Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 274
________________ અલીના હશે એમ માનીને, પિતાનું હૃદય પિતાના હૃદયને પિછાને તેમ એ ઊભા થઈ, દોડ્યા અને બારણું ખોલીઃ “આવો અલીભાઈ! આ તમારો કાગળ' એમ કહી એને કાગળ આપવા પ્રયત્ન કર્યો. પણ પત્ર નીચે પડ્યો. પોતે દીનવદને બારણામાં ઊભેલો જોયો અલી ડોસો સાચો હતો કે પછી પોતાની ભ્રમણા હતી તેની વિમાસણમાં પોસ્ટમાસ્તર પડ્યા. પોસ્ટઓફિસની રોજની રૂટિન કાર્યવાહી આગળ ચાલી, નામાં બોલાવા લાગ્યા. કાગળો લેવા આવનાર તરફ ફેંકતા રહ્યા. પણ દરેક કાગળમાં એક ધડકતું હૃદય હોય એમ પોસ્ટમાસ્તર એકીનજરે એ બધાં કાગળો ત૨ફ જોઈ રહ્યા. કવર એટલે એક આનો, ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દૃષ્ટિ ચાલી ગઈ. ઠેઠ આફ્રિકાથી, કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું ? પોસ્ટમાસ્તર વિચારમાં વધારે ને વધારે ઊંડા ઊતરતા ગયા. તે સાંજે લક્ષ્મીદાસ નામના પેલા સારા સ્વભાવના કારકુન સાથે પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર સુધી જઈ, કાગળ કબર પર મુકી આવ્યા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું. હજી પોતાની પુત્રીના તો સમાચાર મળ્યા ન હતા તેથી સમાચારની ચિંતામાં તે પાછા રાત ગાળવાના હતા. પણ તેઓ ત્યારે આશ્ચર્ય, શંકા અને પશ્ચાત્તાપના ત્રિવિધ તાપથી તપી રહ્યા હતા. લેખક પોસ્ટમાસ્તરના મનમાં ઊઠતા વિચારરૂપે વાર્તાના ધ્વનિનું સ્પષ્ટીકરણ કરે છેઃ ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ, તો અર્ધું જગત શાંત થઈ જાય.' બે પિતૃહૃદયની ભાવધારાઓ મૂકી એમાંથી વિવક્ષિત ધ્વનિ પ્રગટાવવાની લેખકની નેમ છે. પરણીને દૂ૨ સાસરે ગયેલી પુત્રીનો લાંબા સમયથી કોઈ પત્ર ન હોવાને કારણે ૨ોજ પોસ્ટઑફિસે ધક્કા ખાતા અલીડોસાને, એની લાગણીને કોઈ સમજતું નથી. ખુદ પોસ્ટમાસ્તર પોતાની બીમાર પુત્રીના સમાચાર જાણવા માટે તડપતા હોય ત્યારે એમને અલીડોસાની વેદના સમજાય છે. એકમાત્ર જીવનઆધાર જેવી પુત્રી પરણીને ચાલી જતાં એકલા પડેલા અઠંગ, અને નિર્દયી અલીને અપત્ય પ્રેમ અને ઋણાનુબંધનો ઋજુગરવો ભાવ સમજાય છે, જીવનમાં સ્નેહ અને વિરહ શું છે એ સમજાતાં એનો દૃષ્ટિકોણ બદલાય છે, તેમ અલીડોસા જેવી પરિસ્થિતિમાં મૂકાતા પોસ્ટમાસ્તરનો દૃષ્ટિકોણ બદલાય છે; વ્યક્તિને મારી શકો છો, અસ્તિત્વને નહિ D મહાવીરના દર્શનનું હાર્દ છે તમે કોઈ વ્યક્તિને મારો છો તો તે શરીર સાથે જોડાયેલી હિંસા છે, વધે છે. તમે કોઈનું અનિષ્ટ ચિંતન કરો છો, તે માનસિક હિંસા છે. તમે કોઈ વ્યક્તિને દબાવવા માટે કોઈ વ્યક્તિને ઊંચકો છો, કોઈ વ્યક્તિના ઉત્થાન માટે કોઈ વ્યક્તિને દબાવો છો તે ભાવાત્મક હિંસા છે. તમે કોઈ વ્યક્તિને મારી શકો છો. અસ્તિત્વને