________________
કર્મયોગનું વિજ્ઞાન
– ભાણદેવજી
[અધ્યાત્મપથના પથિક વિદ્વાન લેખક યોગાચાર્ય છે. યોગ અને તત્ત્વજ્ઞાનના પ્રચાર અર્થે વિદેશ ભ્રમણ કર્યું છે. લગભગ ૩૫ પુસ્તકોના કર્તા છે. સૌ૨ાષ્ટ્રમાં મો૨બી પાસે તેમના આશ્રમમાં સ્થાપી છે.
૧. પ્રસ્તાવ
कर्मणोह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहनी कर्मणो गतिः । -શ્રીમદ્ ભગવદ્ ગીતા ૪-૧૭. કર્મનું સ્વરૂપ જાણવાોગ્ય છે. વિક્રર્મનું સ્વરૂપ પણ જાણવાોગ્ય છે અને અકર્મનું સ્વરૂપ પણ જાણવાોગ્ય છે. કર્મની ગતિ ગહન છે.’
જે શબ્દ સતત કાને પડતો હોય, જેના સંપર્કમાં આપણે સતત રહેતા હોઈએ તેની ગહનતા અંગે આપણે બેપરવાહ બની જઈએ છીએ. અતિ પરિચયને લીધે તેની ગહનતા તરફ આપણું ધ્યાન જતું નથી. કર્મ આપણા જીવન સાથે ગાઢ રીતે એકરસ થઈ ગયું છે. જવવું અને કર્મો કરવા બન્ને સાથે સાથે જ છે.
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् (गीता-३-५) કોઈ પણ જીવ ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહેતો નથી.' કર્મ માનવજીવન સાથે આટલું ઓનપ્રોત થયેલું છે. છતાં આપણે કર્મના યથાર્થ સ્વરૂપને ન જાણતા હોઈએ એમ બની શકે; એટલું જ નહિ પણ તેને લીધે આપણને કર્મના રહસ્ય અંગે જાણવાની ઈચ્છા પણ ન થાય એમ પણ બની શકે ! કર્મની ગહનતાનો ખ્યાલ પણ ન આવે! ૨. કર્મ એટલે શું?
કર્મનો શાબ્દિક અર્થ તો સૌ જાણે છે. કર્મ-કુ (કરોતિ) કરવું તે = To do. પણ આટલાથી કર્મનો અર્થ જાણી ગયા એવું નથી કર્મના પર્યાયવાચક શબ્દો જાણવા, તેની વ્યુત્પત્તિ જાણાવી અને તેના યથાર્થ રહસ્યને આત્મસાત્ ક૨વું તે બંને અલગ અલગ બાબતો છે.
કર્મ એટલે મહાચૈતન્યની અભિવ્યક્તિ (Manifestation)ની ઘટના, સૃષ્ટિના પ્રારંભે મૂલ પ્રકૃતિ (ગતિહીન શાંત પ્રકૃતિ) તરફ મહાચૈતન્યની દષ્ટિ પડતાં મૂલ પ્રકૃતિમાં ચૈતન્ય પ્રગટે છે. મૂલ પ્રકૃતિની ત્રિગુણાત્મિકા સમુતાલાનો ભંગ થાય છે. ગતિહીન પ્રકૃતિમાં ગતિ પ્રગટે છે. આ પ્રથમ ગતિ એ જ આદિ કર્મ છે. કર્મની આ સાંકળ ચાલુ જ રહે છે. સર્ગ પ્રક્રિયા એટલે શું ? સર્ગ એટલે ચૈતન્યની અભિવ્યક્તિની પ્રક્રિયા. જેમ જેમ સર્ગ ક્રમ વિકસતો જાય છે તેમ તેમ સૃષ્ટિમાં ૫રમાત્મા વધુ ને વધુ અભિવ્યક્ત થતો જાય છે. આખો સર્ગક્રમ કર્મની જ પ્રક્રિયા છે તેથી મૂલત્ત કર્મ મહાચૈતન્યની અભિવ્યક્તિની ઘટના છે. સામાન્યતઃ આપણે કર્મના યથાર્થ સ્વરૂપના અનુસંધાનને ચૂકી જતા હોઈએ છીએ પણ એ અનુસંધાન પુનઃ જોડી શકાય તેમ છે અને એ જ ક્રર્મયોગની ચાવી કર્મમાત્ર ચૈતન્યના ધક્કાથી પ્રગટે છે. અચંતન દ્વારા કર્મ પ્રગટી પ્રબુદ્ધ સંપા
૧૭૪
