________________
પ્રબળ રસસંવેદન કેવળ મોહનીય કર્મના મનાય છે. મોહનીય એટલે ચૈતન્યની ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું કર્મ. આઠ કર્મોનો સર્વોપરિ નૃપતિ છે. આ નૃપતિને જીત્યા પછી બીજા સામંતો વશ થઈ શકે છે.
આ બધાં કર્મોના પુદ્ગલ પરિણામ, તેની કાળસ્થિતિ તેને અંગે ચૈતન્યના થતાં પરિવર્તન, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે શત્રુઓના પ્રચંડ પ્રકોપ વગેરે અધિકારો ઉત્તરાધ્યયન સૂત્રના તે તેત્રીસમા અધ્યયનમાં બહુસ્પર્શી વર્ણવ્યા છે. આવા ચિંતનથી જીવન પર થતી કર્મની અસ૨થી ઘણે અંશે છૂટી જવાનું બની શકે છે.
જીવ સ્વયં ચૈતન્ય સ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અજર-અમર છે, પરંતુ સોનાની ખાણમાં સોનું અને માટી જેમ સહજ રીતે મિશ્રિત થયેલા હોય છે, તેજ રીતે જડ કર્મો અને જીવ પણ અનાદિકાળથી એકમેક રૂપે રહેલાં છે. જડ કર્મના સંયોગે જાવ પોતાનો સ્વભાવ છોડીને વિકાર ભાવને પ્રાપ્ત થાય છે. તે સ્વયં વીતરાગ સ્વરૂપ શુદ્ધ હોવા છતાં કર્મ સંયોગે રાગ-દ્વેષાદિ વિકારી ભાવો કરે છે. રાગદ્વેષી કર્મબંધ અને કર્મબંધથી જન્મમરણ થાય છે. જન્મ-મરણ કરતાં કરતાં જીવ કર્મોના ઉદયને ભોગવે, તેમાં પુનઃ રાગ-દ્વેષાદિ ભાવો કરે અને કર્મ પુનઃ કર્મબંધ કરે છે. આ રીતે જીવ કર્મના કારણે જન્મમરણના ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે. જ્યાં સુધી કર્મરૂપ વિકારી તત્ત્વનો સંયોગ રહે છે ત્યાં સુધી જીવનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ રીતે જીવના સંસાર પરિભ્રમણનું મૂળભૂત કારણ કર્મનો
સંયોગ છે.
કષાય અને યોગના નિમિત્તથી કાર્પણ વર્ગણાના પુદ્ગલોનું જૈશ્યાના સંયોગે ક્ષીર અને નીરની જેમ આત્મ-પ્રદેશોમાં એકમેક
થઈ જવું, તેને કર્મબંધ કર્યો છે.
આ લોકમાં આઠ પ્રકારની વર્ગણાના પુદ્ગલો ભર્યા છે. તેમાં એક કાર્યણવર્ગણા-કર્મ યોગ્ય પુદ્ગલો છે. તે પણ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. કષાય અને યોગના નિમિત્તથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે. તે કંપન દ્વારા આત્મપ્રદેશો પર રહેલા કાર્યણવર્ગણાના પુદ્ગલો આત્મા સાથે એકર્ષક થઈને સંયોગ સંબંધથી બંધાઈ જાય છે. કાર્યણવર્ગણાના પુદ્ગલો જ્યાં સુધી જીવે ગ્રહણ કર્યા ન હોય, ત્યાં સુધી તે કર્મ કહેવાતા નથી. પરંતુ જીવ જ્યારે પોતાના વિકારી ભાવોથી તે પુદ્ગલોને ગ્રહણ કરીને આત્મા સાથે એકમેક કરે ત્યારે જ તે કર્મનું રૂપ ધારણ કરે છે. કર્મબંધના ચાર પ્રકાર
કર્મ બંધાય તે પૂર્વે કાર્યણવર્ગણામાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનું કે અન્ય કોઈ પણ પ્રકારનું વિભાજન હોતું નથી. પરંતુ કર્મબંધ થાય તે જ સમયે તેના ચાર પ્રકાર થાય છે−(૧) ક્રર્મોની પ્રકૃતિ (૨) કર્મોની સ્થિતિ (૩) કર્મોનો અનુભાગ-ળ આપવાની તરતમતા (૪) કર્મવર્ગણાના પુગોનો જથ્થો. તેને જ ચાર પ્રકારનો બંધ કહેવાય છે.
