________________
પણ છે.
(૩) બન્ધસ્વામિત્વ – આ ગ્રંથના કર્તાનું નામ પણ અનુપલબ્ધ છે. આ ગ્રંથ ૫૪ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ઉપર એક સંસ્કૃત ટીકા છે, જે ટીકાના કર્તા પૂ. શ્રી હરિભદ્રસૂરિ છે. આ હરિભદ્રસૂરિજી મન:સ્થિતિકરા કરશ- વિક્રમ સંવત ૧૨૮૪માં શ્રી બૃહદ્ગચ્છના શ્રી માનદેવસૂરિજીના શિષ્ય હતા. તેથી યાકિની મહેન્દ્રસૂરિજીએ ૧૬૭ શ્લોક પ્રમાણ આ ગ્રંથ, તથા ૨૩૦૦ શ્લોક મહત્તરાસૂનુથી અન્ય છે. આ ટીકાની રચના વિ. સં. ૧૧૭૨મા વર્ષમાં-પ્રમાણ તેના ઉપર સ્વોપજ્ઞ ટીકા તેઓએ જ બનાવી છે.
વિકમની ૧૨મી સદીમાં થઈ છે.
(૪) ષડ્ડીતિ – આ ગ્રંથના કર્તા જિનવલ્લભગણિ છે. આ ગ્રંથ ૮૬ શ્લોક પ્રમાણ છે. તેથી જ તેનું નામ ‘ષડશીતિ’ રાખવામાં આવેલ છે. આ ગ્રંથની રચના વિક્રમની બારમી સદીમાં થઈ છે. આ ગ્રંથનું બીજું નામ ‘આગમિક વસ્તુ વિચારસાર' પ્રકરણ છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાતકર્તૃક બે ભાષ્યો છે જેની અનુક્રમે ૨૩ અને ૩૮ ગાથાઓ છે તથા ત્રણ સંસ્કૃત ટીકાઓ છે. (૧) શ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકા છે. (આ હરિભદ્રસૂરિ થાકિની મહારાસ્નુથી જુદા છે.) (૨) પૂજ્યશ્રી મલયગિરિ ક્ ત ટીકા અને (૩) પૂ . શ્રી યશોભદ્રસૂરિ કૃત ટીકા આ ત્રણે ટીકાઓ વિક્રમની બારમી સદીમાં થઈ છે. આ ચોથા કર્મ ગ્રંથના કર્તા શ્રી જિનવભગાિ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય હતા અને અયદે વસુરિજી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા, ચંપકર્તા વિ. સંવત ૧૧૬૩માં સ્વર્ગવાસી થયા છે.
(૫) શતક- આ પાંચમા કર્મગ્રંથના કર્તા પૂ. શ્રી શિવશર્મસૂરિજી છે. જેઓ કમ્મપયડિના પણ કર્તા છે. આ કર્મગ્રંથ ૧૦૦ શ્લોક પ્રમાણ છે તેથી જ તેનું નામ ‘શતક’ રાખેલ છે. આ કર્મગ્રંથ ઉપર ત્રણ ભાષ્યો, એક ચૂર્ણિ અને ત્રણ ટીકાઓ છે. ત્રણ ભાષ્યોમાંથી બે લઘુભાો છે જેની ૨૪-૨૪ ગાથાઓ છે. તેઓના કર્તા અશાત છે. પરંતુ ત્રીજું બૃહદ્ ભાષ્ય છે. જેની ૧૪૧૩ ગાથા છે. વિક્રમ સં. ૧૧૭૯ માં રચાયું છે. તેના કર્તા શ્રી ચક્રેશ્વરજી છે તથા ચૂર્ણિના કત્તિ અજ્ઞાત છે. ત્રણ ટીકાઓમાં પહેલી ટીકાના કર્તા મધારી શ્રી હેમચંદ્રાચાર્યજી છે. બીજી ટીકાના કર્તા શ્રી ઉદયપ્રભસૂરિજી છે અને ત્રીજી ટીકાના કર્તા શ્રી ગુણરત્નસૂરિજી છે. આ ત્રણે ટીકાઓ વિક્રમની અનુક્રમે બારમી, તે૨મી અને પંદ૨મી સદીમાં રચાઈ છે.
(૬) સપ્તતિકા – આ ગ્રંથના કર્તા ચંદ્ર મહત્તરાચાર્ય છે. (અથવા શિવશર્મસૂરિજી હોય એમ પણ પ્રાચીન ઇતિહાસ સંશોધકોનું માનવું છે.) આ ગ્રંથની ૭૦ ગાયા છે. તેથી જ તેનું સપ્તતિકા નામ રાખેલ છે. આ ગ્રંથનો કેટલોક વિષય કઠીન છે. તેની સરળતા માટે તેના ઉપર ચપેલા ભાષ્યમાંથી કેટલીક ગાથાઓ પ્રક્રિષ્ન કરાઈ છે. જેથી
હાલ ૯૧ ગાથા જોવા મળે છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિજીત ૧૯૧ ગાયાનું ભાષ્ય છે. અજ્ઞાત કર્યુંક ચૂર્ણિ છે. ચન્દ્રર્ષિ મહત્તરાચાર્યત પ્રાકૃતવૃત્તિ છે. શ્રી મલયગિરિત સંસ્ક્રુત ટીકા છે. મેરૂતુંગાચાર્યની વિક્રમ સંવત ૧૪૪૯ માં રચાયેલી ભાષ્યવૃત્તિ છે. તથા શ્રી ગુણરત્નસૂરિજીની વિક્રમની ૧૫મી સદીમાં રચાયેલી અવસૂરિ પણ છે.
