________________
સમતિથી પાછાં ફરતા જીવને આવે છે. પ્રથમ ગુાસ્થાનકથી ચડતા પ્રાપ્ત ન થાય કારણ કે અનાદિકાળનો મિથ્યાત્વી જીવ પ્રથમ વાર સમકિત પ્રાપ્ત કરે ત્યારે પહેલે ગુજ્ઞસ્થાનકથી ચોથે ગુણસ્થાનકે જાય. બીજા ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પહેલે ગુણસ્થાનકે જાય.
અનાદિનો મિથ્યાત્વી જીવ ૧૯ ગુણસ્થાનકેથી બીજું ગુણસ્થાનકે જતો નથી તેમ ૧લે ગુણસ્થાનકેથી ત્રીજે ગુણસ્થાનકે પણ જતો નથી. ત્રીજા ગુણસ્થાનકે મિશ્ર મોહનીય કર્મના ઉદયના કારણે પૂરેપૂરી સમ્યક્ત્વની શુદ્ધિ પણ નથી કે પૂરેપૂરી મિથ્યાત્વની અશુદ્ધિ પણ નથી. જેમ દહીંમાં સાકર ભેળવીને શ્રીખંડ બનાવતા તેમાં એકલા દહીંનો સ્વાદ પણ નથી અને એકલી સાકરનો સ્વાદ પણ નથી. તેમ તેને જિનવચન પ્રત્યે રુચિ કે અરુચિનો ભાવ હોતો નથી. તેને ગુણ પણ ગમે છે અને દોષ પણ ગમે છે. સંસાર પણ ગમે છે અને મોક્ષ પણ ગમે છે. અહીં દૃષ્ટિ હોય છે પણ નીર અને
ક્ષીર વચ્ચેનો વિવેક કરવા જેટલી તે સ્પષ્ટ હોતી નથી.
ત્રીજા ગુણસ્થાનકની અપેક્ષા ચોથા ગુણસ્થાનકમાં જીવને સુસ્પષ્ટ થઈ જાય છે કે સાચું શું અને ખોટું શું? અહીં સુધીના ગુણસ્થાનકોમાં દર્શન મોહનીય કર્મ સાથેનો સંઘર્ષ હતો, પણ આનાથી આગળના ગુણસ્થાનકોમાં ચારિત્ર મોહનીય કર્મ સાથેનો ધર્મ છે.
આત્મ વિકાસના ક્રમમાં આગળ વધતો જીવ દર્શનસપ્તક કર્મનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચતુષ્ક કર્મનો ક્ષયોપશમ કરે અર્થાત્ તે એક નાનું પણ તપચ્ચક્ખાણ ધારણ કરે ત્યારે પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે આવે તેવા જીવની દૃષ્ટિ સ્પષ્ટ થઈ, માર્ગ દેખાયો પણ પૂરેપૂરું ચલાય નહીં. તેનું કારણ ચારિત્ર મોહનીય કર્મ છે. જેમ અફીણને ઝેર માનતી વ્યસની વ્યક્તિ અફીણનું સેવન કરે છે તેમ આ ગુણસ્થાનકે વર્તતો શ્રાવક પણ આરંભ અને પરિગ્રહને ખોટા માનતો હોવા છતાં આત્મકાર્ય સાધતો મર્યાદાની અંદર પ્રવૃત્તિ કરે છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચતુષ્ટ્રના ક્ષયોપશમના કારણે દેશ-અંશથી વિરતિને સ્વીકારે છે અને સાધુ બનવાના મનૌરથ સેવે છે.
છઠ્ઠા સર્વવિરતિ ગુણાસ્થાનકે જીવ દર્શન સપ્તક કર્મનો ક્ષય, ઉપામ કે લોપામ કરે તથા અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાની કબાય ચતુ નો થયો પામ કરે છે. પ્રત્યાખ્યાની ક્રાય ચતુ ના નર્યાપશમના કારણે પાપ વ્યાપારથી વિધિપૂર્વક સર્વથા નિવૃત્તિ લઈ, સંયત (સાધુ) બની પાંચ મહાત, ૧૦ યતિધર્મ, અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરે છે. તેમ છતાં યોગ ચપળ, કષાય ચપળ, વચન ચપળ અને દૃષ્ટિમાં ચપળતાનો અંશ રહેવાથી પ્રમાદપણાના કારણે આ ગુણસ્થાનકને પ્રમત્ત સંયત ગુણસ્થાનક કહે છે.
છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમની પ્રકૃતિ સરખી છે પણ સાતમા અપ્રમત્ત સંયત ગુણસ્થાનકના સાધકે પાંચ પ્રમાદ (મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા) પૂર્ણપણે ખંખેરી નાંખ્યા હોય છે. ધ્યાન અને અનુષ્ઠાનમાં અપ્રમત્તપણે ઉદ્યત રહેતા શુભલેશ્યામાં જ રહે છે. આ ગુણસ્થાનકનો કાળ, કે વળ અંતર્મુહૂર્તનો છે પણ બહુ Critical- નાજુક છે. જો એ બે ઘડી સચવાઈ ગઈ તો મોક્ષ હાયવેંતમાં અને જો એ બે ઘડી વેડાઈ ગઈ તો પાછાં ગબડી જવાય.
