________________
આગમની દૃષ્ટિએ અનેકાન્તવાદ
| વર્ષા શાહ
[રિસર્ચ આસિસ્ટન્ટ અને જૈનોોજી કાર્સના પ્રાધ્યાપિકા તરીકે કે, જે સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જેનિઝમ સાથે જોડાયેલા છે. આ ક્ષેત્રમાં સતત સંશોધન અને મનન કરે છે. પ્રસ્તુત લેખમાં તેમણે આગમ અને અનેકાજાવાદનો સંદર્ભ કઈ રીતે જોડાયેલો છે, તે લખ્યું છે. ]
'जेण विणा लोगस्स वि, बबहारी सव्वहा न निव्वहड़। तस्स भवणेक्कगरुणो णमो अणेगंतबाबयस्स ।। ' સિદ્ધસેન દિવાકર સન્મતી તર્ક, (૩/૬૯) ભાવાર્થ: જેના વિના આ જગતનો વ્યવહાર બિલકુલ ચાવી ન શકે એવા ત્રણ લોકના એક માત્ર ગુરુ સમાન અનેકાન્તવાદને નમસ્કાર જૈન પરંપરામાં વસ્તુદર્શનના અને દુષ્ટ વસ્તુના પ્રતિપાદન માટે અન્યત્ર જોવા ન મળની એક વિશિષ્ટ શૈલી જોવા મળે છે.
આચારાંગ, સૂત્રકૃત્તાંગ, સ્થાનાંગ, ભગવતીસૂત્ર આદિ જુદાં જુદાં હારોના આધારે વસ્તુ વિચાર કરવામાં આવ્યો છે.
વ્યાખ્યા કરવાની પદ્ધતિનું પરિપક્વ સ્વરૂપ અનુયોગદ્વાર સુત્રમાં જોવા મળે છે.
તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વામીએ અને ત્યારબાદ સિદ્ધસેન દિવાકર, આ. સામંત આદિ દાર્શનિકોએ તત્ત્વના નિરૂપશમાં પ્રમાશ, નય અને નિર્લેપો વિચાર કર્યો છે.
એકાન્તવાદ અને અનેકાન્તવાદ : પ્રભુ મહાવીર છદ્મસ્થ અવસ્થાની અંતિમ રાત્રિના પાછલા પ્રહરમાં દશ સ્વપ્ન જોઈને જાગૃત થયા. દશ સ્વપ્નમાંથી ત્રીજા સ્વપ્નમાં ભગવાને રંગબેરંગી પાંખવાળા પુંસ્કોકિલને જોયા જેનો ઉલ્લેખ ભગવતી સૂત્રમાં છે.
चणं महं चित्तविचित्तपक्वगं पुंस्कोइलगं सुविणे पासित्ता बुद्धे ।
તળું સમળે મગવું મહાવીરે વિચિતં સસમયપરસનડ્યું ટુવાનસંગ गणिपिडगं आद्यवेति पन्नवेति परुवेति । (ભગવતી સૂત્ર, ૧૬.૬ ) શ્રમણ ભગવાન મહાવીરે જે પુંસ્કોકિલ સ્વપ્નમાં જોયું છે એનો અર્થ એવો ઘટીત થાય છે કે તેઓ વિવિધ વિચારયુક્ત સ્વસિદ્ધાંત અને પરિસહીતને પ્રગટ કરતી દ્વાદશાંગીની પરૂપણા કરશે. શાસ્ત્રકારો આ સ્વપ્ન વિશે જણાવે છે. આ ચિત્રવિચિત્ર પુસ્કોકિલ શું છે ?
આ પક્ષી અનેકાન્ત-સ્યાદ્વાદનું પ્રતીક છે. એક જ રંગની પાંખવાળો કોકિલ નથી પરંતુ ચિત્રવિચિત્ર રંગનો પાંખવાળો કોકિલ છે. જ્યાં એકજ રંગની પાંખો હોય ત્યાં એકાન્તવાદ હોય છે અને જ્યાં વિવિધ રંગવાળી પાંખો હોય ત્યાં અનેકાન્તવાદ હોય છે. એક રંગની પાંખવાળા કોકિલ અને વિવિધ રંગોની પાંખોવાળા કોકિલમાં આ જ ફર્ક છે.
કેવળજ્ઞાન પણ એકાન્તવાદ-સ્યાદ્વાદ આધારિત હોય છે. અને કાજાવાદ સિન છે અને સ્યાહીદ એ સિદ્ધાંતને ઉપયોગ કરવાની રીત છે. તત્ત્વને અનંત દૃષ્ટિકોણથી જોવું તે અનેકાન્ત અને તેનું સાપેક્ષ પ્રતિપાદન કરવું તે સ્યાદ્વાદ છે. એકાન્તવાદ કદી સંપૂર્ણ સત્ય સમજી ન
શકે.