સાર્ધશતક - કર્મગ્રંથના જ વિષયને સમજાવતાં શ્રી જિનવલ્લભગણિજીનો બનાવેલો ૧૫૫ શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે જેની રચના વિક્રમની ૧૨મી સદીમાં થઈ છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક ભાષ્ય છે તથા એક ચૂર્ણિ અને બે ટીકાઓ પણ છે. (૧) વિક્રમ સં વત ૧૧૭૦માં, શ્રી મુનિચંદ્રસૂરિષ્કૃત ૨૨૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિ છે. (૨) વિક્રમ સંવત ૧૧૭૧માં, શ્રી ધનેશ્વરસૂરિજીકૃત ૩૭૦૦
શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા છે અને (૩) વિક્રમ સંવત ૧૧૭૯માં શ્રી ચક્રેશ્વરસૂરિજી કૃત ૧૪૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ ટિપ્પશક પણ છે.
૧૨૩
સંસ્કૃત કર્મગ્રંથ ચાર- વિક્રમની ૧૫મી સદીમાં કુલ ૫૯ શ્લોક પ્રમાણ, સંસ્કૃત ભાષામાં ચાર કર્મગ્રંથો શ્રી જયતિલકસૂરિજીએ બનાવ્યા છે.
ભાવ પ્રકરણ – વિક્રમ સંવત ૧૬૨૩માં શ્રી વિજય વિમલ ગણિજીએ ૩૦ શ્લોક પ્રમાણ ‘ભાવ પ્રકરણ' નામનો ગ્રંથ તથા તેના ઉ૫૨ ૩૨૫ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા બનાવી છે.
બન્ધહેતુદય ત્રિભંગી – વિક્રમની ૧૬મી સદીમાં શ્રી વિજયહર્ષકુલ ગરિજીએ ૬૫ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે તથા તેના ઉપર જ ૧૧૫૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા વાનરપિંગાિએ ૧૬૦૨માં બનાવી છે.
વિક્રમની ૧૭મી સદીમાં શ્રી
બન્ધો દયસત્તા પ્રકરણ વિજયવિમલાજીએ ૨૪ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે તથા આ જ ગ્રંથ ઉપ૨ કર્તાએ પોતે જ ૩૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ અવસૂરિ પણ બનાવી છે.
-
કર્મસંવેધભંગ પ્રકરણ - વિક્રમની ૧૭મી સદીમાં શ્રી દેવચંદ્રસૂરિજીએ ૪૦૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે જેમાં સપ્તતિકાના અનુસારે સંવેધ ભંગાઓનું જ વર્ણન છે.
ભૂયસ્કરાદિ વિચાર પ્રકરણ – શ્રી લક્ષ્મીવિજયએ ૬૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથની રચના કરી છે જેમાં ભૂયસ્કાર-અલ્પત૨-અવસ્થિત બંધ અને અવક્તવ્ય બંધનું સવિસ્ત૨૫ણે વર્ણન છે.
તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમના શિષ્ય -પ્રશિષ્યોએ (૧) બંધ વિદાણ મહાગ્રન્થ તથા (૨) ખવગર્સી-ઉવસમર્સઢી ઈત્યાદિ મુળ ગ્રન્થો પ્રાકૃતમાં અને ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચેલી છે.
તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યોએ (૧) બંધ વિહાણ મહાગ્રંથ તથા (૨) ખવગર્સઢી-ઉવસમસેઢી ઈત્યાદિ મૂળ ગ્રંથો પ્રાકૃતમાં અને ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચેલી છે.
તથા વળી પૂજ્વધિ શ્રી અભયશેખરવિજયજી મ. સાહેબત્ત કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૧-૨, તથા કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ભાગ-૩ ઇત્યાદિ સાહિત્ય પણ કર્મ ઉપર સુંદર છણાવટપૂર્વક રચાયેલું જોવા મળે છે,
કમ્મપડિ અને શતક નામના પાંચમા કર્મગ્રંથ ઉપર પૂજ્ય મુનિચન્દ્રસૂરિજી મ.સા.ની બનાવેલી વિષમપદા નામની ટિપ્પણી પણ છે.
અર્વાચીન કર્મગ્રંથો – પાંચ, પૂર્વે પ્રાચીન છ કર્મગ્રંથોનો ઉલ્લેખ છે તે તે જ નામ અને વિષયોને જણાવતા સ૨ળ ભાષામાં પ્રાકૃત પદ્યમય લિપિમાં પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ નવા પાંચ કર્મગ્રંથો બનાવ્યા છે. હાલ આ જ કર્મગ્રંથો વધારે અધ્યયન અધ્યાપનમાં પ્રચલિત છે.
આ પાંચે કર્મગ્રંથો ઉપર ગ્રંથકર્તાની જ સ્વરૂપજ્ઞ ટીકાઓ છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર ત્રીજા કર્મગ્રંથની ટીકા અનુપલબ્ધ છે. જૈન સાહિત્યમાં કર્મવાદ