________________
પૃથ્વી સમાન સહનશીલ હોય તે જ શ્રેષ્ઠ ભિક્ષુ છે, ત્યાગ અને વૈરાગ્યથી સભર, સંથમ અને તપની સાધના કરતો હોય તે જ શ્રેષ્ઠ ભિક્ષુ છે.
દશ અધ્યયનોને અંતે બે ચૂલિકા છે. ચૂલિકા એટલે ચોટી, શિખર અગ્રભાગ. જે રીતે શિખર પર્વતની શોભા વધારે છે તેમ બંને ચૂલિકા સમગ્ર શાસ્ત્રના વિષયની શોભારૂપ છે.
પ્રથમ ચૂલિકા:- ‘રતિવાક્યા'માં, કોઈ સાધકે સંયમ સ્વીકાર્યા પછી કોઈ પણ કારી સંયમભાવમાં અતિ થાય. સાધુને સંયમ જીવનનો ત્યાગ કરવાની ઈચ્છા થઈ હોય તેને ફરીથી સંયમ ભાવમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
* પ્રાનાવિક :
આ બીજું મૂળ સૂત્ર છે. મૂળ સૂત્ર તરીકે, બધાંએ આ સૂત્રનો સ્વીકાર કર્યો છે. ‘અંતિમ દેશના’, ‘અપૃષ્ઠ વ્યાકરણ’–અર્થાત્ પૂછ્યા વિના કથન કરેલા શાસ્ત્રરૂપે આ સૂત્રની ગણના થઈ છે. સમગ્ર જૈન સમાજમાં ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના રૂપે આ સૂત્ર અનોખી શ્રદ્ધા ધરાવે છે.
પ્રભુએ પાવાપુરીમાં પોતાના નિર્વાણ પૂર્વે સોળ પ્રહ૨ (૪૮ કલાક) સુધી, છના તપ સાથે, ૧૮ દેશના રાજા સહિતની બાર પ્રકારની પરિષદમાં, અખંડ ઉપદેશ આપ્યો. આ સૂત્ર શ્રમો ભગવાન મહાવીર સ્વામીનું પ્રતિનિધિત્વ કરનાર આગમ છે. * સૂત્ર પરિચય:
આ આગમમાં ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની પરંપરાના બધા જ વિષયોનું સમુચિત રીતે પ્રતિપાદન થયું છે. ચારેય અનુયોગોનો અનોખો સંગમ આ સૂત્રમાં થયો છે. ૩૬ અધ્યયનમાં વિભાજન થયેલ આ સૂત્રની ૨૦૦૦ ગાયા છે. મુખ્યત્વે પદ્યમાં અને બીજા અધ્યયનનો આરંભ, ૧૬માં અધ્યયનમાં ગદ્ય-પદ્ય મિશ્ર તથા ૨૯મું અધ્યયન પ્રશ્નોત્તર રૂપે ગદ્યમાં મળે છે. ઉત્તર +અધ્યયન=ઉત્તરાધ્યયન-નામ મળે છે. *સૂત્રનું મહત્ત્વ :
આ સૂક્ષ અત્યંત લોકપ્રિય સૂત્ર છે-સહુ કોઈને ગમે છે. ભગવાન મહાવીરની ‘અંતિમ દેશના’ હોવાથી, શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ દિને આ સૂત્રનો સ્વાધ્યાય થાય છે. અનેક સાધુસાધ્વીજીએ સૂત્રને કંઠસ્થ કરેલ છે. ચાતુર્માસ દરમિયાન ધર્મસ્યાનોમાં, આ સૂત્રના કોઈ ને કોઈ અધ્યયનનું દરરોજના વ્યાખ્યાન રૂપે અથવા વાંચણી રૂપે સ્વાધ્યાય થતો રહે છે. આ આગમ પર અનેક ટીકાઓ લખાઈ છે, વિવિધ સંપાદનો મળે છે. એકથી એક ચડિયાતા અધ્યયનો, મહાન ઉપકારક બની રહે છે. *અધ્યયન સાર :
આ સૂત્રના ૩૬ અધ્યયનનો સંક્ષિપ્ત સાર, આગમની વિશેષતાનો પરિચય કરાવી ભાવોની વિશુદ્ધિ માટે અમૂલ્ય બની
રહેશે.
૧. વિનય અધ્યયન: પ્રથમ અધ્યયનની ૪૮ ગાથા છે. વિનય ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ગુરુની આજ્ઞાનું પાલન કરતો હોય, ગુરુના મનભાવ સમજીને તેમના કાર્યો કરતો હોય તેને પ્રબુદ્ધ સંપા
રતિ ઉત્પન્ન કરવા ૧૮ સ્થાનનું વર્ણન છે. આ ચૂલિકાના ચિંતનસૂત્રો સાધકોને માટે મૂલ્યવાન બની રહે છે.
