________________
“લઘુ વયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સુચવે એમ કે ગતિ આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે કાય,
વિના પરિધર્મ તે થો, ભવાં કાર્શી ત્યાં ' જાતિસ્મરણ જ્ઞાનના પ્રકારો
આ જ્ઞાનના સામાન્ય અને મુખ્ય એમ બે પ્રકારો છે. સામાન્ય જાતિસ્મરણજ્ઞાનમાં આવેલ સ્મૃતિની અસર ઉપર ઉપરની, આછી અને તરત ચાલી જાય તેવી હોય છે. એનું કારણ ઘણી વખત જાતિસ્મરણ થાય ત્યારે તેના પર ધ્યાન દેવામાં આવતું નથી. તેના પ્રત્યે દુર્લક્ષ અપાય છે. આથી તે જ્ઞાનનો વિકાસ થતો અટકે છે. આપી એના દુષ્ટાંત જોઈએ તો કોઈ વખત કોઈ વ્યક્તિ નન નવા સ્થળે ફરવા ગઈ હોય, એ સ્થળની સુંદરતા માણતી હોય અને અચાનક એ સ્થળની જગ્યા, કોઈ રસ્તો પરિચિત ભાસે છે, ત્યાં પહેલા ગયા હોઈએ, આ દૃશ્ય પહેલા પણ જોયું છે એવું ભાસે છે, એવો સ્મૃતિમાં ઝબકારો થાય છે. ત્યારે 'ક્યાં' અને 'કેવી રીતે' જોયું છે એ જિજ્ઞાસાથી ઉહાપોહ થવાનો સંભવ હોય છે. ત્યારે જો જ્ઞાનાવરણીય કર્મ મંદ થયું હોય તો પૂર્વની સ્મૃતિ, પૂર્વનું દશ્ય સામે આવે છે પણ જો એ વખતે એવી વિશેષ વિચારણા ન કરતા તે સ્મૃતિની ઉપેક્ષા પણ કરાય છે. એવી જ રીતે કોઈ વખત રસ્તામાં જતા તદ્દન અજાણી વ્યક્તિ મળે છે ત્યારે તેનો ચહેરો પરિચિત લાગે છે, એને ક્યાંય પણ જોયો હોય તેવી ઝાંખી થાય છે, તે પૂર્વ પરિસ્થિતિની ઝાંખી પણ જાતિસ્મૃતિનો એક પ્રકાર છે. પરંતુ એ વખતે તેમને ક્યાંક જોયા હશે પણ યાદ રહેતું નથી અથવા સમાન મુખાકૃતિવાળા પણ ઘણા હોય છે, એમ વિચારી એ પ્રસંગની ઉપેક્ષા કરે છે અને તે પ્રસંગને વિસ્તૃત કરે છે. આ પૂર્વભવના પ્રસંગની ક્ષણિક સ્મૃતિ છે. જાતિસ્મરણ જ્ઞાનનો સામાન્ય પ્રકાર છે. આવી રીતે સામાન્ય જાતિસ્મરણ જ્ઞાન એટલે પૂર્વે જોયેલ સ્થળ અથવા દૃશ્ય, પૂર્વે સાંભળેલ વાત અથવા પ્રસંગકથા આદિ બીજા ભવમાં પુનઃ અનુભવમાં આવવા. એના પ્રત્યે દુર્લક્ષ ન કરતા તે પ્રત્યે ઉપયોગ દેવામાં આવે, અનુભવી, જ્ઞાની પુરુષ પાસેથી માર્ગદર્શન મેળવી યોગ્ય દિશામાં પ્રયત્ન થાય તો તે જ્ઞાન વિકસિત કરી શકાય અને
સુખ દુઃખનું વેદન જોતા પોતે જ કર્મોનો કર્તા ભોક્તા છે એમ શ્રદ્ધા થાય છે. આ જ ચિંતન આગળ વધતા આ શુભાશુભ ભાવોનો ક્ષય થઈ શકે છે એટલે મોક્ષ છે એવો શ્રદ્ધાભાવ આવે છે. એ માટે તપ, સંયમ, ધ્યાન દ્વારા સિદ્ધ પદ અર્થાત્ મોક્ષ મળી શકે છે. આ
રીતે આત્માના છ પદ પર શ્રદ્ધા દૃઢ થતાં આત્મજ્ઞાન અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેનો માર્ગ સ્પષ્ટ થાય છે અને પુરુષાર્થ કરતા સહજ રીતે એ માર્ગ પર આગળ વધી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન થવાના નિમિત્તો
સામાન્ય જાતિસ્મરણ જ્ઞાન તો સામાન્ય નિમિત્તો જેવા કે પૂર્વે જોયેલ સ્થળ અથવા દુશ્ય, અથવા કોઈ વ્યક્તિ વગેરે જોવાથી થઈ શકે છે. (પૂર્વ ભવ યાદ આવી શકે છે.) જ્યારે મુખ્ય જાતિસ્મૃતિ જ્ઞાન ઉદ્ભવવાના નિમિત્ત કારણો છે- ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાનયોગ અને સત્સંગ.
