________________
ઉપનિષદમાં કર્મવિચાર
ઇ ડો. નરેશ વેદ
ઉપનિષદો જીવનવિજ્ઞાનના ગ્રંથો છે, એટલે મનુષ્યનાં જન્મ, આયુષ્ય અને તેની સ્થિતિ-ગતિનો વિચાર પણ કરે છે. મનુષ્યને ક્યા સ્થળ-કાળમાં, કઈ જાતિમાં, ક્યા માતા-પિતાને ત્યાં શા કારણે જન્મ મળે છે, પોતાના આયુષ્યકાળ દરમ્યાન એ જે કાંઈ કર્મો કરે છે તે શા કા૨ણે કરે છે, એ કર્મોને કારણે એણે પોતાના જીવન દરમ્યાન સુખ-સુઃખના વારાફેરા કેમ અનુભવવા પડે છે, એના જીવનકર્મો એને ક્યા માર્ગે કઈ યોનિમાં લઈ જાય છે અથવા એને મુક્તિ અપાવે છે- એ બધી બાબતોનો વિચાર કરવાનું પણ ઉપનિષદના સ્રષ્ટાઓએ ટાળ્યું નથી. એક ચાર્વાક દર્શન સિવાય બાકીના લગભગ બધાં ભારતીય દર્શનોએ જે રીતે કર્મના સિદ્ધાન્તનો વિચાર અને સ્વીકાર કર્યો છે, તેમ ઉપનિષદોએ પણ કરેલો છે. જોકે ઉપનિષદો કોઈ એક ઋષિમુનિનું સર્જન નથી, અનેક ઋષિઓ દ્વારા એમની રચના થયેલી છે અને એ બધાને મુખ્ય પ્રતિપાદ્ય વિષય તો અધ્યાત્મ અને બ્રહ્મવિદ્યા હતી તેથી અન્ય વિષ્ણુની માફક કર્મસિદ્ધાન્તની ચર્ચા પણ ઉપનિષદમાં સળંગ, સાંગોપાંગ રૂપે મળતી નથી, મુખ્ય વિષયની ચર્ચાના અનુષંગે અને અનુસંધાને થયેલી છે. એટલે કર્મસિદ્ધાન્તની વિચારણા અશેષ અને પૂર્ણરૂપે એમાં મળતી નથી, પણ જેટલી મળે છે તેટલી પણ ઘણી રોચક અને ઘોતક છે. કર્મ વિશેની આ વિચારણા મુખ્યત્વે ઈશ, પ્રશ્ન, મુંડક, છાંદોગ્ય, મૈત્રાયણી, કૌશ્રીતકી વગેરે ઉપનિષદોમાં થયેલી છે.
તેમનું માનવું છે કે જન્મ લઈને કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. જેમ આ દુનિયામાં લોકો જે જગ્યા કે ખેતર રાખે તેની ઉપર તે રાજશાસનના હૂકમ પ્રમાર્ગે જ ભોગવટો કરી શકે છે, તેમ માાસને પણ ભગવાનના નિયમ પ્રમાણે પોતે જે કાંઈ કર્મો કરે તેનાં ફો ભોગવવા પડે છે. મનુષ્ય આત્મા જેવું કર્મ કરે છે, જેવું આચરણ કરે છે તેવો તે બને છે. જો જીવનમાં તે સત્કર્મો કરે છે તો સારો બને છે, પાપ કર્મો કરે છે તો પાપી બને છે, પુણ્ય કર્મ કરે છે તો પુણ્યશાળી બને છે. મનુષ્ય જેવી ઈચ્છા કરે છે તે મુજબ તેનો સંકલ્પ થાય છે. જેવો સંકલ્પ તે કરે છે તે અનુસાર એનું કર્મ થાય છે અને જેવું કર્મ તે કરે છે તે અનુસાર તે ફળ પામે છે. પરંતુ ઋષિઓનું કહેવું છે કે ફળની ઈચ્છા રાખ્યા વિના પોતપોતાનાં કર્મો કરતા રહીને જ મનુષ્ય સંસારમાં સો વર્ષ જીવવાની આશા રાખવી જોઈએ, એના કરતાં એના માટે બીજો કોઈ સારો માર્ગ નથી. મતલબ કે કર્મસિદ્ધાન્ત સ્વીકારીને જ મનુષ્ય પોતાની અભિલાષાઓની સિદ્ધિ માટે શતાયુ બનવું જોઈએ. વળી, જો તે પોતાને પ્રાપ્ત ભોગોનો ઉપભોગ, જે ભોગો પણ ધર્મયુક્ત કર્મોને કારણે પ્રાપ્ત થયાં હોય, અનાસક્તિપૂર્વક કરે તો તેના ઉ૫૨ કર્મનું બંધન ચડતું નથી. પણ મનુષ્ય એટલું સમજી લેવું જોઈએ કે પોતાના પૂર્વભવના પૂર્વકર્મોને પાછાં વાળી શકાતાં નથી. જીવાત્મા સત્ અને અસત્ કર્મોનાં સત્ અને અસત્ ળરૂપી પાશથી બંધાયેલો છે. મતલબ કે તે કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ તેના ફળ ભોગવવામાં કોઈ પ્રબુદ્ધ સંપદા
૧૮૮
કેદીની જેમ અસ્વતંત્ર છે.
