________________
આગમ મોક્ષમાર્ગનો નિર્દેશ કરે છે
D યુગદિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.
જ્યારે કોઈ દિશા, કોઈ ધ્યેય, લક્ષ્ય નક્કી થાય છે ત્યારે એ દિશામાં ગતિ અને પ્રગતિ સહજતાથી થવા લાગે છે, પણ જ્યાં સુધી દિશા નક્કી હોતી નથી ત્યાં સુધી વ્યક્તિનું મન વેવરીંગ હોય છે... ત્યાં સુધી તેની શક્તિઓ વપરાય છે ઓછી અને વેડફાય છે વધારે..!!
ભગવાન મહાવીર...મહાવીરના નામની આગળ ‘ભગવાન’
શબ્દ... શું આ શબ્દ જન્મોજન્મથી વપરાતો હશે કે પછી તેમની દિશાને નક્કી થઈ, ગતિ નક્કી થઈ, પ્રગતિ શરૂ થઈ પછી વપરાવાની શરૂઆત થઈ ?
આ જગતના મોટા ભાગના જીવો લક્ષ્ય વિહીન જ હોય છે, દિશા વગરની દોટવાળા હોય છે. સંસારમાં રહીને ગમે તેટલી ગતિ કરે કે પ્રગતિ...પણ એ ટેમ્પરરી જ હોય છે. કેમકે, લક્ષ્ય વિહીન હોય છે. વનની ગમે તેટલી દિશા નક્કી કરો, અના અંતે કોઈ પ્રાપ્તિ હોતી નથી.
જીવનમાં ધારેલી બધી જ દિશાઓ અવદશાનું કારણ હોય છે કે સદ્દશાનું? જીવનમાં કરેલી બધી જ ગતિઓ સદ્ગતિનું કારણ હોય છે કે પછી...?
એટલે માનવીનું લક્ષ્ય જીવનને દિશા આપવાનું નહીં પણ જીવને દિશા આપવાનું હોવું જોઈએ. કેમકે, જીવન ટેમ્પરરી અને જીવ પરમેનન્ટ છે.
જીવનને દિશા આપનારા અનેક આત્માઓની વચ્ચે એક આત્મા હો... જીવને દિશા આપનારો...! એ આત્માહતાં ભગવાન મહાવીરનો...!!
એ ભગવાન મહાવીર....એમના નામની આગળ લાગતો શબ્દ ‘ભગવાન’ કંઈક અલગ જ સ્પંદન કરાવે છે, કંઈક અલગ જ ફીલીંગ્સ લાવે છે.
આપણા આત્મા અને ભગવાનના આત્મામાં કોઈ ફરક હોય કે પછી એક સરખા જ હોય...! શું મહાવીરના આત્મા પાસે વધારે જ્ઞાન હોય અને આપણા આત્મા પાસે ઓછું હોય એવું બને ખરું ? શું મહાવીર પાસે સ્ટ્રોંગ બળ હોય અને આપશે નિર્બળ...એવું હોય ખરું ?
ભગવાન કહે છે, બધાંનો આત્મા એક સરખો છે, એક સરખી ક્ષમતાવાળો છે. આત્માની દૃષ્ટિએ બધાં જ આત્મા એક સરખાં છે, કોઈ ફરક નથી, છતાં ઘણો ફરક છે.
બાના આત્મપ્રદેશો સરખો, બધાની આત્માશક્તિ સરખી, બોનું આત્મજ્ઞાન સરખું...છતાં એક કેવળજ્ઞાની, એક અલ્પજ્ઞાની અને એક અજ્ઞાની...આવું કેમ ? આ ભેદ શા માટે ? જો ભગવાનનો આત્મા અને આપણો આત્મા સરખો હોય તો તેઓ કેમ ભગવાન અને આપણે કેમ નહીં?
કેમકે, ભવોભવથી આપણે જીવનને દિશા આપતાં આવ્યાં
છીએ જ્યારે ભગવાને તે ભવમાં જીવને દિશા આપી હતી.
જીવનની કોઈ પણ દિશા હોય, તે માત્ર આંખ ખુલ્લી હોય ત્યાં સુધી જ દેખાય છે, આંખ બંધ થાય પછી દેખાતી નથી. જીવનની
દિશાઓ અને દશાઓ વારંવાર બદલાયા કરે છે. જ્યારે મહાવીરે જીવની દિશા નક્કી કરી, એ દિશા પણ એક જ હતી અને એની દશા પણ એક જ હતી...
