Book Title: Prabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Author(s): 
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 237
________________ વિધાન કરે ત્યારે અન્ય ગુણધર્મોનો નિષેધ ન થાય. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના સંબંધમાં સાપેક્ષિત કથન કરવામાં આવે છે તે કોઈ અભિપ્રાથવિશેષ કે દૃષ્ટિકોણવિશેષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વક્તાનો આ અભિપ્રાયવિશેષ અર્થાત્ દૃષ્ટિકોણવિશેષ એ જ નય કહેવામાં છે. તદુપરાંત જે અપેક્ષાના આધારે વસ્તુના અનન્ત ગુણધર્મો પૈકી કોઈ એક ગુણધર્મનું વિધાન કે નિષેધ કરવામાં આવે છે તે નય કહેવાય છે. નયનો સંબંધ વસ્તુની અભિવ્યક્તિની શૈલી સાથે છે. માટે જ આચાર્ય સિંહસેને સન્મતિ પ્રકરણ (પ્રાયઃ ઈસ્વીસનની પાંચમી સદીનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કેઃ जावइया वयणवहा तावइया चेव होंति णयवाया। जावइया णयवाया तावइया चेव परसमया || અર્થાત્ કથનની જેટલી શૈલી કે જેટલા વચન પદ હોય છે તેટલા નયવાદ હોય છે તથા જેટલા નયવાદ છે તેટલા પ૨-સમય અર્થાત્ પરદર્શન હોય છે. આ આધાર પરથી સિદ્ધ થાય છે કે નયોની સંખ્યા અનંત છે કારણ કે વસ્તુના અનંત ગુણધર્મોની અભિવ્યક્તિ માટે વિવિધ દૃષ્ટિકોણોની સહાય લેવી પડે છે. આ બધા દૃષ્ટિકોણ નય આશ્રિત જ હોય છે. જૈન દર્શનમાં નર્યાની ચર્ચા વિભિન્ન રૂપમાં કરવામાં આવી છે. સર્વપ્રથમ આગમ યુગમાં દ્રવ્યાર્ષિક અને પર્યાપાર્થિક દૃષ્ટિથી વસ્તુનું વિવેચન જોવા મળે છે. વસ્તુના દ્રવ્યાત્મક કે નિત્યત્વને જે પોતાનો વિષય બનાવે છે તેને ‘દ્રવ્યાર્થિક-નય’નયના કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ પરિવર્તનશીલ પક્ષને જે નય પોતાનો વિષય બનાવે છે તે નય ‘પર્યાયાર્થિનય” કહેવાય છે. તેમ જ પ્રમાણ અને પાર્થતાના આધાર પર પણ પ્રાચીન આગોમાં બે પ્રકારના નયોનો ઉલ્લેખ મળે છે. જે નય વસ્તુના મૂળભૂત સ્વાભાવિક સ્વરૂપને પોતાનો વિષય બનાવે છે તે ‘નિશ્ચયનય’ અને જે નય વસ્તુના પ્રમાણજન્ય વિષયને પોતાનો વિષય બનાવે છે તે 'વ્યવહારનય' કહેવાય છે. પ્રાચીન આગમોમાં મુખ્યતઃ આ બે પ્રકારના નર્યાની ચર્ચા ક૨વામાં આવી છે. ક્યારેક વ્યવહારનય કે દ્રવ્યાર્થિક નય અથવા અઘ્ધસ્થિત્તિ-નમ તેમજ પર્યાયાર્થિક-નય કે નિશ્ચયનયને પચ્છિનિનય કહેવામાં આવે છે. નીના આ બે પ્રકારના વિવેચન ઉપરાંત આપણને તેના અન્ય વર્ગીકરણ પછા ઉપલબ્ધ થાય છે. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસુત્ર (પ્રાયઃ ઈસ્ત્રી, ૩૫૦)માં નૈગમાદિ પાંચ મૂળ નાનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધસેન દિવાકર સન્મત્તિપ્રકરણમાં નૈગમનય છોડીને બીજા છ નયોની ચર્ચા કરી છે. તત્ત્વાર્થસૂત્રના દિગંબર ટીકાકાર તેમ જ કેટલાય અન્ય સાત નયોની ચર્ચા કરે છે. દ્વાદશા૨ નવચક્રના ગ્રંથકર્તા મલ્લવાદી (ઈસ્વી. ૫૫૦-૬૦૦)એ નૂતન દૃષ્ટિકોણોનો આધાર લઈ ભાર નયોની ચર્ચા કરી છે. નયચક્રના ઉલ્લેખ પરથી કહી શકાય કે વિભિન્ન દષ્ટિકોણાના આધાર પર નોનું સાતમો રૂપોમાં વિભાજન કરવામાં