Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 233
________________ હોય છે, પણ એના વર્તનમાં પરિવર્તન હોય છે અને આવી પરિવર્તનશીલતાને કારણે અથવા તો વ્યવહારજીવનની સાપેક્ષતાને કારણે એ વ્યક્તિ વિશે કોઈ એક નિર્ણય લઈ શકાય નહીં. દાદા તરીકે એ પોતાના પૌત્ર તરફ જે દૃષ્ટિ ધરાવતો હશે, તે પિતા તરીકે પોતાના પુત્ર તરફ અથવા માલિક તરીકે પોતાના નોકર તરફ જુદી જ દૃષ્ટિ ‘જુગતના એકમાત્ર ગુરુ એવા અનેકાંતવાદને નમસ્કાર છે, ધરવાતો હશે. આથી અનેકાંતવાદ કહે છે કે આમાં કોઈ એકાંતરૂપે જેમના વિના સંસારનો વ્યવહાર પણ અસંભવ છે.’ નિર્ણય કરી શકાય નહીં. તમને આશ્ચર્ય થશે, પરંતુ આની ચાવી ઉદાર વ્યક્તિત્વ, ગહન ચિંતનશક્તિ અને ઉત્કૃષ્ટ દાર્શનિક વિચારો આપનારા દિગ્ગજ વિદ્વાન શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના 'સન્મતિ તર્ક-પ્રકરણ' (૩/૭૦)માં આલેખાયેલી છે. એમાં આ ઉચ્ચ કોટિના વિજ્ઞાન અને સાહિત્યકાર આનો અર્થ એ થયો કે ગુરુ જેમ વિદ્યા અને માર્ગદર્શન આપે છે, એ જ રીતે જીવન જીવવા અને અનેકાંતવાદ માર્ગદર્શન આપે છે. વ્યક્તિ જેમ ગુરુ પાસેથી શિક્ષા મેળવીને પોતાનું જીવન ઉજાળે છે, એ જ રીતે એ અનેકાંતવાદને સમજીને એનું જીવન ઊજળું બનાવી શકે છે. વ્યવહારજગતમાં આ અનેકાંતવાદ કઈ રીતે ઉપયોગી બની શકે ? આને માટે આપણે એ વિચારવું જોઈએ કે આ જગતમાં જે વસ્તુ તમને ‘ટેન્શન’ આપતી હોય છે, એ જ તમને ‘ટેન્શન’માંથી મુક્ત પણ કરી શકતી હોય છે. જેમ કે કોઈ નેતા ચૂંટણીમાં વિજય મેળવવા માટે પુક્ત પ્રયત્ન કરે, રાતદિવસ પ્રચાર કરે, જીતશે કે નહીં એની ચિંતા સેવે, મતદાનના દિવસે તો પોતાની જાતને નિચોવી નાખે અને પછી પરિણાંમ આવે ત્યારે એ ‘ટેન્શન' અનુભવતા હોય છે, પણ જે સત્તાપ્રાપ્તિની પ્રક્રિયા 'ટેન્શન' જગાવનારી હતી, તે જ વ્યક્તિને સત્તાપ્રાપ્તિ થતાં ‘ટેન્શન' મુક્ત કરી દે છે. આનો અર્થ એ થયો કે સત્તા એ ‘ટેન્શન' સર્જી શકે છે અને સત્તા એ ‘ટેન્શન' મુક્ત પણ કરી શકે છે. ધનપ્રાપ્તિ આપણને તનવામુક્ત કરી શકે છે અને એ જ ધનની પ્રાપ્તિ આપણને તનાવગ્રસ્ત પણ કરી શકે છે. આમ જીવનમાં સાપેક્ષ દૃષ્ટિની આવશ્યકતા રહે છે. અનેકાંતવાદ એ સાપેક્ષષ્ઠિ તરફ આંગળી ચીંધીને કહે છે, કે જો તમે સાપેક્ષ દૃષ્ટિથી વિચારશો, તો વિરોધી લાગતી બાબતો પણ વિરોધી નહીં લાગે અને એ રીતે સામસામો તીવ્ર વિરોધ દૂર થઈ જશે, જેથી સમન્વય સાધનાનો માર્ગ વધુ ખુલ્લો થઈ જશે. આ વિશે ‘શ્રી ભગવતી સૂત્ર’ આગમગ્રંથમાં ભગવાન મહાવીર સ્વામીને જયંતિ નામની શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નનો વિચાર કરીએ. એણે ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું કે માણસ જાગતો સારો કે માણસ ઉઘતો સારો ? ત્યારે ભગવાન મહાવીરે એમ કહ્યું કે ‘કેટલાક માણસ જાગતા સારા અને કેટલાક માણસ ઉંઘતા સારા.' એમ અહીં એમણે સાપેક્ષ દષ્ટિએ વાત કરી છે અને પછી એ સાપેક્ષ દૃષ્ટિ બતાવતા એમર્શ કહ્યું, "ધાર્મિક માણસ જાગતા સારા અને પાપીઓ ઉધના સાગ આ રીતે અનેકાંત વિચારધારા અપનાવવાથી જે બાબત સાવ વિરોધી લાગે છે, તે સમન્વયી લાગવા માંડશે, જેમ કે એક પિતા એ કોઈનો પુત્ર હોય છે, કોઈનો ભાઈ હોય છે, કોઈનો ભત્રીજો હોય છે, કો કોઈનો વેવાઈ હોય છે. આમ એક જ વ્યક્તિ એ જુદી જુદી રીતે કાર્ય