શકે નહિ, તેથી કર્મનું ચૈતન્ય સાથે અનુસંધાન છે જ. કર્મ કરતી વખતે કર્મ જે મહાચૈતન્યના ધક્કાથી પ્રગટે છે તેની સાથેના અનુસંધાન અંગે જાગૃત રહી શકાય તો કર્મનું કર્મયોગમાં રૂપાંતર થાય છે. કર્મયોગનું આ રહસ્ય છે. (૩) કર્મનાં સ્વરૂપો
(૧) સાધન કર્મ: દરેક અધ્યાત્મ પ્રણાલિમાં બહિરંગ સાધનપદ્ધતિ હોય છે. તેને જ સાધનકર્મો કર્યો છે. તેને જ ક્રિયાકાંડ, ક્રિયાયોગ કે બહિરંગ યોગ પણ કહે છે. યજ્ઞયાગ, પૂજાપાઠ, નામજપ, પ્રાશાયામ, પ્રશાંપાસના, સ્તોત્રપાઠ આદિ સાધનકર્મો છે. સાધનકર્મીને કર્મયોગનું સ્વરૂપ આપવું, તેમને અધ્યાત્મપ્રેરક રૂપ આપવું સરળ છે. કેમકે તેવાં કર્મો મૂલતઃ અધ્યાત્મના સાધનો છે. તેમનું સ્વરૂપ જ એવું છે કે તેમનું મુખ મહાચૈતન્ય તરફ છે. સાધનકર્મના અનુષ્ઠાનથી જીવનમાં જ્ઞાનભક્તિ પ્રગટે છે. સાનકમાં ચિત્તશુદ્ધિ અને અધ્યાત્મપ્રાગટ્યના ઉત્તમ સાધનો બની શકે તેવી તેમાં ક્ષમતા છે.
(૨) સેવાકર્મ: કોઈ પણ વ્યક્તિ કે સમુહના કલ્યાણ માટે, બદલાની અપેક્ષા વિના થતા કર્મને સેવાકાર્ય કહે છે. સેવા માનવી માનવેતર પ્રાણીની પણ હોઈ શકે છે. સેવાકાર્યો પણ ચિત્તશુદ્ધિનું સાધન બની શકે છે. સેવાકર્મોને પણ સાધનાનું સ્વરૂપ આપી શકાય તેમ છે. નિષ્કામભાવે અન્યને ઉપયોગી થવા માટે થતાં કર્મો વ્યક્તિના વિકાસનું માધ્યમ બની શકે તેમ છે.
(૩) ભગવત્પ્રીત્યર્યકર્મ, એક એવી અવસ્થાએ સાધક પહોંચે છે જ્યાં તેના બધા કર્મો ભગવત્પ્રીત્યર્થ થાય છે. તે અવસ્થામાં કોઈ પણ ક્રર્મ તેના માટે ભાગવત સેવાકાર્ય બની જાય છે. આ અવસ્થામાં સાધકના ચિત્તમાં કર્મનું મૂળ અનુસંધાન પ્રગટે છે અને તેના ચિત્તમાં કર્મના યયાર્થ સ્વરૂપનું ઉદ્ઘાટન થાય છે.
(૪) ભાગવતકર્મ. વિરલ પ્રસંગમાં ભાગવતચેતના વ્યક્તિ પાસે કર્મ કરાવે છે. વ્યક્તિ ભગવાનના કાર્યોનું વાહક બને છે. આવાં કર્મોને ભાગવતકર્યો કહે છે. ભગવાન પોતે જ કોઈ કર્મ વ્યક્તિ દ્વારા કરાવે ત્યારે તે વ્યક્તિ ધન્ય બને છે. ભાગવત કર્મોના સાધન બનવું પરમ સદ્ભાગ્ય છે, પણ એમ બનવું એ ભગવતપા પર અવલંબે છે. પોતાની પસંદગી કે પુરુષાર્થથી મેળવી શકાય તેવી સિદ્ધિ નથી. કોઈ પણ કર્મ નિષ્કામભાવથી અને ભગવત્ સમર્પણભાવે કરીએ તો તેવાં કર્મો ભાગવતકર્મો ગણાય કે નહિ? ના. એ બધાં કર્મો ભાગવતકર્મો ન ગણાય. ભગવાન પોતે જ પોતાના કાર્ય માટે વ્યક્તિને પસંદ કરે અને તેની પાસે કર્મ કરાવે તે જ ભાગવતકર્મો ગણાય. એમ થયા વિના સત્કર્મો, સાધનકર્મો, નિષ્કામકર્મો, ભગવત્પ્રીતિકર્મો પણ ભગવતકર્મો ગણાય નહિ. પણ બધાં જ કર્મો ભગવાનના જ કર્મો છે. એમ ન ગણાય ? એમ કોઈ પૂછે તો તેનો જવાબ શો ? પરોક્ષ રીતે, પ્રકૃતિ દ્વારા બધાં કર્મો ભગવાન કરાવે છે એ સાચું, પા