Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 244
________________ અધર્માસ્તિકાય બન્ને દ્રવ્યાંની પર્યાય વિષ્કભાકા૨ચતુર્દશ રજવાત્મક લોકપુરુષાકાર છે. આવી એમના પર્યાય છે. બન્ને દ્રવ્યો અમૂર્ત છે. અરૂપી અદરૂપ છે, અને આ બન્ને દ્રશ્યો સર્જશે સમાન્તર છે. સમાન સ્વરૂપે ચે. માપ પ્રમાણ તેમજ આકા૨- પ્રકારાત્મક પર્યાયરૂપે પણ સમાન છે. એક સરખા જ છે. સમક્ષેત્રી છે. માત્ર ગુણ ભેદે જ ભિન્ન છે. ગતિસહાયક ગુણ વડે જ ધર્માસ્તિકાય સ્વથી ભિન્ન પર એવા અધર્માસ્તિકાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. એવી જ રીતે અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિસહાયક એવા સ્વગુા વડે પર દ્રવ્ય સ્વરૂપ ધર્માસ્તિકાય આદિથી સર્વથા ભિન્ન સ્વતંત્ર છે. જીવાત્મા અને પુદ્ગલ દ્રવ્યૂઃ પંચાસ્તિકાયાત્મક પાંચેય પદાર્થોમાં એક માત્ર જીવાત્મદ્રવ્ય અને પ્રદ્ગલ આ બંને દ્રવ્યો જ પરસ્પરે મળે છે અને છૂટા પડે છે. સંયોગ વિયોગ થતા જ રહે છે. પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ ગ્રહણ કરીને તેને દેહ બનાવીને તેમાં દેહાકાર પર્યાય ધારણ કરીને જીવાત્મા પોતાના આયુષ્ય કર્મની કાળાધિ સુધી હે છે. તે સમાપ્ત થયા તે પુગલાત્મક દેહ છોડીને જીવાત્મા જાય છે અને સ્વકર્માનુસાર બીજો દેહ બનાવીને તેમાં રહે છે- તે ધારણ કરે છે. જે વખતે જેવો દેહ ધારણ કરીને રહે છે. તે વખતે જીવાત્મા તેવી પર્યાયવાળા તરીકે ઓળખાય છે. તેવી નાદિની સંજ્ઞા વડે વ્યવહારમાં ઓળખાય છે. પદાર્થના મૂળ સ્વરૂપનું આ ભેદજ્ઞાન સાચા અર્થમાં સમજી લેવું જોઈએ. પુદ્ગલનો બનેલો દેહ અને તેમાં રહેતા ચેતન આત્માને તે દેહાકાર પર્યાયમાં રહેવાથી અભિન્ન- એક સ્વરૂપે માની લેવાની જે ભક્તિ-ભ્રમણા જીવ કરી લે છે.... બસ આ અજ્ઞાન દશા જ જીવને દુઃખી કરી મૂકે છે. માટે જ બન્નેમાં ભેદબુદ્ધિ કરવાની વાત અધ્યાત્મ શાસ્રો સમજાવી છે. અધ્યાત્મ શાસ્ર વડે ભેદજ્ઞાન કરીને સ્વથી સર્વથા ભિન્ન પર એવા પુદ્ગલ દ્રવ્યને ઓળખી લેવામાં આવે અને તેના વર્ણ-ગંધ-સ્પર્શાદિ ગુણોમાં જીવાત્મા આકર્ષાય નહીં. મોહિત ન થાય તો જ જીવાત્માનું કલ્યાણ થાય તેમ છે. અન્યથા સંભવ જ નથી. પર એવા પુદ્ગલ દ્રવ્યમાં પોતાપણાની સ્વબુદ્ધિ કઈ લઈને પોતાને દેહાકાર માની લઈને અભેદભાવે જીવો જે વ્યવહાર કરે છે વડે જ મિથ્યારૂપે દુ:ખી થાય છે. તે અવ-પુદ્ગલ દ્રવ્યોની સંયોગ વિયોગરૂપ પર્યાયી બયાની જ રહે છે. બસ આ પ્રક્રિયા જ ઉત્પાદ- વ્યયરૂપે ઓળખાય છે. જો બન્નેમાંથી એક પણ દ્રવ્યના ગુણો એક-બીજામાં જતા નથી. એ પ્રમાણે ચેતન જીવાત્માના જ્ઞાન- દર્શનાદિ ગુણો સ્વદ્રવ્ય આત્માને છોડીને પરદ્રવ્ય પુદ્ગલમાં જતા જ નથી. પુદ્ગલરૂપે થતા જ નથી. દ્રવ્યનું પરરૂપે પરિવર્તન કે પરિણમન થતું જ નથી. એવી જ રીતે ગુણોનું પણ પરદ્રવ્યના ગુણરૂપે પરિવર્તન કે પરિણમન સંભવ જ નથી. પરંતુ આ વ- પુદ્ગલ બન્ને દ્રવ્યોની સંમ્મિલિત અવસ્થામાં જે અભેદ બુદ્ધિ જીવાત્મામાં આવી જાય છે તે તેની અજ્ઞાનદશાના કારણે છે. પરંતુ જીવ જો તેને જ સાચું માની લે તો આ બ્રાન્તિ જ મિથ્યાત્વ છે. આવી મિથ્યા-થાન ધારણામાન્યતામાંથી બહાર નીકળવા જીવે મથવું જોઈએ. અને તે માટે સર્વજ્ઞવચન ને સારી