Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 260
________________ પણ તે સત્ય હોવા છતાં અસત્ય છે, કારણ કે બ્રહ્માંડ વિશાળ છે. એકાંતવાદ માનવીને છેડે લાવીને માર્ગ વગરનો કરી મૂકે છે. જ્યારે અનેકાંતવાદ માનવીને હજારો રસ્તા દેખાડી શકે છે. અનેકાંતવાદના જ્ઞાનથી અદ્વૈતવાદ એકાંતવાદ તરીકે નજરે પડે છે. તે સંશાત્મક થઈ જાય છે. તેની હદ બંધાય છે. વિજ્ઞાન બધી જ જાતના ખળો એક જ છે, છેવટે બધું એક જ છે એમ પ્રતિપાદિત કરી અદ્વૈતવાદને સાબિત કરે છે પણ તેનું છેલ્લું પગથિયું જે છે તે બ્રહ્માંડની ચેતના છે. ઊર્જા છે અને તેને દ્વિસ્વરૂપ છે. Wave particle duality છે. તે અદ્વૈતવાદમાંથી અનેકાંતવાદમાં પ્રવેશે છે. માટે એકાંતવાદની પાર્શ્વભૂમિમાં અંશ તરીકે બધા વાદ સમજી શકાય તેમ છે. એનો અર્થ એ નથી કે આ બધા વાદો ખોટા છે. પણ તેમને પણ આપણી સમજમાં સ્થાન છે જેટલું અનેકાંતવાદનું આપણી સમજણમાં સ્થાન છે. આ જ અનેકાંતવાદને શિખરે બેસાડે છે તેમ છતાં તે અનેકાંતવાદ છે. તે છેડો હંમેશા ખુલ્લો જ રાખે છે. . એકાંતવાદ સમય અને સ્થળનો સૂચક છે. જે સમયે અને જે સ્થળે જે સત્ય આપણને સમજાયું તે એકાંતવાદ, પણ અનેકાંતવાદ તેનાથી આગળ જાય છે, એ અર્થમાં અનેકાંતવાદ સંપૂર્ણ છે, સંપૂર્ણતા દર્શાવે છે, નિરપેક્ષતા દર્શાવે છે. તેમ છતાં તે પોતાને નિરપેક્ષ માનતો નથી. બધા રસ્તા ખુલ્લા રાખે છે. આ ઉપરથી આપણને બબર પડે છે કે મહાવીર સ્વામીએ ખરેખર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કેવળજ્ઞાન એટલે શું? તેનો આપણને અહીં અર્થ અને મહત્તા સમજાય છે. કેટલાંક લોકો માને છે કે વિજ્ઞાન ધર્મની વિરૂદ્ધ છે. હકીકત એ છે કે વિજ્ઞાન ધર્મનું જબ્બર ટેકેદાર છે. આધુનિક યુગમાં ધર્મના સિદ્ધાંતોને ભૌતિક રીતે સાચા દર્શાવવા માટે વિજ્ઞાન જ એક માર્ગ છે અને તે કરી શકે છે, પણ તે સંશયાત્મક સત્ય છે. એકાંતવાદનું સ્યાદવાદનું સત્ય છે. અનેકાંતવાદ પ્રચાશે તે એક રસ્તો છે. બીજા પણ રસ્તા હોઈ શકે પણ ભાષાની મર્યાદાને કારણે એક વાત એક જ વખત કહી શકાય છે. ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર અનેકાંતવાદ અને સ્યાદ્વાદને બરાબર રજૂ કરી શકે છે. ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર પ્રમાણે તરંગોનું જૂથ (wave packet) બધી જ સંભાવનાને (probability) રજૂ કરે છે. પણ જ્યારે માપણી કરવી હોય ત્યારે એ જ તરંગ બાકી રહે છે, બાકીની બધી જ અદશ્ય થઈ જાય છે. તે હોવા છતાં અદ્દશ્ય થઈને રહે છે. એ બધી જ સંભાવના અસ્તિત્વ ધરાવે છે. અનેકાંતવાદને ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રનો મોટો ટેકો છે. હાલમાં વિજ્ઞાનમાં ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્ર સર્વોપરી છે. જેમ અનેકાંતવાદ અર્વોપરી છે. અત્રે હું અનેકાંતવાદને સમજવા અને સમજાવવા બે ભૌતિક પરિસ્થિતિનું વર્ણન કરવા માગું છું. ભારતના રાજસ્થાનના રણમાં ઉનાળામાં ઉષ્ણતામાનનો પારો ૫૫ અંશ સેલ્સીઅસ બતાવતો થઈ જાય છે. આ સ્થળે જો આપણે ઍન્ટાકર્ટિકાના માણસોને લઈ આવીએ, તો તેઓ કહેશે કે રાજસ્થાનના માજાસૌ બોઈલરમાં રહે છે. શનિના ક્ષેત્રમાં ઉષ્ણતામાન ઓછા ૨૪૦૦ (-૨૪૦૦) સેક્સીઅસ રહે છે. જો શનિના સૌથી મોટા ઉપગ્રહ પર જીવન હોય અને ત્યાં માણસો રહેતાં હોય અને તે મનુષ્યોને આપણે ૨૪૭ એન્ટાકર્ટિકામાં લઈ આવીએ તો તેઓ કહેશે કે એન્ટાકર્ટિકાના માણસો બોઈલરમાં રહે છે. ખૂટીના ક્ષેત્રમાં ઉષ્ણતામાન ઓછા ૨૬૦૦ (-૨૬૦) સ્ત્સીસ છે. જો ત્યાંના ઉપગ્રહ પર જીવન હોય અને ત્યાં માણસો રહેતાં હોય અને તે મનુષ્યોને આપણે શનિના ઉપગ્રહ પર લઈ આવીએ તો તેઓ કહેશે કે શનિના ઉપગ્રહ પરના માશો બોઈલરમાં રહે છે. તો બોઈલર કર્યું ? બોઈલર બધી જ જગ્યાએ છે અને તે કોઈપણ જગ્યાએ નથી. તમે કઈ દૃષ્ટિએ બોઈલરને જુઓ છો, પરિસ્થિતિને પામો છો, જુઓ છો તેના પર બધો આધાર છે. છે કાચ હાથમાંથી પડે તો તેના ટુકડે ટુકડા થઈ જાય. કાચ ઘન અને તેના ગુણધર્મોમાં પરાવર્તન, વક્રીભવન, મેઘધનુષ ઉત્પન્ન કરવું વગેરે છે. હવે હું તમને કહ્યું કે પાણી પણ કાચ છે તો તમને હું નવાઈ લાગશે. તમને થાય કે પાણી તો આપણે પીએ છીએ, તેના વડે સ્નાન કરીએ છીએ. આકાશમાંથી પાણીનો વરસાદ વરસે છે. તો પાણી કાચ કેવી રીતે હોઈ શકે ? પાણીના અનેક ગુણો છે પણ પાછી કાચના પણ બધા જ ગુણો ધરાવે છે. તે પરાવર્તન, વક્રીભવન કરે છે, મેઘધનુષ ઉત્પન્ન કરે છે, માટે પાણી કાચથી પણ ઘણું વિશેષ છે. વિશેષ કાચ છે. હવે તમે મારી સાથે સહમત થશો કે હકીકતમાં પાણી કાચ છે. હવે હું તમને કહું કે પૃથ્વી ફરતેનું વાતાવરણ પણ કાચ છે તે તમને માનવામાં આવશે ? પૃથ્વી ફરતેનું વાતાવરણ પરાવર્તન કરે છે, વક્રીભવન કરે છે, મૃગજળ દેખાડે છે, મેઘધનુષ દેખાડે છે માટે પૃથ્વી ફરતેનું વાતાવરણ પણ કાચ જ છે; પણ કાચથી વિશેષ છે જેમાં આપણે ફરી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ. આમ વાયુમંડળને તમે કઈ દૃષ્ટિથી જુઓ છો તેના પર આધાર છે. હવે હું તમને કહ્યું કે આપણી ફરતેનું અંતરિક્ષ પણ કાચ જ છે હવે હું તમને કહું કે આપણી ફરતેનું અંતરિક્ષ પણ કાચ જ છે તો ? તમને માનવું અઘરું પડે. અંતરિક્ષ દેખાતું પણ નથી પણ તે કાચના બધા જ ગુણો જેવા કે પરાવર્તન, વક્રીભવન, મૃગજળ, મેઘધનુષ બધું જ આવરે છે. આમ કઈ દૃષ્ટિથી આપણે વસ્તુને જોઈએ છીએ તેના પર બધો આધાર છે. તે સત્ય છે, અને સત્ય નથી પી. સત્ય એક જ નથી. સત્યના ઘણાં રૂપો છે, તે બહુરૂપી છે. તે તરંગ-પદાર્થકા દ્વિસ્વરૂપ (wave-particle duality) માફક બહુરૂપી છે. માટે જ તેને અનેકાંતવાદ દ્વારા જ પામી શકાય. સ્યાદ્વાદ દ્વારા તેનું વર્ણન કરી શકાય. તે એકાંતવાદ નથી પણ સંશયાત્મક વાત કરીએ ત્યારે તે એકાંતવાદનું રૂપ ધારણ કરે છે. મહાવીર સ્વામીએ લોકોને અનેકાંતવાદનો બોધ આપ્યો કે જેથી કરીને લોકી એકબીજાની સાથે નાહકના ઝઘડે નહીં. અને શાંતિથી અને સંવાદિતાથી રહે. રાજકારણીઓને અનેકાંતવાદ અનુસ૨વાની ખાસ જરૂર છે કારણ કે તેમને વિવિધ વિચારો અને સિદ્ધાંતવાળા લોકોને મળવાનું છે. તેમને તેમની સાથે સહકાર અને સંવાદિતાથી કામ કરવાનું છે, તેમના પ્રશ્નો ઉકેલવાના છે. તેથી તેમનામાં બધાને સહન કરવાની શક્તિ હોવી જોઈએ, જે અનેકાંતવાદ જ આપી શકે. અનેકાંતવાદ જીવનના દરેક ક્ષેત્રે કાર્યરત છે અને આપણને અનેકાન્તવાદ અને સાપેક્ષવાદ

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321