________________
મુરારિ મિશ્ર: ‘મુરારેસ્તૃતીય પન્યા:' મુરારિ મિશ્રને મીમાંસાના ત્રીજા સંપ્રદાયના પ્રવર્તક હોવાનું અલૌકિક ગૌરવ પ્રાપ્ત થયું છે. મુરારિએ ભવનાથ (૧૦ શતક)ના મતનું ખંડન કર્યું છે તથા પ્રખ્યાત ગંગેશ ઉપાધ્યાય અને તેનો આત્મજ વર્ધમાન ઉપાધ્યાય દ્વારા ઉષ્કૃત કર્યા છે. આમ એમનો સમય ૧૨મી શતાબ્દીનો પ્રતીત થાય છે. એમના ગ્રંથો લુપ્તપ્રાય છે.
મીમાંસક અચારમીમાંસાઃ આપણે ઉપર જોયું તેમ મીમાંસા દર્શનનો પ્રધાન ઉદ્દેશ્ય ધર્મની વ્યાખ્યા કરવાનો છે. જેમીનીએ ધર્મનું લક્ષણ આપ્યું છે. ‘વા-નાના કાર્યોં ધરમઃ।' ‘ચોદના” દ્વારા લિખિત અર્થ ધર્મ કહેવાય છે. ચોદનાનો અર્થ છે–ક્રિયાનું પ્રવર્તક વચન, અર્થાત્ વેદનું વિધિ વાક્ય. ચોદના ભૂત, ભવિષ્ય, વર્તમાન, સૂક્ષ્મ, વ્યવર્ધિત અથવા વિપરીત પદાર્થોને બતાવવામાં જેટલું સામર્થ્ય છે તેટલું સામર્થ્ય ન તો ઈન્દ્રિયોમાં છે ના કોઈ અન્ય પદાર્થમાં. મીમાંસકોની માનવીય સંમતિમાં ભગવતી શ્રુતિનું તાત્પર્ય ક્રિયા પ્રે૨ક છે. વિધિનું પ્રતિપાદન જ વેદવાક્યોનું મુખ્ય તાત્પર્ય છે. તેથી જ્ઞાનપ્રતિપાદક વાક્ય ક્રિયાની સ્તુતિ અથવા નિષેધનું પ્રતિપાદન કરવાનું કારણ પરંપરાગત ક્રિયાકારક છે. તેને સામાન્યતઃ ‘અર્થવાદ” કહે છે. એટલે કોઈ પ્રયોજનના ઉદ્દેશ્યથી વેદ દ્વારા વિહિત યાગાદિ અર્થ “ધર્મ” કહેવાય છે. આ અર્થોનું વિધિવત્ અનુષ્ઠાન કરવાથી પુરુષને નિઃસંદેહ દુ:ખોથી નિવૃત્તિ કરવાવાળી સ્વર્ગ ની ઉપલબ્ધિ મળે છે . યથા ‘સ્વર્ગકાર્બો ચર્જત' (સ્વર્ગની કામનાવાળા પુરુષ યજ્ઞ કરે). આ વાક્યમાં ‘થજેત’ ક્રિયાપદ દ્વારા ‘ભાવના' શબ્દની ઉત્પત્તિ મનાય છે.
વૈદવિહિત કર્મોના ફ્લોના વિષયમાં મીમાંસકોમાં બે મત પ્રવર્તે છે. એ ખરું જ છે કે દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ પ્રત્યેક પ્રાણીનું લક્ષ્ય હોય છે. પ્રાણીઓની કર્મવિશેષ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ ત્યારે થાય છે જ્યારે તેનાથી કોઈ ઈષ્ટ, અભિલક્ષિત પદાર્થ સિદ્ધ થવાનું જ્ઞાન થાય છે. આમ કુમારિલની દૃષ્ટિએ ધાર્મિક કૃત્યોનું અનુષ્ઠાન ‘ઈષ્ટસાધનતાજ્ઞાન’ કારણ છે. પરંતુ પ્રભાકર ‘કાર્યતાજ્ઞાન’ને કારણ તરીકે અપનાવે છે. અર્થાત્ વેદવિહિત કૃત્યોનું અનુઠાન કર્તવ્યબુદ્ધિથી કરવું જોઈએ એનાથી ન સુખ પામવાની આશા રાખે, ન અન્ય ફળ પામવાની ચાહ રાખે. કુમારિલનું કથન છે કે કામના કર્મ વિશેષ ઈચ્છાની સિદ્ધિ માટે કરવામાં આવે છે, પણ પ્રભાકરનો મત છે કે કામના કર્મમાં કામનાનો નિર્દેશ સાચ્ચા અધિકારીની પરીક્ષા કરવા માટે છે. આવી કામના કરવાવાળો પુરુષ એ કર્મનો સાચો અધિકા૨ી સિદ્ધ થાય છે.
