________________
ખૂણે ખાંચરે વેરાયેલા હોય, તો માળા ન રચી શકાય, પણ એ બધા મણકા ભેગા કરીએ તો જ માળા રચાય. આ રીતે અનેકાંત કહે છે કે આપણે જે જોઈએ છીએ, તે અનંત સત્ય નથી. એ તો સત્યનું એક કુલ્લિંગ કે કિરણ છે. એ બધાં કિરણો ભેગા કરીએ ત્યારે પૂર્ણ અનંત
સત્ય પ્રાપ્ત થાય.
આનો સરળ અર્થ એ છે કે તમે નીરખ્યું તે જ સત્ય એવો એકાંત આગ્રહ નહીં, પરંતુ મારી નજરનું સત્ય અને તેના પરની મારી શ્રદ્ધા અને બીજાની નજરનું સત્ય અને તે અંગેની તેની શ્રદ્ધા વિશેની વિચારણા- એવો સર્વ દૃષ્ટિને સમાવતો અનેકાંત છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇને આ ભૌતિક જગતને સાપેક્ષવાદ (વિપરી ઓફ રીલેટીવિટી) આપ્યો, જ્યારે ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં અનેકાંતષ્ટિ દ્વારા વ્યવહારજીવનનો સાપેક્ષતાવાદ બતાવ્યો.
અનેકાંત કહે છે કે તમારે સહપ્રતિપક્ષનો વિચાર કરવો જોઈએ. કોઈપણ વસ્તુ વિશે એક રીતે જ વિચારવું એ યોગ્ય નથી. બીજાના દૃષ્ટિબિંદુને પણ લક્ષમાં લેવું જોઈએ. આ રીતે અનેકાંતવાદનો મહેલ એવો છે કે જેમાં બધાં દર્શનો વિશે વિચારી શકાય. આને માનવપ્રજ્ઞાની શ્રેષ્ઠ નિષ્પત્તિ ગણી શકાય.
આપણે જે વાત કરવી છે તે તો એ છે કે આજના અત્યંત ટેન્શનયુક્ત વ્યસ્ત જીવનમાં મને અનેકાંત કંઈ રીતે મદદ કરી શકે ? કઈ રીતે અનેકાંત દૃષ્ટિથી હું મારા જીવનને સુખી કરી શકું? આનું પહેલું પગથિયું એ છે કે તમે જે બાબતથી ટેન્શનમાં રહો છો, એના મૂળ કારણનો વિચાર કરો. ટેન્શનના કારણોના મૂળમાં વ્યક્તિ ભાગ્યે જ જતી હોય છે. માત્ર એની પ્રક્રિયા કે પરિણામમાં જ ગૂંચવાતી હોય છે.
ટેન્શનનું બીજું કારણ ટેવો અને આદતો છે અને વ્યક્તિ એની આદતને કારણે ટેન્શનનો ભોગ બનતી હોય છે. ખૂબ મોડેથી ઊઠનારી સૂર્યવંશી વ્યક્તિઓ હંમેશા કામના બોજ હેઠળ દબાયેલી હોય છે. ક્યારેક ટેન્શનનું કારણ વ્યક્તિનો રુસ્વભાવ કે અકારણ ક્રોધ હોય છે. એના નકારાત્મક સ્વભાવને કારણે એના મનને ક્યાંય મજા આવતી નથી. એનું મન મુક્ત ઉલ્લાસ અનુભવતું નથી અને સાચા દિલથી હસી શકતું નથી. વળી નકારાત્મકતાને કા૨ણે એ એના પરિવારજનો તરફ કટુતા રાખતો હશે અને વિચારતો હશે કે ક્યાં આવો પરિવાર મળ્યો અને એ જ નકારાત્મકતાને કારણે વ્યક્તિ એમ પણ વિચારે કે ક્યાં આવા અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારથી ભરતા દેશમાં મારી જન્મ થયો!
કંઈ પ્રાપ્ત થયું છે, એનો એને આનંદ નથી, પણ જે કંઈ પ્રાપ્ત થયું નથી એનો વસવસો છે. એની વૃત્તિઓ જ એના ટેન્શનનું કારણ બનતી હોય છે અને આવા સમયે અનેકાંતવાદની મધ્યસ્થા વ્યક્તિને મદદરૂપ બને છે.