વિભત્વવાદ અને અનેકાન્તવાદ
મજિઝમનિકાય (સુત્ત, ૯૯) અનુસાર માણવક ભગવાન બુદ્ધને
૨૭૫
પ્રશ્ન પૂછે છે, 'હે ભગવાન! મેં સાંભળ્યું છે કે ગૃહસ્થી આરાધક હોય છે, ન કે સંયમી?'
ભગવાન બુદ્ધ ઉત્તર આપે છે, ‘ગૃહસ્થી મિથ્યાત્વી છે તો આરાધક નથી તેમજ સંયમી પણ મિથ્યાત્વી હશે તો નિર્દેશમાર્ગનો આરાધક ન હોઈ શકે. જો બન્ને સમ્યક્ પ્રતિપત્તિ સમ્પન્ન હોય તો બન્ને આરાધક છે.
બુદ્ધે ગૃહસ્થ અને ત્યાગીની આરાધનાના પ્રશ્ન સંબંધી વિભાજનપૂર્વક ઉત્તર આપ્યો, એકાન્તરૂપથી નહિ. આવા પ્રકારના ઉત્તરને વિભજ્યવાદ કહેવાય છે.
સૂત્રનાંગમાં પણ આવા પ્રકારના પ્રયોગ જોવા મળે છે, જ્યારે ભગવાનને પ્રશ્ન પૂછાયો કે એક ભિક્ષુએ કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. જવાબમાં ભગવાન કહે છે કે ભિક્ષુએ વિભજ્યવાદનો ઉપયોગ કરવો જોઈએ.
'भिवखू विभज्जवार्य च वियागरेज्जा ।' (સૂબોંગ, ૧.૧૪)
માણવક અને ભગવાન બુદ્ધની જેમ ગૌતમાદિ અને ભગવાન મહાવીર વચ્ચે આવા પ્રકારનાં સંવાદ ચર્ચા પણ જોવા મળે છે. સહસ્ત્રાનિક રાજાના પુત્રી, શતાનિક રાજાના બેન, ઉદાયન રાજાના હેબા, મુળાવતી રાણીના નણંદ અને ભગવાન મહાવીર સ્વામીના સાધુઓના પ્રથમ શય્યાતરી (સ્થાન આપનાર) જયંતી શ્રમણોપાસિકા હતા. તેળે ભગવાન મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે.
હે ભગવાન! જીવો સૂતેલા શ્રેષ્ઠ છે કે જાગૃત શ્રેષ્ઠ છે ? હૈ જયંતી! કેટલાક જીવો સૂતેલા શ્રેષ્ઠ છે અને કેટલાક જીવો જાગૃત શ્રેઠ છે.
હું ભગવાન! તેનું શું કારણ છે?
હૈ જયંતી! જે વો અધર્મી છે, અધર્મનું આચરણ કરે છે, અધર્મનો ઉપદેશ આપે છે, અધર્મમાં આનંદ માને છે, તેવા જીવો સૂતેલા હોય તે શ્રેષ્ઠ છે. તેવા જીવો જાગીને અધર્મ આચરણથી અનેક જીવોને પીડા પહોંચાડે છે અને અધર્મમાં જોડે છે, તેથી તે સૂતેલા હોય તે જ શ્રેષ્ઠ છે.
જે જીવ ધર્મી છે, ધર્મનું આચરા કરે છે, ધર્મનો ઉપદેશ આપે છે, ધર્મમાં આનંદ માને છે, તેવા જીવો જાગૃત હોય તે શ્રેષ્ઠ છે. તે જાગૃત રહીને, ધર્મનું આચરણ કરીને અન્ય અનેક જીવોને શાતા પ્રમા છે અને અન્યને ધર્મમાં જોડે છે. તે જ રીતે અધર્મી જીવો નિર્બળ હોય તે શ્રેષ્ઠ છે અને ધર્મી જીવો બળવાન હોય તે શ્રેષ્ઠ છે. અધર્મી આળસુ હોય તે શ્રેષ્ઠ અને ધર્મી ઉદ્યમવંત હોય તે શ્રેષ્ઠ છે. (ભગવતી સૂત્ર, ૧૨.૨)
એવી જ રીતે ગૌતમ અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આ પ્રમાણે છે.
ગૌતમ : ભગવાન ! જીવ સકમ્પ છે કે નિષ્પમ્પ ? મહાવીર : ગૌતમ! જીવ સકમ્પ પણ છે અને નિષ્ક્રમ્પ પણ છે. ગૌતમ : કઈ રીતે ?
મહાવીર : જીવ બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ.
સિદ્ધ જીવ બે પ્રકારના છે--અનન્તર સિદ્ધ અને ૫૨૫૨ સિદ્ધ. પરમ્પર સિદ્ધ નિમ્પ હોય છે અને અનન્તર સિદ્ધ સકમ્પ હોય છે. સંસારી જીવોના પણ બે ભેદ હોય છે. શૈલેશી અને અશૈલેશી
આગમની દૃષ્ટિએ અનેકાન્તવાદ