ચૂલિકા-૨ વિવિક્ત ચર્ચા: આ ચૂલિકામાં સંસારથી કે ગચ્છથી અલગ થઈને સાધના ક૨ના૨ શ્રમણોના આચાર-વિચારની શુદ્ધિ માટેનું માર્ગદર્શન છે. સાધુએ સતત જાગૃતિપૂર્વક આત્મનિરીક્ષણ કરી, આત્માનુશાસન કરવાનું છે. જે સાધક જાત પર નિયંત્રણ કરી શકે છે તે કષાય વિજેતા બની શકે છે.
ભવસાગર તરવા માટે નાવ સમું, જીવનની જડીબુટ્ટી સમાન આ સૂત્ર સાધુ-સાધ્વીની અમૂલ્ય સંપત્તિ છે. ★
o
વિનીત શિષ્ય કર્યો છે. ઉપરાંત, અવિનીત શિષ્યના દોષનું વર્ણન મળે છે. ગુરુ અને શિષ્યનો સંબંધ જાળવા માટે આ અધ્યયન ખૂબ ઉપયોગી છે.
૨. પરિષહ અધ્યયન: આ અધ્યયનના આરંભે થોડું ગદ્ય છે. ભૂમિકા રૂપે ગદ્ય છે, તે પછી ૪૬ ગાથામાં, ૨૨ પ્રકારના પરિષહનું અને સંયમજીવન દરમિયાન અણધાર્યા કષ્ટો આવે છે તેનું વર્ણન છે. આ કષ્ટોને –સમભાવે સહન કરી લે વાથી કર્મ નાશ પામે છે, ચારિત્ર દુઢ થાય છે.
૩. ચતુરંગીય: મોક્ષના સાધનભૂત ચાર દુર્લભ અંગોનું ૨૦ ગાથાઓમાં નિરુપણ છે. ત્રીજા અધ્યયનની ૧લી ગાથા મનનીય
અને પ્રેરક છે.
बतारि परमंगाणि, कम्लएणीह जंतुणो वाणुशतं सुई सध्धा, संणम्मि व वीरियं ॥
અર્થાત્ આ સંસારમાં પ્રાણીમાત્ર માટે આ ચાર અંગો પ્રાપ્ત થવાં દુર્લભ છે. (૧) મનુષ્યત્ત્વ, (૨) સદ્ધર્મનું શ્રવણ, (૩) શ્રદ્ધા, (૪) સંયમમાં પરાક્રમ. આ ચાર અંગો મુક્તિનાં કારણ હોવાથી પરમ અંગો છે.
૪. અસંખયં; આ સૂત્રનું ૧૩ ગાયાનું સૌથી નાનું પરંતુ અર્થગંભીર અધ્યયન છે. સંસાર અને જીવનની નશ્વરતા વર્ણવીને, ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે.
પ. એકામ મરવા : આયુષ્ય લાભંગુર છે તેથી પર્યવંત વિવેકી માનવે સકામ મરણ, સમાધિ કે પંડિત મરણે મૃત્યુ પામવું એ જ ઉત્તમ છે. ૩૨ ગાથાઓમાં બે પ્રકારના મરણની ચર્ચા કરવામાં આવી છે. ધર્માત્મા સહજ સમાધિભાવે શરીરને તજી દે છે અને પાપ કાર્યો કરતો જીવ અસમાધિ ભોગવે છે.
૬. સુલ્લક નિચથી : જૈન સાધુના સામાન્ય આચાર-વિચારનું ૧૭ ગાથામાં વર્ણન કર્યું છે. આરંભે મૂર્ખ કોણ, વિજ્ઞાન કોણનો પરિચય આપ્યો છે. અવિદ્યા કે આસક્તિ એ જ સંસારના દુ:ખોનું મૂળ છે. સંયમ માર્ગનું યથાર્થ પાલન કરનાર તરી જાય છે. પરમ સુખ પ્રાપ્ત કરે છે.
૩. એલય (બકરો) : સંસાર આસક્ત જીવોની દુર્દશાનું માર્મિક ચિત્રણ બકરાના દૃષ્ટાંત દ્વારા દર્શાવ્યું છે. ૩૦ ગાથાનું આ અધ્યયન, ઘર્માચરણથી થનાર શુભળનું વર્ણન દર્શાવે છે.
૮. કાપિલિય અધ્યયન:- આ અધ્યયનમાં કપિલ કેવળીના