આ પ્રકારના બે વિભાગ થઈ શકે છે
(૧) આત્મજ્ઞાન પહેલાનું જાતિસ્મૃતિ જ્ઞાન (૨) આત્મજ્ઞાન પછીનું જાતિસ્મૃતિ જ્ઞાન.
આત્મજ્ઞાન પહેલાનું જાતિસ્મરણજ્ઞાન સાત વર્ષની ઉંમર પહેલાં થયું હોય, તે વય સુધીમાં પૂર્વ ભવની સ્મૃતિમાં પોતાનું જન્મસ્થળ, નામ, પોતાના કુટુંબીજનો વગેરેનું જ્ઞાન થાય છે, પણ તે ભૂલી જવાય છે. સાત વર્ષ પછી પ્રાપ્ત થયેલ જાતિસ્મરણજ્ઞાન આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અત્યંત ઉપકારી થાય છે. કારણ પ્રથમ જણાવ્યું તેમ આ જ્ઞાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ મંદ થવાથી થાય છે. એટલે આ જ્ઞાનના પ્રભાવથી પૂર્વે પોતે હતો, વર્તમાનમાં છે એમ જણાવાથી આત્માના અસ્તિત્વ અને નિત્યત્વની પ્રતીતિ થાય છે. વિશેષ વિચારથી પોતાને થતા શુભ, અશુભ ભાવો તેમ જ
૧૪૯
(અ) સંવેગ-એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની અર્થાત્ મોક્ષપ્રાપ્તિની પ્રબળ ઈચ્છા. સંર્વંગ, નિર્વેદ આવવાથી પ્રાપ્ત થાય છે. નિર્વેદ એટલે આ સંસાર અને સંસારના વિષયોમાંથી મનનું ઉઠી જવું, જ્ઞાનીના વચનોથી આ સંસારનું અનિત્યપણું અને અશરાપણું સમજાય છે અને સાથે જ અનંતકાળથી આ સંસારચક્રમાં રખડતા આત્માને એનું સહજાત્મસ્વરૂપ પ્રગટ કરવાની જીજ્ઞાસા, તાલાવેલી જાગે છે. એ જ ભાવમાં એ ચિંતન કરતાં કરતાં હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂં? એ વિચારણા સતત ચાલે છે અને એક સુભગ પળે જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થાય છે.
(બ) જ્ઞાનયોગ – જ્ઞાન એટલે આત્મજ્ઞાન અને યોગ એટલે
જોડાવું
જ્ઞાનયોગ એટલે પોતાનું જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમાં જ રમણતા કરવી, તેની સાથે એકરૂપ થવું. જ્ઞાનયોગની પ્રાપ્તિ માટેનો જે પુરુષાર્થ છે તે પણ જ્ઞાનયોગમાં જ સમાય છે. જ્ઞાનયોગમાં ધ્યેય શુદ્ધાત્માની પ્રાપ્તિનું છે અને અવલંબન પણ શુદ્ધાત્માનું જ છે. એ માટેની સાધના કરતા જ્યાં ચિત્ત શાંત થાય છે ત્યારે ક્યારેક પૂર્વ ભવ અથવા ભવોનું સ્મરણ થાય છે.
(ક) સત્સંગ – જાતિસ્મરણ જ્ઞાનપ્રાપ્તિનું ત્રીજું નિમિત્ત કારણ
સત્ય જીવન તરફ પ્રયાણ કરી શકાય. જાતિસ્મરણ જ્ઞાનનો બીજો છે સત્સંગ. સત્સંગનું મહાત્મ્ય અપાર છે. સત્પુરુષ કે જ્ઞાનપુરુષના પ્રકાર છે મુખ્ય જાતિસ્મરણ જ્ઞાન.
પવિત્ર સત્સંગનો અપૂર્વ યોગ પ્રાપ્ત થવો એ દુર્લભ છે તો પદ્મ કોઈ મહાન પરમાર્થ પુષ્પના ઉદયે તેવો યોગ થાય ત્યારે પૂર્વભવની સ્મૃતિ થવી સુલભ બને છે, જ્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ હળવા થયા હોય અને એવી પળે જ્ઞાની પુરુષના સત્સંગથી ચિત્ત શાંત થાય છે, રાગદ્વેષની પરિણતિરૂપ સાંકળ તૂટે છે, ચિત્ત એકાગ્ર અને સ્થિર થતાં પૂર્વભવનું જ્ઞાન પ્રગટ થાય છે.
આવી રીતે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ, જે બાંધવાનું મૂળ કારણ છે જીવની આસક્તિ તેમ જ પરપદાર્થમાં મોહ અને સુખબુદ્ધિ. આ દોષો જેમ જેમ ઘટતા જાય, ઓછા થતા જાય તેમ જીવની વૃત્તિ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ તરફ વળે છે. જ્ઞાનનો ઉઘાડ થતો જાય છે. દોષોની ન્યૂનતા અને ક્ષીણતા થવા માટેના નિમિત્ત કારણો છે સશ્રુત, સદ્વિચાર, સ્વાધ્યાય, સત્સંગ અને જ્ઞાની પુરુષનો સમાગમ યોગ. આ છેલ્લું કારણ સૌથી પ્રધાન નિમિત્ત જાતિસ્મરણ અને કર્મવાદ