નહિ. તમે કોઈ વ્યક્તિને નીચે પાડી શકો છો, અસ્તિત્વને નહિ, ૨૬૧ પાયાની ગત પાયલ જાણી શકે તે રીતે. શરૂઆતમાં પોસ્ટઓફિસના કારકૂનો અને પોસ્ટમાસ્તર એકાન્તદૃષ્ટિએ અલીના વ્યવહા૨-વર્તન જોતા હતા, પણ વાર્તાને અંતે લક્ષ્મીદાસ ટપાલી અને પોસ્ટમાસ્તર અનેકાન્તવષ્ટિએ જોતા થાય છે. એકાદષ્ટિ આપણને પૂરું સત્ય આપી શકતી નથી; અનેકાન્તદષ્ટિએ કાંઈ બાબત કે ઘટનાને નિહાળીએ ત્યારે જ આપણને સત્ય પ્રાપ્ત થાય છે. એક નજરથી, એક દૃષ્ટિથી કે એક તરફથી જ જોતાં આપણે એ બાબત કે ઘટનાને યથાર્થ રૂપમાં સમજી શકતા નથી. પરંતુ કોઈ બાબત કે ઘટનાને બધી બાજુએથી, જુદી જુદી દૃષ્ટિથી અને વિવિધ નજરથી જોઈએ ત્યારે સમગ્ર દર્શન પ્રાપ્ત થાય છે. એકાન્તદુષ્ટિ ટૂંકી અને અપર્યાપ્ત છે, અનેકાન્ત સૃષ્ટિ લાંબી અને પર્યાપ્ત છે. કોઈ વ્યક્તિ, ઘટના કે બાબત વિશે અલગ અલગ વ્યક્તિઓનો અલગ અલગ મત હોઈ શકે. માણસને પોતાનો મત બહુ કિંમતી જણાય છે. તેથી તે પોતાનો મત, પોતાનો ખ્યાલ, પોતાની વાત જ સત્ય, બાકીની મિથ્યા, એવું સમજવા લાગે છે ત્યાં એકાન્તદૃષ્ટિ છે અને એ દુઃખદાયી છે. કેમકે એ મત નથી, પણ મમત છે; મતાદિતા છે. એવી મતાચહિતામાં માણસ અંધ, અવિવેકી અને ગુમાની બની બેસે છે. જીવનમાં મતનું મહત્ત્વ છે, મમતનું નહીં. માણસ જ્યારે પોતાની દૃષ્ટિ, પોતાનો મત બાજુ ઉપર રાખી સામા યાાસના મતને, તેની દૃષ્ટિને સમજવા મળે, એ જરૂરી છે. પોતાના વિચારો અને સિદ્ધાન્તો જ સાચા એમ માનીને ચાલનારા આખરે જીવનમાં નિષ્ફળ જાય છે અને દુઃખી થાય છે. સામી અન્ય વ્યક્તિના વિચારો અને સિદ્ધાન્તોને સહૃદયતાથી સમજવાને માટે જે લોકો તત્પર રહે છે, તેઓ ક્યારેય જીવનમાં નિષ્ફળ નથી જતા. અન્યની દૃષ્ટિ અને વાતને સમજવાની તત્પરતા અને સ્વીકા૨વાની સહૃદયતા એનું નામ અનેકાન્તવાદ. સામાન્ય રીતે આપણી દૃષ્ટિ એકાંગી હોય છે. આપણે કોઈપણ વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને એકી સાથે બધી બાજુથી જોઈ અને સમજી શકતા નથી. તેથી તેમના વિશેનું આપણું જ્ઞાન જે તે સ્થળકાળ અને દૃષ્ટિબિંદુથી મર્યાદિત હોય છે. એને બદલે કોઈપણ વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને જુદી જુદી દૃષ્ટિના સહારે જાણવી અને સ્વીકારવી, અને એમ કરવામાં વૈચારિક જાગૃતિ અને બૌદ્ધિક ઉદારતા દાખવવી, એનું નામ અનેકાન્તવાદ અસ્તિત્વ અનાદિ છે D હિંસા મૃત્યુ છે, કોઈકને મારવું તે હિંસા છે. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. જે જન્મતો જ નથી, તે મૃત્યુ પામશે કેવી રીતે ? અસ્તિત્વ અનાદિ છે. જેનો આદિ નથી, તેનો અંત કેવી રીતે હોઈ શકે ? જે અમર અને શાશ્વત છે, તેને કોણ મારી શકે ? અનેકાન્તવાદઃ વ્યવહારિક પક્ષ

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321