________________
સ્યાદ્વાદ
– દિનકર જોષી
[ લેખક, સંપાદક, અનુવાદક દિનકર જોષીએ ૧૫૦ પુસ્તકનું સર્જન કર્યું છે. મહાત્મા ગાંધી, ઝીણા, ટાગોર, નર્મદ અને સરદાર પટેલના ચરિત્રકાર દિનકરભાઈનું નામ ગુજરાતી સાહિત્યમાં થયું જાકણીતું છે. અનેક મહત્ત્વના વિષયો પરના તેમના ચિંતનાત્મક લખાણો નવી દિશા પ્રેરે છે. પ્રસ્તુત લેખમાં સ્યાદ્વાદની સમજ દિનકર જોષી પાસેથી આપણને મળે છે. '
એક માણસ મુંબઈથી રાત્રે દશ વાગ્યે ઊપડતા ગુજરાત મેલમાં અગાઉથી રિઝર્વ કરાવેલી બર્થ ઉપર શાંતિથી સુઈ જાય છે અને વહેલી સવારે છ વાગ્યે એની આંખ ઊઘડે છે ત્યારે એ અમદાવાદના કાલુપુર સ્ટેશને આવી પહોંચ્યો હોય છે. રાતભરની મુસાફરી પછી પણ એ થાક્યો નથી, તાજોમાજો લાગે છે, કેમ કે એનું રિઝર્વેશન એરકંડિશન ક્લાસમાં હતું.
છ
બીજો માણસ પણ મુંબઈથી અમદાવાદ જ જાય છે, પણ એને રાતભરની રેલવેની મુસાફરી પસંદ નથી, એટલે સાન્તાક્રુઝ એરપૉર્ટ ઉપરથી વહેલી સવારે છ વાગ્યે ઊપડતા વિમાનમાં મુસાફરી કરે છે. આગલી રાત્રે ગુજરાત મેલમાં મુંબઈથી નીકળેલો પેલો માણસ અને આજે વહેલી સવારે સાન્તાક્રુઝ એરપૉર્ટ પરથી વિમાનમાં અમદાવાદ આવેલો બીજો માાસ-બંને લગભગ સાથે જ પહોંચ્યા છે એમ કહી શકાય.
વિમાનમાં આવેલો માણસ એના વિમાનનો ડીપાર્ચર ટાઈમ વહેલી સવારે છ વાગ્યાનો હોવાને કારણે નિયત કરેલા રીપૉર્ટિંગ ટાઈમે સવારે પાંચ વાગ્યે સાંતાક્રુઝ પહોંચ્યો હોય છે. ધારો કે એ બોરીવલી રહેતો હોય, તો સવારે પાંચ વાગ્યે સાન્તાક્રુઝ પહોંચવા માટે એણે મોડામાં મોડું સવા નચાર કે સાડાચાર વાગ્યે તો નીકળવું * જોઈએ. હવે આ સમયે તૈયાર થઈને નીકળવા માટે એણે મોડામાં મોડું સાડાત્રણ વાગ્યે તો ઊઠવું જ જોઈએ. આમ, ગુજરાત મેલમાં ગયેલો મુસાફર આખી રાતની ઊંઘ લીધા પછી અમદાવાદ પહોંચ્યો છે અને હવાઈ મુસાફરી કરીને પહોંચેલો માણસ જોકે એક જ કલાકમાં પહોંચી ગયો છે, પણ લગભગ આખી રાતના ઉજાગરા પછી પહોંચ્યો. છે. ત્રીજા માણસને પણ મુંબઈથી અમદાવાદ જ જવું છે, પણ એ મોટર-માર્ગે પોતાની ગાડી લઈને અમદાવાદ જાય છે. એને સુરત અને વડોદરામાં એક-બે કલાકના ધંધાદારી રોકાણો છે, એટલે એક દિવસમાં બધાં કામો આટોપી શકાય એવી ગણતરીથી સવારે આઠ વાગ્યે નાસ્તો-પાણી પતાવીને, ડ્રાઈવરને સાથે લઈને પ્રવાસ શરૂ કરે છે. એકાદ કલાક સુરત અને એકાદ કલાક વડોદરામાં રોકાઈને ધંધાદારી કાર્યો આર્ટાપે છે અને રાત પર્વે અમદાવાદ પહોંચી જાય છે.
આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય માણસો અમદાવાદ તો સમયસર પહોંચ્યા જ છે. એમનું ધ્યેય એમી પોતપોતાના માર્ગે પ્રવાસ કરીને હાંસલ કર્યું જ છે. એવું નથી કે વિમાનમાર્ગે જનારાનું અમદાવાદ જુદું હોય અને રેલવે-માર્ગે જનારાનું અમદાવાદ જુદું હોય, અમદાવાદ તો એક જ છે. હવે જો રેલવે-માર્ગે જનારો એમ કહે કે
૨૫૫
અમદાવાદ તો રેલવે-માર્ગે અને એય ગુજરાત મેલથી જ પહોંચી શકાય અને જો વિમાનમાર્ગે જનારો એમ કહે કે અમદાવાદ પહોંચવા જ એ માટે હવાઈ મુસાફરી એ જ એકમાત્ર માર્ગ છે, તો એ બંને સત્યથી દૂર છે. એક રીતે એમની વાત સાચી છે કે તેઓ પોતપોતાની રીતે
અમદાવાદ પહોંચ્યા છે અને પોતપોતાની સગવડ પ્રમાણે એમણે
મુસાફરી કરી છે. પોતપોતાના અનુભવના આધારે આ ત્રર્ણયનો માર્ગ સારો અને સાચો પણ લાગે તો એમાં કશું વાંધાજનક ન કહેવાય. ત્રણેયની જરૂરિયાતો જુદી છે. ત્રણેયની સગવડો જુદી છે, પણ જો ત્રણેય એમ કહે કે આ જ એકમાત્ર સાર્યો માર્ગ છે, તો આપણે આ ત્રણેયને સ્વસ્થ ચિત્તના માણસો કહી નહિ શકીએ.
હવે એક બીજું ઉદાહરણ જોઈએ. મીરાંબાઈ પર્ગ ધૂંઘરું બાંધીને ચિતોડના રાજમાર્ગો ઉપર સાધુસંતો સાથે પદો ગાતાં-ગાતાં નૃત્ય કરતી રહી અને આ નૃત્યના ઠેકે-ઠેકે જ એણે સિદ્ધિ મેળવી લીધી એનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. શંકરાચાર્યે પગે કોઈ ઘૂંઘરું બાંધ્યા નહોતા. રાજમાર્ગો ઉપર નૃત્ય પણ કર્યાં નહોતાં, છતાં એમણે પણ મીરાંબાઈ કરતાં તદ્દન જુદા માર્ગે સિદ્ધિ મેળવી જ હતી. મીરાંબાઈની સિદ્ધિ અને શંકરાચાર્યની સિદ્ધિ બે અલગ અલગ પ્રદેશો નથી. બંનેના માર્ગો જુદા હતા પણ ગંતવ્યસ્થાન એક જ હતું, આ નિશ્ચિત ગંતવ્યસ્થાને પોતપોતાના માર્ગે તેઓ પહોંચી ગયાં હતાં.
આ દુનિયામાં વૈવિધ્યનો કોઈ પાર નથી. આપણા રોજિંદા જીવનવ્યવહારમાં પણ આપી રોજ પ્રત્યેક ક્ષણે આવા વૈવિધ્ય વચ્ચેથી પસાર થતા હોઈએ છીએ. આ ત્રિપરિમાણી વિશ્વ આપણે આખેઆખું સળંગ ક્યારેય જોઈ શકતા નથી, સંવેદી શકતા નથી. આપણને બે જ આંખ ચહેરાના આગળના ભાગમાં ઈશ્વરે આપી છે. આમ હોવાથી જ્યારે આપશે આગળનું વિશ્વ જોઈએ છીએ ત્યારે પાછળનું વિશ્વ જોઈ શકતા નથી. જોઈ શકતા નથી માટે એ નથી એમ તો ન જ કહી શકાય. કોઈ એમ કહી શકે કે પીઠ પાછળનું વિશ્વ આ ક્ષણે ભલે દેખાતું નથી, પણ આ પૂર્વેની ક્ષણે ચહેરો ઘુમાવીને એને સંવેદ્યું હતું. આ વાત અર્ધસત્ય છે, કારણ કે સતત પરિવર્તનશીલ વિશ્વમાં આપણે જે કંઈ એક ક્ષણ પહેલાં પીઠ પાછળ જોયું હતું એ બધું અત્યારે પણ એમ ને એમ જ છે એમ માનવું એ ભોળપણ છે. પ્રત્યેક કર્ણ સઘળું પરિવર્તનશીલ હોય છે. એક ક્ષણ પૂર્વે તમે જે જોયું હતું એ બીજી ક્ષણે એનું એ નથી હોતું. એમાં અપાર ફેરફાર થઈ ગયા હોય છે. આ પરિવર્તન તત્કાલ આપણે નોંધી શકતા નથી એ આપણી મર્યાદા છે. આપણો અનુભવ અથવા આપણું દર્શન એકાંગી હોય છે. એને પૂર્ણ માની લેવું એ સત્યને નહિ સમજવા જેવું છે.
આપણાં લગભગ તમામ ઘર્ષણોનું કારણ આવા એકાંગી દર્શનને આપણે પૂર્ણ માની લઈએ છીએ એ જ હોય છે. પરિવારમાં, પડોશમાં, વ્યાવસાયિક સંબંધોમાં કે કોઈપણ સામાજિક સંબંધોમાં આપણા મર્યાદિત અનુભવ અને દર્શનને ચોકકસ અને અંતિમ રૂપ આપીને આપશે ઘણા પ્રશ્નો પેદા કરીએ છીએ. એક મુસલમાન નમાજ પઢતી વખતે નીરવ શાંતિની અપેક્ષા રાખે છે, કેમકે એને એવી ગ્રંથિ બાંધીદેવામાં આવી છે કે અલ્લાહનું સાંનિધ્ય આ રીતે નમાજ પઢવાથી
સ્યાદ્વાદ