આગળ ચાલતાં તેઓ કહે છે, આ સંસારમાં બે પ્રકારનાં કર્મો છે. એક અમૃત કર્મ અને બીજું સત્ય કર્યું, જે મનુષ્યનાં કર્મ (વાસના) અમૃત (મરે નહિ તેવાં) છે તેને લોકો ત્રાસ આપે છે, પરંતુ જે વ્યક્તિ સત્યકર્મી છે (એટલે કે જે વ્યક્તિ વાસનાથી પ્રેરાઈને નહિ, પણ સત્યની પ્રાપ્તિને માટે કર્મ કરે છે) તેનું અસ્તિત્વ અખંડ રહે છે.
કર્મોનું બીજી રીતે વર્ગીક૨ણ ક૨ીને તેઓ અન્ય બે જાતના કર્મોની વાત કરે છે. (૧) ઈષ્ટ કર્મો અને (૨) આપૂર્ત કર્યો. ઈષ્ટ કર્મો એટલે માણસ પોતાની ભલાઈ માટે જે લૌકિક શુભકર્મો કરે છે તે. જેમકે, અગ્નિહોત્ર, તપશ્ચર્યા, સત્ય આરાધના, અહિંસા પાલન, અતિથિ સત્કાર, ઈષ્ટદેવની ઉપાસના વગેરે. જ્યારે આપૂર્તકર્મો એટલે બીજાની ભલાઈને માટે મનુષ્ય જે લૌકિક શુભકર્મો કરે છે તે. જેમ કે, વાવ, કૂવા, તળાવ ખોદાવીને બંધાવા, દેવમંદિરો અને ધર્મશાળાઓ બાંધવી, સદાાનો ચલાવવા, જાહેર જનતા માટે બાગબગીચા બનાવવા વગેરે. આવાં ઈષ્ટ અને આપૂર્ત કર્મોને જ શ્રેષ્ઠ માનનારા લોકો મૂઢ છે. કેમકે તે કર્મો સિવાય જીવનમાં એમને બીજું કાંઈ શ્રેય દેખાતું નથી. જે લોકો આવાં કર્મોની પાછળ જ મંડ્યા રહે છે, તેઓ દક્ષિણાયન દ્વારા ચંદ્રાકમાં જાય છે અને તેઓ અહીં જ પુનર્જન્મ લઈને પાછા આવે છે. તેઓ સ્વર્ગલોકમાં પોતાનાં સત્કર્મોનાં ફળ ભોગવીને આ મનુષ્યલોકને અથવા તેનાથી પણ નીચા એવા કોઈ લોકને પામે છે. બધાય લોક (સ્વર્ગ વગેરે) કર્મ વડે મેળવાય છે એમ સમજીને જે લોકો બ્રહ્મજ્ઞાની છે તેઓએ વૈરાગ્યવાળા થવું અને એમ સમજવું જોઈએ કે અકૃત (એટલે કે કર્મથી ઉત્પન્ન ન થનારા એવા બ્રહ્મને કર્મ વર્ડ પહોંચાતું નથી. આ સત્ય છે જે કર્મોને મંત્રો દ્વારા મહર્ષિઓએ જોયાં તે કર્મોનો ત્રણ વેદોમાં (અથવા ત્રેતાયુગમાં) અનેક પ્રકારે વિસ્તાર થયો છે. એ કર્મોનું મનુષ્ય આચરણ કરવું જોઈએ. સત્કર્મથી મેળવાતા બ્રહ્મોકમાં જવાનો એ જ માર્ગ છે. જેમનું અગ્નિહોત્ર પૂનમ-અમાસ-ચાતુર્માસ અને આગ્રયા નામની ઈષ્ટિઓ (યાગો) વિનાનું રહે છે, તેમિ જ અતિથિ વિનાનું, હોમ વિનાનું, વિશ્વદે વના બલિ વિનાનું અથવા અવધિપૂર્વકની આહુતિવાળું રહે છે, તેના સાતેય લોકનો એ અગ્નિહોત્ર નાશ કરે છે. મતલબ કે કાળની કાલી, કરાવી, મનોજવા, સુોહિતા, સુધૂમ્રવર્ણા, સ્ફુર્જિંગની અને વિશ્વરૂપા જિહ્માના કોળિયા થઈ જાય છે. પરંતુ જે મનુષ્યો સમજદાર થઈને કાળજિવાને સમયસર યથાયોગ્ય આહુતિઓ આપીને જીવન ગુજારે છે, તેને એ બ્રહ્મલોકમાં લઈ જાય છે.
આ
આ ઉપરાંત અઢાર જાતના એક અવકર્મની વિચારણા પણ ૠષિઓએ કરી છે. એ અઢાર જાત એટલે યજ્ઞકર્મ (જેમાં યજ્ઞ કરાવનારા ૧૬ ઋત્વિજો હોય અને યજમાન તેમ યજમાનપત્ની હોય) અથવા અઢાર ગ્રંથો (એટલે મંત્ર, બ્રાહ્મણ અને સૂક્ત એમ ત્રણ ભાગ સાથેના ચાર વેદો અને છ વેદાંગો હોય) અથવા અઢાર