પિત્તનો નાશ કરે. આ રીતે મોદકમાં જે દ્રવ્યની પ્રધાનતા હોય, તે પ્રમાણે તેનો સ્વભાવ હોય. તે જ રીતે ગ્રહણ કરેલા કર્મ પુદ્ગલોનો સ્વભાવ કેવો થશે? તે જ્ઞાનને આવરણ ક૨શે? દર્શનનો આવરણ
(૧) પ્રકૃતિ બંધ : સૂંઠ, સાકર, થી વગેરે અનેક દ્રવ્યોનો સંયોગ કરીને મોદક બનાવ્યો હોય. તેમાં જો સૂંઠની પ્રધાનતા હોય, તો તે વાયુનો નાશ કરે, જીરું વગેરે ઠંડા પદાર્થોની પ્રધાનતા હોય, તો તે પ્રબુદ્ધ સંપા
૧૩૬
કરશે ? વગે૨ે તેના સ્વભાવાનુસાર તેનું કાર્ય નિશ્ચિત થાય છે; તેને પ્રતિબંધ કહે છે. તેના મૂળ આઠ પ્રકાર છે -જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય
(૨) સ્થિતિ બંધઃ મોદકની કાળમર્યાદા ભિન્ન ભિન્ન હોય છે. કેટલાક મોદક પંદર દિવસ સુધી રહે છે, કેટલાક આઠ દિવસમાં ખરાબ થઈ જાય છે. તે જ રીતે બંધાયેલા કર્મો આત્મા સાથે કેટલો સમય રહેશે તેની કાળમર્યાદા નિશ્ચિત થવી, તેને સ્થિતિ બંધ કર્યો છે. આઠે કર્મોની સ્થિતિ ભિન્ન ભિન્ન હોય છે.
(૩) અનુભાગ બંધ: મદકમાં સ્વાદની તીવ્રતા અને મંદતા હોય છે, જેમ કે કોઈ મોદક અત્યાધિક મીઠો હોય અથવા કોઈ ઓછો મીઠો હોય. કોઈ મોદક અન્ય મેથીના કારણે અલ્પ કડવી હોય, કોઈ અધિક મેથીના કારણે અધિક કડવો હોય છે. તે જ રીતે બંધાયેલા કર્મોની ફળ આપવાની શક્તિ, કર્મનો ઉદય તીાપર્ણ થશે કે મંદપણે થશે તે નિશ્ચિત થાય, તેને અનુભાગ બંધ કહે છે.
(૪) પ્રદેશ બંધઃ મોદકનો પ્રમાણમાં નાના મોટાપણું હોય છે. તે રીતે બંધાયેલા કર્મ પ્રદેશોના જથ્થાને પ્રદેશબંધ કહે છે.
આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના આધારે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના આધારે થાય છે. આઠ કર્મોની પ્રકૃતિનો સ્વભાવ :
(૧) જ્ઞાનાવરણીય-જેના દ્વારા પદાર્થોનું સ્વરૂપ વિશેષ-વિશેષ રૂપે જાણવામાં આવે, તેનું નામ જ્ઞાન છે. જ્ઞાનોપયોગને ઢાંકનાર કર્મનું નામ જ્ઞાનાવરણીય કર્મ છે. જેમ વાદળાંઓ સૂર્યને ઢાંકે તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુાને ઢાંકે છે.
(૨) દર્શનાવરણીય-જેના દ્વારા પદાર્થોનું સ્વરૂપ સામાન્ય રીતે જોવામાં આવે અર્થાત્ પદાર્થનો સામાન્ય બૌધ થાય, તે દર્શન ગુડ્ડા છે. આત્માના દર્શનોપયોગ ગુણને ઢાંકનાર કર્મનું નામ દર્શનાવરણીય કર્મ છે. જેવી રીતે દ્વા૨પાળ રાજાના દર્શન કરવા ન દે તેવી રીતે દર્શનાવરણીય કર્મ આત્માને પદાર્થોના દર્શન ન થવા દે. સંક્ષેપમાં
આત્માનો દર્શનગુણ પોતાના વિષય પ્રમાણે પદાર્થોનું સામાન્ય રીતે દર્શન કરાવે છે. તત્સંબંધી અન્ય વિવિધ વિશેષતાઓનો બોધ જ્ઞાનગુરાથી થાય છે. આ રીતે આત્મામાં સદા સહવર્તી આ બંને ગુણો મળીને પદાર્થોનો સમ્બોધ કરાવે છે. તે બંને મુખ્ય ગુોને આવર્તીત કરનાર બે કર્મોને આઠ કર્મોમાં અગ્રસ્થાન આપ્યું છે.
(૩) વેદનીય કર્મ-આત્માને ઈન્દ્રિયજન્ય સુખ અને દુઃખનો
પૂર્વાચાર્યોએ ચાર પ્રકારના બંધની પ્રક્રિયાને મોદકના દૃષ્ટાંતથી અનુભવ કરાવે, તેનું નામ વંદનીય કર્મ છે. જેવી રીતે મધ લગાડેલી સમજાવી છે. યથાતલવાર ચાટવા જતાં જીભ કપાઈ જાય છે, સાથે મધનો સ્વાદ પણ આપે છે, તેવી રીતે વેદનીય કર્મ દ્વારા આત્માને શારીરિક-માનસિક સુખ અને દુઃખનો અનુભવ થાય છે.
(૪) મોહનીય કર્મ જે કર્મના પ્રભાવથી આત્મા મૂઢ બની