કરતી હોય છે અને એટલે જ એ વ્યક્તિ તરફ એના પુત્રની જેવી અપેક્ષા હશે, એવી અપેક્ષા એના કાકાની નહીં હોય. એ વ્યક્તિ વિશે કોઈ એક અભિપ્રાય આપી શકાય નહીં. કારણ કે એ દરેક તબક્કે વિભિન્ન વર્તન કરતો હોય છે. એક વ્યક્તિ એના નોકરચાકર સાથે જે રીતે વર્તતી હોય છે. એ રીતે પોતાના બૉસ સાથે કે તપાસ માટે આવેલા ઈન્કમટેક્સ અધિકારી સાથે વર્તતી નથી. વ્યક્તિ તો એક પ્રબુદ્ધ સંપા ૨૨૦ જો અનેકાન્તવાદની સાપેક્ષષ્ટિ અપનાવવામાં આવે, તો વ્યક્તિ વિરોધી બાબતો વિશે સાચી સમજ કેળવી શકે, વિરોધી મતો વચ્ચે સમન્વય સાધી શકે, વિરોધી વિચારો અંગે એકત્વ પામી શકે. સુંદરીના કંઠે બિરાજેલો અત્યંત સુંદર સુવર્ણનો કલામય હાર એ સુંદરીને એક પ્રકારનું સૌંદર્ય બક્ષે છે. એ જ હાર કોઈ સુવર્ણકારની દૃષ્ટિએ ચડશે તો એ એમાંનું કલાત્મક ઘડામણ જોશે, એ જ હાર કોઈ અન્ય સ્રી જોશે તો એનામાં ઈર્ષ્યાને કારણે દ્વેષ પેદા કરશે, અને એ જ હાર એનો પતિ જુએ તો એ પત્નીના સૌંદર્યમાં થયેલી વૃદ્વિનો અનુભવ કરશે. આ રીતે એક જ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના અનેક પ્રકારે પડઘા પડતા હોય છે. જે એકને ગમે તે બીજાને નાપસંદ હોય, જે એકને સુંદર લાગે, તે બીજાને અસુંદર લાગે. આનો અર્થ એ થયો કે કોઈપણ સ્થિતિ કે વ્યક્તિને અનેક દૃષ્ટિકોણથી આપણે જોવી જોઈએ. એક સ્ત્રીનું સૌંદર્ય એના પતિને આકર્ષણ કરનારું બને, તો એ જ સ્રીનું સૌંદર્ય બીજી સ્રીને ટેન્શનગ્રસ્ત કરે છે. જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષો આવતા હોય છે. વિવાદો થતા હોય છે. સાસુ અને વહુની જુદી જુદી પરિસ્થિતિ, સંજોગ અને સમયને કારણે એમની વચ્ચે પ્રબળ ધર્ષણો જાગતા હોય છે. આ સમયે જો બંને એકબીજાની દૃષ્ટિએ વિચાર કરે, તો એ ઘર્ષણોની સમાપ્તિ થઈ જાય. પરસ્પરની સમજવાની સાચી દૃષ્ટિ મળે, અને જીવન વધુ સમતાયુક્ત બને. અનેકાંતવાદ વ્યક્તિના અંગત જીવનથી માંડીને એના વ્યવહારજીવન અને અને વિચારસૃષ્ટિ ધે જ ઉપયોગી બની શકે, માણસ મોટે ભાગે મતાંધતામાં જીવતો હોય છે. એ પોતના મતને એટલો બધો દૃઢપણે વળગી પડ્યો હોય છે કે એના બીજાં પાસાંનો વિચાર જ કરતો નથી. પ્રાચીન ગ્રીસનો મહાજ્ઞાની એરિસ્ટોટલ એમ માનતો હતો કે પુરુષો કરતાં સ્રીઓના મુખમાં ઓછા દાંત હોય છે. એવી એની આ માન્યતાને ચકાસવાન ક્યારેક પ્રયત્ન કર્યો નહીં અને એ જ રૂઢ માન્યતચાને આધારે એ વિચારતો રહ્યો. માણસ આગ્રહ કે વિગ્રહ કદાચ છોડી શકે છે, પરંતુ પૂર્વગ્રહ છોડી શકતો નથી. આ પૂર્વગ્રહને પરિણામે એ માણસ અમુક વ્યક્તિ, સમાજ, જ્ઞાતિ, કે કોમ પ્રત્યે સૂગ, ધૂત્કાર કે ઉપેક્ષાનો ભાવ વધતો હોય છે. એની વાત આવતાં જ એ તરત જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી દેશે. જો એનો વિરોધ હશે તો એની શક્ય એટલી નિંદા કરશે. કોઈ અન્ય વ્યક્તિએ એની ટીકા કરી હશે, તો એને વિશે ઘણો નિમ્ન અભિપ્રાય ધરાવશે. પરંતુ એ ટીકામાં કંઈ તથ્ય છે કે નહીં કે પછી એનો સ્વભાવ જ ટીકાખ્ખર છે અથવા તો આવી ટીકાઓ પર ધ્યાન આપવું એ પોતાને માટે જરૂરી નથી એમ સામે છેડે જઈને વિચાર કરો, તો એના જીવનમાંથી અનેક બાબતોના ટેન્શન ઓછા થશે અને એ રીતે અનેકાંતવાદ દ્વારા વ્યક્તિ ટેન્શનમુક્તિનો અનુભવ કરી શકશે. ★

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321