સાતમો ગુણસ્થાનક્ર સુધી દષ્ટિ કરતાં પ્રીત થાય છે કે દર્શન
મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ-એ બંનેને પરાસ્ત કર્યા વગર આગળ વધી જ ન શકાય. મોહનીય કર્મ જ સૌથી વધારે પ્રબળ છે. બીજાં બધાં જ કર્યો તો તેની છાયામાં જ પાંગર્યા હોય છે. એક વાર મોહનીય કર્મનું નોતિંગ વૃક્ષ પડ્યું કે પછી બીજાં કર્મો તો આપોઆપ સુકાઈ જવાનાં કે તેના ભારથી જ કચડાઈ જવાનાં. મોહનીય કર્મનો જેમ જેમ પરાજય થતો જાય તેમ તેમ અન્ય કર્મો જીર્ણક્ષીર્ણ થઈને પાતળાં પડતાં જાય છે.
૧૪૩
આઠમું નિવૃત્તિ બાદર સંપરાય અથવા અપૂર્વકરણ ગુ ણસ્થાનક છે. વવિતા પુત્વ મ્માડું, સંગમેન તવેન ય-પૂર્વ સંચિત કર્મનો ક્ષય સંયમ અને તપ દ્વારા થાય છે. તપમાં પણ શ્રેષ્ઠ એવું શુકલધ્યાન છે. તે શુક્લધ્યાનની પ્રાપ્તિ જીવ આ ગુણસ્થાનકે કરીને મોક્ષે જવાની શ્રેણી માંડે છે. પ્રતિસમય અનંત ગુણ વિશુદ્ધિના પરિણામથી કર્મનો સ્થિતિયાન, રસધાન, ગુણ શ્રેણી, ગુણાસંક્રમણ, સ્થિતિબંધ-એ પાંચ અપૂર્વકરાના કાર્યો કરે છે.
સત્વની પ્રાપ્તિ સમયે અપૂર્વકરણ થયું હતું તેના કરતાંય અપૂર્વ કાર્ય અહીં થાય છે. આ શ્રેણીનું અપૂર્વકરણ છે કારણ કે જીવ અહીંથી ઉપશમશ્રેણી કે પકશ્રેણી ઉપર ચડે છે. ઉપશમશ્રેણીવાળો જીવ મોહનીય કર્મ પ્રકૃતિનાં દળનો ઉપશમ કરતો ૯૫, ૧૦મે થઈ ૧૧મે સુહાસ્થાનકે જાય છે. પકકેશીવાળો જીવ મોહનીય કર્મ પ્રકૃતિનાં દળનો ક્ષય કરતો હમે, ૧૦મે થઈ ૧૨મે ગુણસ્થાનકે જાય છે.
નવમા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે ક્ષેપક શ્રેણીવાળો જીવ સંજ્વલનના લોભ સિવાયની નવ નોકષાય (હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, દુર્ગંચ્છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ), સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા એ ૧૨ પ્રકૃતિ અને પૂર્વેની ૧૫ પ્રકૃતિ એમ કુલ મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીવાળો જીવ એ ૨૭ પ્રકૃતિનો ઉપશમ કરે છે. સંજ્વલનનો લોભ-જે મોહનીય કર્મની એક માત્ર પ્રકૃતિ રહી છે, જે લોભ પણ અત્યંત કૃશ બની ગયો છે.
દેશનું સૂક્ષ્મ સંપરાષ ગુણાસ્થાનકમાં માત્ર સંજ્વલનના લોભ કષાયનો સૂક્ષ્મ ઉદય હોય છે, જ્યાં સૂક્ષ્મ, થોડીક, પાતળી સંપરાય કષાય) ક્રિયા રહી છે. સંજ્વલનના લોભ સિવાયની મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય કરતો હોય તેવા જીવ દશમેથી બારમે ગુણસ્થાનકે જાય છે અને ઉપશમ કરતો હોય તેવો જીવ દશર્મથી અગિયારમે ગુન્નસ્થાનકે જાય છે.
અગિયારમા ઉપશાંત મોહ ગુાસ્થાનકના પ્રથમ સમયે સંજ્વલનના લોભનો ઉપરામ કરે છે. મોહનીય કર્મની સર્વ ૨૮ પ્રકૃતિઓનો ઉપશમ હોય છે. ઉપશાંત એટલે પાણી દ્વારા સંપૂર્ણ અગ્નિ બુઝાવ્યાની જેમ નહીં પણ રાખ વડે ઢાંકેલ અગ્નિની જેમ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિને સર્વથા ઉપશાંત કરી છે.
જીવ રાગ-દ્વેષ આદિ વિભાવિક પરિણામથી ચાર કષાય દ્વારા કર્મ બાંધે છે. તેમાં દ્વેષના ઘરના ક્રોધ અને માન નવમા ગુણસ્થાનકે ગયા. રાગના ઘરના માયા લોભ છે તેમાં માયા નવમા ગુણસ્થાનકે ગઈ અને લોભ તે આ ગુણસ્થાનકે ગયો. રાગના ઘરનો લોભ ગયો હોવાથી અગિયારમા ગુણસ્થાનકે જીવ રાગદ્વેષથી રહિત થઈને ‘વીતરાગી' બને છે પરંતુ જ્ઞાનાવરણીયાદિ પાની કર્મોનો હ્રદય હવાથી છદ્મસ્થ' કહેવાય છે.
ગુણાસ્થાનક અને કર્મ