપેક્ષતાનો મૂળ આધાર નયવાદ છે. જેમ શાસ્ત્ર રચનાનો આધાર માતૃકાપદ (અકાર આદિ વર્ણ) છે, તત્ત્વનો આધાર ઉત્પાદ, વ્યય, પ્રત્યની ત્રિપદી છે, તેમ અનેકાન્તનો આધાર નથવાદ છે. વસ્તુના અનંત ધર્મોમાંથી કોઈ પા એક ધર્મનું કથન કરવું તે નથ કહેવાય છે. અર્થાત્ વસ્તુનો એશગ્રાહી અભિપ્રાય નથ કહેવાય જૈને વિકલાદેશી માનવામાં આવે છે. જૈન દર્શનની અનેકાન્ત દ્રષ્ટિ વિભિન્ન દર્શનોની પરસ્પર વિરુદ્ધ માન્યતાઓને અલગ અલગ નયની એકાંગી દૃષ્ટિના રૂપમાં સ્વીકૃતિ આપી આંશિક સત્યના રૂપમાં તેને માન્યતા આપે છે. વસ્તુ અનંતધર્મોવાળી છે તો સ્વાભાવિક એક એક ધર્મને ગ્રહણ કરવાવાળા અભિપ્રાય પણ અનંત થશે. એટલે જેટલા વચન પ્રકાર છે, જેટલા શબ્દ છે એટલા નય છે. તેમ છતાં મુખ્ય બે નય છે– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. શેષ નય તેની શાખા-પ્રશાખાઓ છે. દ્રવ્પાર્થિક નય અને પર્યાયાધિક નય જૈન પરિભાષામાં અભેદ દર્શનને દ્રવ્યાધિક નય અને મંદદર્શનને પર્યાપાર્થિક નથ કહે છે. વસ્તુ દર્શનના જે નાના પ્રકારો છે એ બધાનું વર્ગીકરા જૈન આચાર્યોએ ભગવાન મહાવીરને અનુસરીને આ બે દૃષ્ટિમાં કે બે નર્યામાં કર્યું છે. વ્યાર્થિક નય સામાન્યગામી દર્શન તેમજ અનેકત્વનું દર્શન કરાવે છે તો પર્યાયાર્ષિક નથ વિશેષગામી દર્શન તેમજ એકત્વનું દર્શન કરાવે છે. ભારતીય તો શું વિશ્વના કોઈ પણ દાર્શનિક મંતવ્યનો આ બે નયોમાંથી ગમે તે એકમાં સમાવેશ થઈ શકે છે. એવો દાવો જૈનાચાર્યોનો છે. અને તેમણે અત્યાર સુધીમાં ઊભા થયેલા તેમને જ્ઞાત સમગ્ર દર્શનોને આ બે નીમાંથી ગમે તે એકમાં કેવી રીતે સમાવી શકાય છે તે યુક્તિપૂર્વક બતાવ્યું પણ છે. આ બે નયોના અવાંતર ભેદો જ્ઞાત કરવામાં આવ્યા છે. જેમ કે, નૈઅમ, સંગ્રહ, વ્યવહાર, ઋજૂસૂત્ર, શબ્દ, સમમિરુઢ અને અર્થભૂત-આ સાત નયોમાં ભારતીય દર્શનોના સમગ્ર સિદ્ધાંતોને સમાવી લેવામાં આવ્યા છે તેમ જ સમન્વય કરવામાં આવ્યું છે, જેનું વિવરણ નીચે મુજબ છેઃ ૧. રંગમનય ૨૮૩

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321