આવતું હતું, પરંતુ વર્તમાન યુગમાં નોના વર્ગીકરણની સંક્ષિપ્ત અને મધ્યમ શૈલી જ પ્રચલિત છે. જૈન દર્શનમાં નથની વ્યાપકતા અનેકાન્તાવાદના આધારભૂત નથવાદની મહત્તા આગમકાળમાં સ્થપાઈ ચૂકી હતી. એ પછીના કાળમાં ઉત્તરોત્તર વધતી જ ગઈ હતી. પ્રબુદ્ધ સંપા જૈન દર્શનમાં પ્રત્યેક પદાર્થને નયજ્ઞષ્ટિથી મૂલવવાની પદ્ધતિ પા પ્રાચીન છે. આગમના પ્રત્યેક સૂત્રને વિભિન્ન મૂલવવાની પદ્ધતિ પણ પ્રાચીન છે. આગમના પ્રત્યેક સુત્રને વિભિન્ન નથથી વિચારવા અને શ્રોતા અનુસાર તેનું કથન કરવાની પ્રણાલી હતી તેથી નયના ભેદપ્રભેદની સંખ્યા પણ વધતી જ ગઈ હતી. આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલા નાના સાતમો કે પાંચસો ભેદ આ વાતની પુષ્ટિ કરે છે. જૈન દર્શનના પ્રત્યેક સૂત્રો પણ નયને આધારે કહેવાય છે. આમ નયની સર્વવ્યાપકતા જૈન દર્શનમાં જોવા મળે છે. આવશ્યકનિર્યુક્તિમાં/વિશેષાવશ્યભાષ્યમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે . नात्धि एहिं वि सुतं अत्धो य जिणमए किंचि । ઝાસખ્ત ૩ સોયા, ને નવિસારો ફૂગ || ૨૨૭૭|| અર્થાત્ જૈન દર્શનમાં નથરહિત કોઈ સૂત્ર કે અર્થ નથી, તેથી નયવિશારદ (નયમાં નિષ્ણાતગુરુ) યોગ્ય શ્રોતા મળતા નયનું વિવિધ પ્રકારે વિર્ણન કરે. આથછી જ પછીના કાળમાં પ્રત્યેક જૈન દાર્શનિકોએ નય અંગે ઊંડું ચિંતન કર્યું છે અને તેના વિશે લખ્યું છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં નયવિષયક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. નયના વિશદ વર્ણન કરતાં ગ્રંથોની સંખ્યા અવ્ય છે, પરંતુ દર્શનના ગ્રંથમાં યત્ર તંત્ર નયની ચર્ચા થયેલી છે. તેમાં લક્ષણની પણ ચર્ચા થયેલ છે. વિભિન્ન ગ્રંથોમાં નયોનુંલક્ષણ ભિન્નભિન્ન જોવા મળે છે. અનુયોગઢારવૃત્તિમાં નથનું લક્ષા આપતા જણાવ્યું છે કે ૨૨૪ सर्वात्रानन्तधर्माध्यासिते वस्तुतनि एकांसग्राहको बोधो नयः ।। અર્થાત્ અનન્તધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર બોધ તે નય છે. ન્યાયવતા૨ (શ્લોક ૨૯)ની ટીકામાં સિદ્ધર્ષિ નયની વ્યાખ્યા કરતાં જણાવે છે કે अनन्तधर्माध्यासितं वस्तुप स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयतिપ્રાપતિ સંવેવન-મારોહયતીતિ નયઃ અર્થાત્ અનંતધર્મોથી વિશિષ્ટ વસ્તુને પોતાને અભિમત એવા એક ધર્મથી યુક્ત બનાવે છે તે નય છે. દિગમ્બર પરંપરામાં નયનું લક્ષણ જણાવતાં કહ્યું છે. ज्ञातुरभिप्रायः श्रुतविकल्पो वा नयः ।। અર્થાત્ જ્ઞાતાનો અભિપ્રાય અથવા શ્રુત વિકલ્પ નય છે. આ ઉપરાંત વિજયએ સપ્નભંગી નથપ્રદીપમાં અન્ય લક્ષણો પણ નોંધ્યા છે. नानास्वभावेभ्यो व्यावृत्तवैकस्मिन् सबभावे वस्तु नवतिપ્રાપ્નોતીતિ નયઃ।। વિવિધ સ્વાર્થોમાંથી કોઈ એક સ્વભાવયુક્ત વસ્તુનું જ્ઞાન કરાવે તે નથ છે. प्रमाणेन संगृहीतार्थकांशो नयः । પ્રમાા દ્વારા સંગ્રહીત કરવામાં આવેલ ધર્મોમાંથી કોઈ એક અંશે ગ્રહણ કરવો એ નવનું લક્ષણ છે. તત્ત્વાર્થરાજવાર્ત્તિકમાં નાનું લક્ષણ નીચે પ્રમાણે જણાવ્યું છેઃ

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321