કુમારિત ભટ્ટ અને પ્રભાકર મિશ્ર, એ બંનેના નિત્ય કર્મ વિષયમાં મત માંતર એકદમ સ્પષ્ટ છે. કુમારિતના મતમાં નિત્યકર્મ (જેમ સંધ્યા વંદન આદિ)ના અનુષ્ઠાનથી પાપનો નાશ થાય છે, અને અનુષ્ઠાનના અભાવમાં પાપ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રભાકરની સંમતિમાં નિત્યકર્મોનું અનુષ્ઠાન વેદવિહિત હોવાને કારણે જ કર્તવ્ય છે. વેદની અનુલંઘનીય આજ્ઞા છે કે ‘અહરહઃ સંધ્યામુપાસિત' એટલે કે દિન પ્રતિદિન સંધ્યાની ઉપાસના કરવી જોઈએ. આ ઉદ્દેશ્યથી, કર્તવ્ય કર્મની કરવાની દૃષ્ટિથી આ કૃત્યોનું સંપાદન કરવું જોઈએ. નિષ્કામ-કર્મ -યો ગની દૃષ્ટિએ કાર્યો કરવા પાછળની ભાવના નિસ્પૃહતાથી થાય તે પ્રભાકરને
માનનીય છે.
દર્યના પ્રકાર
વૈદ પ્રતિપાધ્ધ કર્મ ત્રણ પ્રકારનું છે-(ક) કામ્ય-કોઈ કામના વિશેષ માટે કરવાનું કાર્ય જેમ કે, ‘સ્વર્ગ કામો યજે ત’; (ખ) પ્રતિષિદ્ધ–અનર્થ પ્રબુદ્ધ સંપ્રદા
૧૯૪
ઉત્પાદક હોવાથી નિષિદ્ધ જેમ કે, (ઝેરથી ભરેલાં શસ્ત્રોથી મરેલા પશુનું માંસ નહીં ખાવું જોઈએ); નિત્ય નૈમિત્તિક- અહેતુક કરણીય કર્મ, જેમ સંધ્યા વંદન નિત્યકર્મ છે અને અવસર વિશેષ પર અનુષ્ક્રય શ્રદ્ધાદિ કર્મ નૈમિત્તિક. અનુષ્ઠાન કરતાં જ ફળની નિષ્પત્તિ જલ્દી નથી મળતી, કાલાન્તરમાં મળે છે. હવે સવાલ એ થાય છે કે ફળ-કાળમાં કર્મના અભાવમાં એ ફળ કેવા પ્રકા૨નું હોય છે? મીમાંસકોનું કહેવું છે કે અપૂર્વ'થી દરેક કર્મોમાં અપૂર્વ (પુષ્પાપુણ્ય) ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે. કર્મથી થાય છે અપૂર્વ અને અપૂર્વથી ફ્ળ થાય છે. ‘અપૂર્વ’ કલ્પના મીમાંસકોની કર્મ વિષયક એક મૌલિક કલ્પના મનાય છે. કર્મ મીમાંસાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વેદ દ્વારા પ્રતિપાદિત અભિષ્ટ સાધક કર્મોમાં લાગ્યો રહે અને પોતાનું વાસ્તવિક કલ્યાણ સંપાદન કરો રહે. યશ યાગાદીમાં કોઈ દેવતા વિશેષ (જેમ કે ઈન્દ્ર, વિષ્ણુ, વા આદિ)ને લક્ષ્ય કરીને આહુતિ દેવાય છે. વૈદમાં આ દેવોના સ્વરૂપનું પૂરું વર્ણન મળી આવે છે. પરંતુ મીમાંસાને મતે દેવતા સંપ્રદાનકારક સૂચક પદમાત્ર જ છે. એનાથી વધીને એની કોઈ સ્થિતિ નથી. દેવતા મંત્રાત્મક હોય છે. અને દેવતાઓની પૃથક સત્તા આ મંત્રોને છોડીને અલગ નથી હોતી, જેના દ્વારા તેમના માટે હોમનું વિધાન છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વૈદિક કર્મનું અનુષ્ઠાન શા માટે કરવું જોઈએ ? સામાન્ય મત એ છે કે કોઈ કામનાની સિદ્ધિ માટે, પણ વિશેષ મત એ છે કે કોઈ પણ કામના વગર જ આપણી વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. ઋષિઓને દીવ્ય ચક્ષુઓથી દેખાતું વૈદિક મંત્રોમાં ગૂઢ રહેલો ધર્મ ધોકોના કલ્યાણ માટે છે. તેથી લો કો એકો ઈપણ અનુ ાન સિદ્ધિના પ્ર જન વગર સ્વયં કરતાં જ રહેવું જોઈએ. આ પ્રકારે નિષ્કામ કર્મ અનુષ્ઠાનની શિક્ષા દેવી તે મીમાંસાના કર્તવ્યશાસ્ત્રનો ચરમ ઉદ્દેશ્ય છે. જર્મન તત્ત્વજ્ઞ કાંટ પણ કર્તવ્યના વિષયમાં મીમાંસા મતની સમાન જ મત રાખે છે. એનું કહેવાનું છે કે પ્રાણીઓએ કર્તવ્યનું સંપાદન સ્વાર્થ બુદ્ધિથી નહીં કરીને નિરપેક્ષ બુદ્ધિથી કરવું જોઈએ. આ બંનેમાં થોડું અંતર છે. જ્યાં કાંટના મતમાં કર્મના ફળનો દાતા ઈશ્વર છે, ત્યાં મીમાંસક કર્મમાં જ ફળ દેવાની યોગ્યતા છે એમ માને છે. કાંટની દૃષ્ટિએ ઈશ્વર જ માનવને કર્તવ્ય કરવા માટે પ્રેરિત કરે છે, પરંતુ મીમાંસામાં કર્તવ્યનો મૂળ સ્રોત અપૌરુષેય વેદ જ છે. એ જ લોકોને નિષ્કામ કર્મ કરવાનો આદેશ આપે છે અને આપણે તેની આજ્ઞાનું પાન કર્તવ્ય બુદ્ધિથી કરવું જોઈએ.
આ દાર્શનિક વિવેચનના અનુશીલનમાં મીમાંસાની દાર્શનિકતામાં કોઈ પ્રકારનો સંદેહ નથી રહે તો. મીમાંસાનો મુખ્ય અભિપ્રાય યજ્ઞ યાગાદિ વૈદિક અનુષ્ઠાનોની તાત્ત્વિક વિવેચના છે, પણ આ વિવેચનની ઉત્પત્તિ માટે એણે જ સિદ્ધાન્તોને શોધી કાઢ્યા છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મીમાંસકોએ અને કર્માલિક સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે, જેનો ઉપયોગ સ્મૃતિગ્રંથોના અર્થ નિર્ણય કરવામાં કરાય છે. સ્મૃતિઓનું ક્ષેત્ર વિશાળ છે તથા એમાં નાના પ્રકારના વિરોધસૂચક સિદ્ધાંત ઊભા થાય છે. દેખાવમાં આ વિરોધ ખૂબ જ માર્મિક પ્રતીત થાય છે, પરંતુ મીમાંસાની વ્યાખ્યા શૈલીનો ઉપયોગ કરવાથી આ વિરોધોનો પરિહાર સારી રીતે થઈ શકે છે. એટલે સ્મૃતિના મર્મજ્ઞાન માટે ‘કર્મ મીમાંસા'નો ઉપયોગ ખૂબજ કરાય છે. તેથી જ મીમાંસાનું અનુશીલન નિઃસંદેહ વેદિક ધર્મ ની જાણકારી માટે અત્યંત આવશ્યક છે. કુમારિવનું આ કથન યથાર્થ છે- ‘ધર્ાર્ય વાષિય વસ્તુ મામાસાવા પોખન:।।'
★