મહાવીરે જે દિશા નક્કી કરી હતી, તે દિશા હતી... હું મને
મળ્યું..
ઘણાંને એમ થાય, આપણે તો આપણને રોજ મળીએ જ છીએ ? પણ ના...!! હું જેને મળું છું તે હું છું જ નહીં, અને જેને મારે મળવાનું છે તેને હું આ જ સુધી મળ્યો જ નથી.
જે પોતાને મળે છે, તેને બીજાને મળવાનું રહેતું જ નથી. જે પોતામાંથી મેળવી લે છે તેને બહારથી કાંઈ મેળવવાનું રહેતું જ નથી. જે પોતાને મળતા નથી તે જગત આખાને મળવા જાય છે.
૯૩
જે જગત આખાને મળે પણ પોતાને જ ન મળે તે ક્યારેય કાંઈ મેળવી શકર્તા નથી. કેમકે, જગતમાંથી જે કાંઈ મેળવીએ છીએ તે મેળવેલું હોય છે, અને મેળવેલું હંમેશાં ગુમાવવાનું જ હોય છે.
હું મને મળું, હું મારામાંથી કાંઈ મેળવું, હું મારા થકી કંઈક મેળવું અને એવું મેળવું, જેનાથી આખા જગતને પ્રકાશિત કરી શકું એવો બોધ જ્યાંથી મળે તે ગ્રંથનું નામ છે ‘આગમ.’
ભગવાન મહાવીર પોતાને મળ્યાં અને પોતાને મળીને શું કર્યું ? અને આપણે શું ન કર્યું ?
ભગવાન મહાવીર અને આપણે બધાં અસંખ્ય ભપ્રદેશોવાળા છીએ. આપણા આત્માના અસંખ્ય નાના નાના પાર્ટીકલ્સ જેને આત્મપ્રદેશ કહેવાય તે અશુદ્વ અવસ્થામાં છે. ભગવાને પોતાને મળીને એ અસંખ્ય પાર્ટીકલ્સને શુદ્ધ કર્યા, નિર્મૂળ કર્યા અને જ્યારે એમનો આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો ત્યારે તે ભગવાન' બન્યાં. તો પછી શું ભગવાન પાસે એ અસંખ્ય પાર્ટીકલ્સને શુદ્ધ કરવાની પ્રોસેસ છે અને આપણી પાસે નથી? શું ભગવાન પાસે એવી ક્ષમતા છે અને આપણી પાસે નથી? ના એવું નથી... !
અત્યારે પણ આપણા એ અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સની વચ્ચે, શરીરના મધ્યભાગમાં આઠ એવા પાર્ટીકલ્સ છે જે એકદમ પ્યોર છે, જે સિદ્ધ ભગવાન જેવા છે, જેમાં અનંતશક્તિ પણ છે, જેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ છે. આત્માના પ્રદેશો જે અસંખ્ય કર્મોના આવરાથી અવરોધાયેલાં છે તેમાં માત્ર આ આઠ જ ઓપન છે. પણ અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સની સામે આઠ પાર્ટીકલ્સ નગણ્ય બની જાય છે.
જેમ એક તરફ હજારો માણસોનો અવાજ હોય અને એક તરફ આઠ માણસોનો અવાજ હોય, તો કોનો અવાજ વધારે સંભળાય ? એ હજારોના અવાજમાં આઠનો અવાજ તો ક્યાંય દબાય જાય....!
માનો કે એક મોટી ગટર છે...એમાં એક માાસ ઊભો છે. એના હાથમાં એક ગુલાબનું ફૂલ આપી શ્રો.... તે માણસને ગટરની ગંધ આવશે કે ગુલાબની સુગંધ ?
તેમ અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સની વચ્ચે આ આઠ શુદ્ધ પાર્ટીકલ્સ ગુલાબના ફૂલ જેવાં છે.
આસપાસની અશુદ્ધિઓની વચ્ચે તેની શુદ્ધતાનું મૂલ્ય બહાર
આગમ મોક્ષમાર્ગનો નિર્દેશ કરે છે