રીતે સમજી વિચારીને સાચું સમ્યજ્ઞાન મેળવવું જોઈએ અને સમ્યગ્દર્શન તરફ વળવું જોઈએ. અનેકાન્તવાદ- સ્યાદ્વાદ- નયવાદનું ઉદ્ગમઃ આ ત્રર્ણય વાર્તાનો મૂળ આધાર પદાર્થ સ્વરૂપ છે. પદાર્થો પોતાના મૂળભૂત દ્રવ્ય સ્વરૂપે ત્રિકાળ નિત્ય શાશ્વત છે. જ્યારે ગુણ- પર્યાય સ્વરૂપે ઉત્પાદ- વ્યયાત્મક સ્થિતિવાળા છે. પદાર્થોના મૂળભૂત સ્વરૂપના આધારે જ સંપૂર્ણ જોવું- જાળવું- અનેક સ્વરૂપે તેની જાણી-જોઈને વિચારવું, તેનું સ્વરૂપ બીજાને જણાવવા કહેવું અને દૃષ્ટિ વિશેષથી આંશિર રૂપે કહેવું આદિ વ્યવહારોના કારણે અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, નયવાદ આદિ ત્રણેય વાદો- વ્યવહા૨મનાં આવે છે. અનેકાન્તવાદ વધારે ચિંતન- મનના સ્તરનું છે. જેમાં પદાર્થોના દ્રવ્ય સ્વરૂપને ધ્રુવ- નિત્ય સ્વરૂપે, ગુશ- પર્યાયના ઉત્પાદક- વ્યયાત્મક પરિવર્તનશીલ સ્વરૂપને જાણવા- સમજવા- વિચારવાનું હોય છે. જ્યારે સ્યાદ્વાદ ભાષા વ્યવહાર વડે તેને બીજાને જણાવવા કહેવા માટે ઉપયોગી બને છે. એનાથી પણ વધારે કોઈ ખાસ દૃષ્ટિ વિશેષ વડે તેના આંશિક સ્વરૂપને કહેવા- બોલવાદિ વ્યવહાર માટે નયવાદની ભાષા પદ્ધતિ વપરાય છે. આ રીતે આ ત્રર્ણય વાર્તા પોતપોતાના સ્વરૂપે વ્યવહારમાં છે. પરંતુ તે ત્રર્ણયનું મૂળ ઉદ્દગમ પદાર્થજ્ઞાન ઉપર આશ્રિત- આધારિત છે. જો પદાર્થ જ્ઞાનનો પાયો સુવ્યવસ્થિત મજબૂત નહીં હોય તો તેને વિચારવાકહેવાની- બોલવાની ભાષા પદ્ધતિમાં પણ ભૂલો થવાની સંભાવના ઘણી વધારે રહેવાની. મૂળ પાયામાં જૈન સિદ્ધાન્તાનુસાર પદાર્થોનું સ્વરૂપ જ ત્રિપદીમય- ત્રિપદાત્મક જ છે- “ડાઇ” લવ- hધ્યાનનું સ–' તત્ત્વાધિકારે પૂ. વાચકમૂજી ઉમાસ્વાતિ મહારાજ જેમણે જિનાગમોના દોહનરૂપે આવી સૂત્ર રચના કરીને પદાર્થ સ્વરૂપ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ગુણ- પર્યાયવાળું દ્રવ્ય- ઉત્પાદક- વ્યય- ધ્રુવ સ્વરૂપે છે. પદાર્થ- દ્રવ્ય માત્ર ગુા-પર્યાયવાળું જ છે. ગુજ઼ા-પર્યાય વગરનું એક પણ દ્રવ્ય જ નથી. દ્રવ્યને છોડીને ગુણો કયાંય અન્યત્ર રહી શકે તેમજ નથી. અને એવી જ રીતે ગુબ્રો વિના દ્રવ્ય રહી શકે જ નહીં. એવી જ રીતે પર્યાયની બાબતમાં પણ સમજવું જરૂરી છે. આવા ગુણપર્યાયવાળા પંચાસ્તિકાયાત્મક પાંચેય પદાર્થો જે દ્રવ્ય સ્વરૂપે ધ્રુવ- ત્રિકાળ નિત્ય જ છે અને નિત્ય શાશ્વત હોવા છતાં પણ તેમના ગુણો અને પર્યાયો ઉત્પન્ન- નષ્ટ થવાવાળા હોવાથી પરિવર્તનશીલ સ્વભાવે છે. ઉત્પાદ-વ્યય થવાને કારણે ગુણો પણ બદલાય છે અને પર્યાયો પા બદલાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ઉત્પાદ-વ્યય થવા છતાં એ પણ મૂળ દ્રવ્ય સ્વરૂપ જે સર્વથા અવિનાશી નિત્ય જ રહે છે. આવું પૈગી પદાર્થ સ્વરૂપ જેમને પણ સ્પષ્ટ થતું નથી તેઓ સ્યાદ્વાદ- નવયાદની ભાષા પદ્ધતિ પણ સમજી શકતા નથી. સ્યાદ્વાદ- નથવાદની ભાષા પતિઃ ૨૩૧ ૧. સંપૂર્ણ સત્ય...... પ્રમાણ........ ૨. આંશિક સત્ય સપ્તભંગી પ્રાણે સત્ય નય પ્રકમાણે સર્વજ્ઞ- સર્વદર્શી ભગવંતે પોતાના અનાદર્શનમાં જોથા પ્રમા... અને અનન્તજ્ઞાનમાં જાણ્યા પ્રમા..... જે રીતે સંપૂર્ણ સત્ય જીવનના વ્યવહારમાં અતિશય ઉપયોગી અનેકાન્તવાદ

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321