આજના સમયના ટેન્શનનું એક કારણ માનવીની વૃત્તિ છે. માણસ વધુને વધુ ભૌતિક સુખો તરફ દોડી રહ્યો છે અને એ ભૌતિક સુખો એનામાં સંતોષ જગાડવાને બદલે વધુ ને વધુ અસંતોષ જગાડે છે. જે પ્રબુદ્ધ સંપદા
૨૧૮
અનેકાંતવાદનો બીજો અર્થ છે પરસ્પર વિરોધી વિચારધારાઓનો સમન્વય. જૈન દર્શનની માફક ‘બૃહદારણ્યક ઉપનિષદ'માં પણ આવા પરસ્પર વિરોધી ગુણધર્મોનો સંકેત મળે છે. એમાં ઉપનિષદનો ઋષિ કહે છે કે એ ‘સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી’અને એ જ રીતે ‘તૈતરિયે ઉનિષદ'માં કહેવાયું છે,
જરા જુદી રીતે વિચારીએ તો એમ કહી શકાય કે વ્યક્તિ જગતમાં જે કંઈ વસ્તુઓ વિશે વિચાર છે, જે કંઈ સંબંધોના સરવાળા માંડે છે, એ બધાની પાછળ એની રાગદ્વેષની વૃત્તિ કામ કરતી હોય છે. જેના તરફ રાગ હશે, તેના તરફ નજર બદલાઈ જશે અને એ જ વ્યક્તિ તરફ
ઘણીવાર ટેન્શનનું મુખ્ય કારણ વ્યક્તિની પ્રકૃતિ, આદતો, સ્વભાવ અને વૃત્તિ હોય છે. ઘણાં માણસો સતત ટેન્શનમાં રહેતા હોય છે, કારણ કે એ પોતે જ પોતાના જીવનને યોગ્ય રીતે પરિમિત કે વ્યવસ્થિત કરવાને બદલે ઘણાં કાર્યોમાં ગૂંથાઈ જાય છે. એક સાથે એ સઘળાં કામોને ક્યાંથી ન્યાય આપી શકે? આથી બને એવું કે એ એક કામનેજો દ્વેષ હશે, તો વાત સાવ જુદી બનશે. આમ સંક્ષેપમાં અનેકાંતવાદ ન્યાય આપે છે, પણ ત્યાં બીજું કામ ઉપેક્ષા પામે છે અને એ ઉપેક્ષા અને અનંત ગુણાધર્માત્મક દૃષ્ટિનું દૃષ્ટાંત બની રહે છે. પામેલું કામ એના ચિત્તમાં 'ટેન્શન'નું રૂપ ધારણ કરે છે. કાં તો અને સતત વસવસો રહે છે કે પોતે બીજું કામ કરી શકતો નથી અથવા તો એ બીજું કામ એની ઉપેક્ષાને પરિણામે નવી સમસ્યાઓ સર્જતું હોય છે. અનેકાંત કહે છે કે મધ્યસ્થતાથી વિચારો. આ માધ્યસ્થ જરૂરી છે.
‘એ પરમ સત્તા મૂર્ત-અમૃર્ત, વાચ્ય- અવાચ્ય, વિજ્ઞાન (ચેતન)અવિજ્ઞાન (જ) અને સત્- અસત્ રૂપ છે.” અનેકાંતવાદ આને વસ્તુની અનંત ધર્માત્મકતો તરીકે ઓળખાવે છે. એટલે કે એ વસ્તુમાં માત્ર જુદા જુદા ગુણધર્મો છે એટલે જ નહીં પરંતુ એ જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મો પણ હોય છે.
આ અનંતધર્માત્મકતાને જોઈએ એટલે જીવનના ઘણાં દુ:ખો ઓછા થાય. જેમ કે એક યુવતીનો મૃતદેહ પડ્યો હોય તો એના પિતા પોતાની મૃત પુત્રીને જોઈને જોનારનું કાળજું કપાઈ જાય એવું આક્રંદ કરશે. જો કોઈ કામી પુરુષ એ યુવતીનો મૃતદેહ જુએ તો વિચારશે કે આવી યુવતી જીવતી હોત અને એની સાથે ભોગ ભોગવવા મળ્યો હોત, તો કેવું સારું! કોઈ સોની અહીંથી પસાર થશે, તો એની નજર યુવતીના ઘરેણાંની ડિઝાઈન પર પડશે અને કોઈ ચોર પસાર થશે તો એને એવો વસવસો થશે કે પોતે જો અહીં વહેલો આવ્યો હોત, તો આ બધા ઘરેણાં ચોરી લેવા મળત. આમાંથી દરેકના વિચારો એમના સંબંધ કે પ્રકૃતિ અનુસાર છે. કોઈ એકને તમે ખોટી કહી શકો નહીં.
આનો અર્થ એ કે વસ્તુતત્ત્વ અનંતધર્મા હોય છે અથવા તો બહુઆયામી હોય છે, અને તેથી દરેક પક્ષની સંભાવનાઓનો સ્વીકાર કરવો જરૂરી બને છે. આવી સર્વાંગી દૃષ્ટિથી આપણે આપણું ટેન્શન ઓછું કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે વસ્તુનો એક જ પાસાને જોઈએ છીએ અને તે પણ આપણા ચશ્માથી. આપણે જે ચશ્મા પહેરીએ છીએ, તે ગમતા- અણગમતાની ફેકટરીમાં બનેલા છે. ગમતી વાત હોય તો તરત દોડી જઈશું, ગમતા માનવીની ભૂલ ભૂલ નહીં લાગે અને અણગમતા માનવી નવી નાનકડી ભૂલ હિમાલય જેવડી ભૂલ વાગશે, માનવી એની જિંદગીમાં ગમા-અણગમાનો ખેલ ખેલતો હોય છે અને એની ગમતી વ્યક્તિ એક કામ કરે અને એ જ કામ એની અણગમતી વ્યક્તિ કરે, તો બંને કાર્ય પ્રયત્નો એનો પ્રતિભાવ જુદા હોય છે.
ગમતી વ્યક્તિના એ કામમાં એ એના વ્યક્તિત્વની વિશેષતા જોશે અને અણગમતી વ્યક્તિના એ કાર્યમાં એની મર્યાદાઓ શોધો. રાગ અને દ્વેષના પડળ આપણી આંખે બાઝી ગયા હોય છે. આ રાગદ્વેષને જુદી દૃષ્ટિએ પણ વિચારવા જેવા છે. આપણને રાગ છે આપણા અવગુણો તરફ અને આપણને દ્વેષ છે બીજાના ગુર્ણા તરફ. આપણા અવગુોને આપણે આપણી ખૂબી કે વિશિષ્ટતા તરીકે જોઈએ છીએ.