________________
કર્મ વિષેની સજ્ઝાય
I ૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી મહારાજ
જૈનદર્શનમાં કર્મનું તત્ત્વજ્ઞાન અજોડ છે. આ બંને સજ્ઝાયનો મર્મ જીવનમાં પરિવર્તન લાવવા સમર્થ છે, સદ્ગતિ આપવા સમર્થ છે.
કર્યાં કર્મ ભોગવવા જ પડે, એમાં કોઈનું ન ચાલે. કર્મ વિષયક આ સજ્ઝાય છે. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની આ કૃતિમાં કર્મનું વરદાન ક્ષણમાં આવી પડશે તેમ કહે છે. કર્મનું એવું જ છે. વરદાન કે અભિશાપ કેવા રૂપે આવી ટપકશે, કંઈ કહેવાય નહિ પણ આવી તો પડે જ. સુખ, દુ:ખ ભોગવવા જ પડે. સારું કે ખોટું જે કંઈ બાંધ્યું હશે, અચૂક તે આવી પડશે અને ભોગવવું પડશે. એ મિથ્યા નહિ થાય.
પ્રત્યેક પરિસ્થિતિનું અંતિમ સ્મિત દેવાધીન, કર્માધીન છે. પ્રત્યેક ઈચ્છાનો અંતિમ પ્રત્યુત્તર કર્માધીન હોય છે.
નસીબના ખેલ ગજબ છે. બિલ ગેટ્સ કે ધીરુભાઈ અંબાણી કે
એવા અનેકનામાં આપણી આસપાસના વિશ્વમાં ઉપલબ્ધ છે જ. ગઈકાલ
એમની શૂન્ય હતી, એમની પાસે કંઈ જ નહોતું. આજે વિશ્વભરના લોકોમાં એમનું નામ છે, એવાંય ઘણાં નામ છે કે જે ગઈકાલે સમગ્ર વિશ્વમાં છવાયાં હતાં, આજે કોઈ જ જાણતું નથી : એક જૂની કડી યાદ આવે છેઃ સગાં દીઠાં મેં શાહ આલમના, ભીખ માંગતાં શેરીએ કિસ્મતના ખેલ નિરાળા છે. કવિ કહે છે : કરોડો રૂપિયા ક્રમાવાની આશાથી વહાણ લઈને પરદેશ ખેડવા જાય, એ વહાણ જ સમુદ્રમાં અર્ધ રસ્તે બેસી જાય છે, ત્યાં જ વ્યક્તિનું મરણ થાય. એક જ માતા પિતાના બે પુત્રો હોય. બંને સાથે જન્મ્યા, ભણ્યા અને મોટા થયા. એક જ્ઞાની થાય, બીજો નિરક્ષર રહે! નસીબ પોતાના ખેલનું રહસ્ય કદીય કોઈને કહેતું નથી.
સફળતા મળતાં વર્ષો થાય છે, નિષ્ફળતા પળમાં છાતી પર ચઢી બેસે છે. વૃક્ષને પાંગરતાં વર્ષો જાય છે. પણ પળમાં ખરી પડે છે.
કિસ્મતની આખીય લીલા અકળ છે. કવિ આ સજ્ઝાયની ચોથી કડીમાં ગાથામાં વર્ણવે છેઃ
લુમ્બ આંબા કેરી લેવા, કોઈક ઝાડે ચડે,
આયુષ્ય અવિધ આવી હોય તો પલક માંહિ પડે.
આંબાની ડાળ પર મધુર ફળ લેવા ચડે ને એ જ વખતે જો આયખું પૂરું થતું હોય તો એ જ ઢળી પડે. જે કર્મમાં છે તે અચૂક થાય છે.
પણ તેની ચિંતા કરીને હેરાન થવાની જરૂર નથી. કવિ યોગનિષ્ઠ આચાર્યશ્રીની આતમવાણી સીધી છે: જે થવાનું હોય તે થવા દો. તેની ચિંતા જ શા માટે કરવી? અંતિમ પંક્તિમાં કવિ ધર્મનો સાર આપી દે
છેઃ નિરર્થક મહેનત કરવી નહિ અને જે થવાનું હોય તે થાય, ફોગટ ચિંતા પણ કરવી નહિ. આપણે તો આતમધ્યાનમાં રહેવું. સારું કાર્ય ક૨વું અને જો કર્યું હશે તો જ ઈચ્છીશું તે થશે. સારા કર્મના ક૨ના૨ને દુ:ખ, આપત્તિ આવી પડતાં નથી, મૂળમાં ક્ષતિ સત્કર્મની છે. કલ્યાણનો ક૨ના૨ કદી દુર્ગતિમાં જતો નથી, એ ધર્મવચન ભૂલવા જેવું નથી. ફૂલનો છોડ વાવ્યો હશે તો સુગંધ જરૂર મળશે.
સંતનું કાર્ય વડના વૃક્ષની જેમ સૌને શાંતિ આપવાનું હોય છે, સંતનું કાર્ય પરબની જેમ સૌને શીતળતા આપવાનું હોય છે, સંતનું
૧૬૭
કાર્ય સૌને ફૂલની જેમ સુગંધ આપવાનું હોય છે. કર્મ વિશેની આ સજ્ઝાયમાં સંતોના એ સત્કાર્યની સૌરભ પ્રાપ્ત થાય છે. કવિ દાનમુનિ આ સજ્ઝાયમાં જીવનમાં આવી પડતાં દુ:ખ કે કલેશથી મૂંઝાઈ ન જઈએ પણ આપણે જ બાંધેલા કર્મનો પ્રસાદ છે તેમ સમજીએ તેવો મીઠપભીનો ઉપદેશ આપે છે. વિદ્યમાન વિશ્વમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે નાનું અથવા મોટું સુખ કે દુઃખ જોયું ન હોય. એવા સમયે સ્વસ્થતા જાળવી રાખવી અને મનમાં નિરાશા પ્રવેશવા ન દેવી તે ડહાપણનું કામ છે.
સુખ, શાંતિ કે સમૃદ્ધિ પ્રાપ્ત થાય કે દુઃખ, આપત્તિ કે વિરોધ આવી પડે ત્યારે હરખાઈ જવા જેવું નથી કે પરેશાન થઈ જવા જેવું નથી. બીજાનું સુખ જોઈને મનમાં રોષ કે ઈર્ષ્યા પ્રગટવા ન દેવાય. આ સમયે મનમાં વિષાદ ધરવો ન જોઈએ પણ સમજવું જોઈએ કે આ કર્મનો પ્રસાદ છે, કર્મનો ખેલ છે.
આ જગતમાં કર્મથી કોશ મુક્ત રહ્યું છે? બાર બાર વર્ષ સુધી રામ વનમાં ફળાહાર કરીને જીવ્યા, સીતાને રાવણ ઉપાડી ગયો.. આ બધું કેમ થયું ? આ બધાં કર્મના વિકટ કાર્ય છે.
જંગલમાં મુકુંદનું એકલા રહેવું, વૃક્ષ વૃક્ષ ભટકવું તથા હરિશ્ચંદ્રનું નીચના ઘરમાં જળ ભરવા રહેવું અને નીચે મુંડીએ જીવવું, નળરાજાએ રાત્રિના સમયમાં દમયંતિને પહિકરી અને નામ, ઠામ, કુળ ગોપવીને રાજા નળે સમય વિતાવવો પડ્યોઃ આ બધું કોળું કર્યું ? કર્મનો જ એ બઘું ખેલ છે.
જગતમાં સૌથી રૂપવાન ચક્રવર્તી સનતકુમારની વાત જાણો છો ? રૂંવાડે રૂંવાડે સાત પ્રકારની પીડા જાગી ને સાતસો વરસ એ વેદના તેમણે ભોગવી! દેવ જેવા રૂપાળા, રાજકુમારને વળી પરાક્રમી પાંચે પાંડવ બંધુઓઃ વન વન ભટક્યા, ભુખ્યા-તરસ્યા રખડ્યા! આ બધું કેમ થયું? કર્મના જ કડવા કામ!
જેની હંમેશાં દેવો, મનુષ્યો સેવા કરે છે, પૂજે છે, સર્વત્ર ખમ્મા ખમ્મા થાય છે અને ત્રિભુવનપતિ છે, વિખ્યાત છે એવા મહાપુરુષોને પણ કર્મની વિટંબણા સહન કરવી પડી છે, તેમને પણ કર્મોએ છોડ્યા નથી તો સામાન્ય માનવીની શું વિસાત?
જિંદગીમાં દુ:ખ આવી પડે ત્યારે કોઈને દોષ ન અપાય. બીજાં સૌ તો નિમિત્ત છે. સાચો દુઃખનો દેનાર તો છે કર્મ. આવા સમયે કોઈને દોષ આપવા કરતાં, ધર્મના શરણે જવું જોઈએ. સાચું સુખ તો ઘર્મના શરણમાંથી જ સંપ્રાપ્ત થશે.
દુઃખથી અકળાતા અને પળવારમાં સૌને દોષ દેતા માનવીને લગામ તાણતી આ સજ્ઝાય છે. આ આણે કર્યું અને આ તેણે કર્યાની વાત રટતા માનવીને કવિ સમજાવે છે કે જે કંઈ થયું તે કોઈએ કર્યું નથી પણ આપણે જ બાંધેલા કર્મથી થયું છે! કર્મ કોઈને છોડતું નથી. પરમાત્માને પણ નહિ અને પામર જીવને પણ નહિ. સૌને જ્યારે તેનો સમય આવે ત્યારે ભોગવવું જ પડે. એ સમયે દલીલ ન ચાલે. એ સમયે ફક્ત એક જ ઉપાય છે. ધર્મનું શરણ. ધર્મ એવું કલ્પવૃક્ષ છે જ્યાં વિપત્તિ અને વિષાદ નાશ પામે છે, સંપત્તિ અને શાંતિ આવી મળે છે, સુખ અને સમૃદ્ધિ વધે છે.
કર્મ વિષેની સજઝાય